141મી રથયાત્રા : જગન્નાથ આરામમાં, સુરક્ષા ખડેપગે !

News18 Gujarati
Updated: July 11, 2018, 6:39 PM IST
141મી રથયાત્રા : જગન્નાથ આરામમાં, સુરક્ષા ખડેપગે !
News18 Gujarati
Updated: July 11, 2018, 6:39 PM IST
અમદાવાદ : ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને લઈ પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.શહેરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીના ઉભી થાય અને રથયાત્રા શાંતિ રીતે પુર્ણ થાય તે માટે પોલીસે પ્લાન તૈયાર કરી લીધો છે.. આ સાથે ટ્રાફીકની સમસ્યાના ઉભી થાય તે માટે ટ્રાફીક પોલીસ દ્રારા પણ એકશન પ્લાન બનાવી લેવામાં આવ્યો છે.

પોલીસનુ કહેવુ છે કે આ રથયાત્રામાં પોલીસ વ્યવસ્થા બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે, જે મુવીંગ અને સ્ટેટીક હશે..આ બંદોબસ્ત 12 સેક્ટર,26 રેન્જ,54 એરિયા,136 સબ એરિયા પ્રમાણે વિભાજીત કરવામાં આવ્યો છે..આ બંદોબસ્તમાં એક પોલીસ કમિશનર,3 સ્પેશિયલ સીપી,5 આઈજી-ડીઆઈજી,31 એસપી,88 એસીપી,253 પીઆઈ,819 પીએસઆઈ,હેજ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબ સહિત મહિલા પોલીસની સંખ્યા 14270 હશે.ગુજરાત પોલીસની સાથો સાથ 22 એસઆરપી કંપની,25 પેરા મીલેટ્રી ફોર્સ,1 ચેતક કમાન્ડો,5400 હોમગાર્ડ અને 10 બીડીએસની ટીમ તૈનાત રહેશે

આરટીની 30 ટુકડીઓ પણ રથયાત્રાની બંદોબસ્તમાં જોડાવવાની છે..રથયાત્રાને ધ્યાનમાં રાખી છેલ્લા બે મહિનામાં પોલીસ દ્રારા 16411 અટકાયતી પગલા કરવામાં આવ્યા છે ત્યારે દારુના 3330 કેસો અને જેમાં 3548 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

શહેર પોલીસ દ્રારા છેલ્લા બે માસમાં 41 ગેરકાયદેસર હથિયાર અને 289 કારતુસ કબ્જે કરવામાં કબ્જે કરવામાં આવ્યા છે.554 હોટેલનુ ચેકિંગ પણ કરવામાં આવ્યુ છે અને 306 લોકોની પાસા અને 48 લોકોને તડીપાર પણ કરવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ પર 99 સ્થળો પર 150થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને રથયાત્રાના દિવસે ડ્રોન અને ઈઝરાઈલથી ખાસ મંગાવવામાં આવેલ બલુનથી પણ નજર રખાશે.દુરબીનથી 192 પોઈન્ટ પર પોલીસની નજર રહેશે.

નોંધનીય છે કે ટ્રાફીક પોલીસ દ્રારા પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને રથયાત્રાના રુટ પર કેટલીક જગ્યાએ નો પાર્કિગ ઝોન અને ડ્રાયવર્ઝન આપવામાં આવ્યુ છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...