અમદાવાદ: હિમોગ્લબિનનું ઓછું પ્રમાણ હોવાના કારણે મહિલાઓને ઘણા બધા કોમ્પ્લિકેશન જોવા મળતા હોય છે. હાલમાં ડોકટર દ્વારા પેથોલોજી લેબોરેટરીમાં બ્લડ લઇ હિમોગ્લોબીનની માત્રા કેટલી છે તે જાણવામાં આવે છે. પરંતુ અમદાવાદની ગવર્મેન્ટ પોલીટેકનિકના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે એવું ડીવાઈસ કે જે કોઈપણ બ્લડ લીધા વગર હિમોગ્લોબીનનું પ્રમાણ શરીરમાં કેટલું છે તે જાણી શકાશે. સામાન્ય રીતે પેથોલોજી લેબોરેટરીમાં મોકલેલ સેમ્પલનો રિપોર્ટ આવતા કલાકો લાગે છે. જ્યારે આ ડીવાઈસની મદદથી ઓનધસપોટ રિપોર્ટ મળી જશે. જાણો કેવી રીતે કામ કરે છે આ ડિવાઈસ.
અમદાવાદની ગવર્મેન્ટ પોલીટેકનીકમાં ઓટોમેશન રોબોટિક્સના વિદ્યાર્થી હર્ષ શાહ, મનસ્વી ગજ્જર, આયુષ પ્રજાપતિ, પ્રથમ શુક્લા તેમજ આઈસીના વિદ્યાર્થી શિવાંશી ચૌધરી, તનુશ્રી મહેતા આ ઉપરાંત ઈન્ટર્ન તરીકે કામ કરી રહેલા ભાવિન રાણા, દિવ્ય પંડ્યાએ તેમના મેન્ટર પ્રો. ઉર્વીશ સોનીના માર્ગદર્શન હેઠળ એક અદભૂત ડિવાઈસ તૈયાર કર્યું છે. એન્જિયનિયરિંગના વિદ્યાર્થીઓની આ કમાલ આગામી દિવસોમાં ન માત્ર ડોક્ટર્સને ખુબ ઉપયોગી થશે સાથે સાથે દર્દીઓને પણ ખુબ જ ઉપયોગી બની રહેવાનું છે.
આ અદભૂત ડિવાઈસ હાલમાં પ્રોટો ટાઈપ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ જ્યારે તે માર્કેટમાં આવશે ત્યારે ચોક્કસથી ધૂમ મચાવશે. પુખ્તવયના લોકોમાં સરેરાશ હિમોગ્લોબિનનું સ્તર પુરુષો માટે સ્ત્રીઓ કરતા થોડું વધારે હોય છે. તે લોહીના ડેસિલ્ટર (g/dl)દીઠ ગ્રામમાં માપવામાં આવે છે. મહિલાઓમાં 12-16g/dl, પુરુષોમાં 14-18 g/dl, નવજાત બાળકમાં 14-20 g/dl હોય છે. હાલમાં વિશ્વમાં એનિમિયાએ વિશ્વવ્યાપી જાહેર આરોગ્યની સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર લગભગ 1.6 બિલિયન લોકો જે કુલ વસ્તીના લગભગ 30 ટકા છે. જેઓ એનિમિયાથી પીડીત છે. સગર્ભા સ્ત્રીઓ, બાળકો, કિશોરો એનિમિયાના આ સંવેદનશીલ જુથનો એક ભાગ છે. સામાન્ય રીતે બ્લડમાં હિમોગ્લોબીન ઘટી જાય ત્યારે એનિમિયા થાય છે. બીજી રીતે કહીએ તો, શરીરમાં રેડ બ્લડ સેલ્સ ઘટે ત્યારે પણ પાંડુરોગ થયો કહેવાય છે.
વિદ્યાર્થીઓના મેન્ટર પ્રો. ઉર્વીશ સોની જણાવે છે કે, કોઈપણ વ્યક્તિમાં હિમોગ્લોબિન ડેફીસન્સી છે. વ્યક્તિમાં એનિમિયા છે ત્યારે બ્લડ લેવાથી તેને રોકવું મુશ્કેલ થતું હોય ત્યારે નોનઈન્વેન્શીવ એટલે કે કોઈપણ ઈન્જેક્શન વગર હિમોગ્લોબીન ડિટેક્શનની મેથડ સંશોધિત કરાઈ છે. જેમાં લાઈટના સોર્શનો ઉપયોગ કરવામાં આવે છે. લાઈટ સોર્સ ડિટેક્શન મેથડ માટે સેન્સર મુકવામાં આવ્યું છે. ત્રણ મહિનામાં આ પ્રોડક્ટ માર્કેટમાં મુકવામાં આવશે. મહિલાઓ માતા બને ત્યારે હિમોગ્લોબિન સહિતના ઘણા પેરામિટર્સ હિમોગ્લોબિન ડેફીસન્સીવાળું બાળક જન્મે ત્યારે તેને ઘણા બધા પ્રોબ્લેમ્સ કાનમાં ડિવાઈસ લગાવી હિમોગ્લોબિનનું પ્રમાણ મળી શકશે જે રિપોર્ટ મળી જતાં ડોક્ટર્સ જે તે પગલા લઈ શકશે.
પલ્સ ઓક્સીમીટર જેવું જ ડિવાઈસ કાન પર લગાવવામાં આવે છે -
પલ્સ ઓક્સી મિટર જેવી જ પ્રોડક્ટ બનાવી છે. નોનઈન્વેઝીવ ડિવાઈસ સેન્સર આરજીબી મોડ્યુલ પર વર્ક કરે છે. આરજીબી મોડ્યુલ ત્રણ લાઈટ આપે છે રેડ, યલો અને વાઈટ. ઓપીટી સેન્સર સેન્સ કરે છે તેના વોલ્યુમ કાઢે છે અને પર્સને્ટેજમાં કન્વર્ટ કરીને આઈઆરએલ ઈન રીયલ ટાઈમ ડેટા મોબાઈલ પર કે કોઈપણ ડિવાઈસ પર સેન્ડ કરે છે. હાલમાં આ પ્રોજેક્ટ ઈનિશિયલ ફેઝ પર છે. પ્રોટોટાઈપ મોડલને ફાઈનલ ફેઝમાં ત્રણ મહિનામાં તૈયાર થશે. ડોક્ટર પણ મોબાઈલ પર ડાયરેક્ટ ડેટા સેન્ડ કરી શકશે.