અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું (Monsoon 2020) બરાબર જામ્યું છે. હવામાન વિભાગ (Met Department) તરફથી પહેલા જ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી (Heavy Rain Forecast) આપવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.
બે સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર સક્રિય થયું છે. બીજી તરફ પહેલાથી જ સોઇક્લોનિક સક્યુલેશન સક્રિય છે. આ રીતે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
24 કલાકમાં જામખંભાળિયામાં સૌથી વધારે 18 ઇંચ વરસાદ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને 12 ઇંચ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં વરસાદ
સોમવારે વહેલી સવારથી અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સવારે વરસાદ શરૂ થવાથી ઓફિસ જવા નીકળેલા લોકોનું શિડ્યુલ ખોરવાયું હતું. બીજી તરફ વરસાદની સાથે પવન ન હોવાથી અને ધીમેધારે વરસાદ પડી રહ્યો હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
સોમવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન પડેલો વરસાદ.
સોમવારે ક્યાં કેટલો વરસાદ
સોમવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગુજરાતના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અમરેલીના જાફરાબાદમાં સૌથી વધારે બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કાલાવડમાં પણ આશરે બે ઇંચ વરસાદ ખાબક્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર