Home /News /ahmedabad /અમદાવાદીઓ માટે આજની રાત ભારે! 'આતો હતું ટ્રેલર, પીક્ચર અભી બાકી', પડી શકે છે ભારે વરસાદ
અમદાવાદીઓ માટે આજની રાત ભારે! 'આતો હતું ટ્રેલર, પીક્ચર અભી બાકી', પડી શકે છે ભારે વરસાદ
અમદાવાદમાં હજુ વધારે વરસાદ પડી શકે છે
Ahmedabad Heavy Rain : અમદાવાદમાં આફ ફાટ્યું હોય તેમ વરસાદ તૂટી પડ્યો તેના કરતા પણ વધારે વરસાદ ત્રણ કલાક બાદ (રાત્રે 1 વાગ્યા આસ-પાસ) પડી શકે છે. મહિસાગર તરફથી વાદળો અમદાવાદ શહેર તરફ આવી રહ્યા છે. જે અમદાવાદને બેટ બનાવી શકે છે.
Ahmedabad Heavy Rain : અમદાવાદને મેઘરાજાએ ગમરોળી કાઢ્યું છે. સમી સાંજ બાદ વરસાદની તોફાની બેટીંગથી શહેર પાણી-પાણી થઈ ગયું છે. ઠેર ઠેર વાહન ચાલકો અટવાઈ ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. ત્યારે અમદાવાદીઓ માટે આજની રાત ભારે સમાન બની રહે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રાત્રીના 1 વાગ્યા બાદ હજુ પણ ભારે વરસાદ ખાબકી શકે છે.
રાત્રે 1 વાગ્યા આસપાસ હજુ વધુ ભારે વરસાદ
વેધર રડારના રિપોર્ટ અનુસાર, વાદળો પાણી ભરીને શહેર તરફ આવી રહ્યા છે. કહેવાય છે કે, હાલમાં જે રીતે અમદાવાદમાં આફ ફાટ્યું હોય તેમ વરસાદ તૂટી પડ્યો તેના કરતા પણ વદારે વરસાદ ત્રણ કલાક બાદ (રાત્રે 1 વાગ્યા આસ-પાસ) પડી શકે છે. મહિસાગર તરફથી વાદળો અમદાવાદ શહેર તરફ આવી રહ્યા છે. જે અમદાવાદને બેટ બનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સમી સાંજ બાદ મેઘરાજાએ મનમુકીને વરસતા શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. રાત્રીના 10 વાગ્યા સુધીના આંકડા અનુસાર, અમદાવાદના પાલડી વિસ્તારમાં બે કલાકમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ઉસ્માનપુરા અને બોડકદેવ વિસ્તારમાં 8-8 ઈંચ વરસાદ પડ્યો છે, તો જોધપુરમાં 7.5 ઈંચ, બોડકદેવમાં 8 ઈંચ, ઉસ્માનપુરામાં 8 ઈંચ, મકરપુરામાં 7.5 વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
ક્યાં કેટલા ઈંચ વરસાદ
અમદાવાદમાં ક્યાં કેવી સ્થિતિ
અમદાવાદના પૂર્વ અને પશ્વિમઝોનમાં ભારે વરસાદ પડ્યો હતો. પશ્વિમ વિસ્તારમાં એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, ઘાટલોડિયા, મકરબા, વાડજ, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ પૂર્વ અમદાવાદમાં ઓઢવ, રબારી કોલોની, બાપુનગર, વિરાટનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વાહનચાલકો અટવાયા હતા. સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સર્જાઈ છે. પાલડી, ગોતા, શિવરંજની, શ્યામલ, બોડકદેવ, પ્રહલાદનગર, સતાધાર, સરખેજ, રાણીપ, ઘાટલોડીયા, ચાંદલોડીયા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
વરસાદને પગલે સ્કૂલો બંધ રાખવાનો સ્વ-નિર્ણય
વરસાદની પરિસ્થિતિને લઈને આવતીકાલે AMC વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં આચાર્યએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે સ્થાનિક પરિસ્થતિને અનુરૂપ નિર્ણય કરવાનો રહેશે, તેવું જણાવ્યું છે. અનેક શૈક્ષણિક સંસ્થાના સંચાલકોએ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને વરસાદ વધારે હોવાના કારણે આવતીકાલે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં ભારે વરસાદને પગડે ઠેર ઠેર વાહન ચાલકો અટવાયા છે. લોકો પોતાના ઘરે પહોંચવા માટે ટ્રરાફિકની લાંબી કતારોમાં ભરાઈ ગયા છે. ત્યારે સરકેજ વિસ્તારમાં વરસાદને પગલે એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બાઈક સ્લીપ થઈ જતા યુવક રસ્તા પર પટકાયો હતો, જેમાં યુવકનું મોત નિપજ્યું છે.