Home /News /ahmedabad /

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ; જાણો આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ; જાણો આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વેજલપુરમાં વરસાદ (ફાઇલ તસવીર)

Gujarat Rainfall: સોમવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

વધુ જુઓ ...
    અમદાવાદ: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર (Ahmedabad heavy rain) વરસાદ પડી રહ્યો છે. શહેરના લગભગ દરેક વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે સવારે ઓફિસ જવા માટે નીકળેલા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, સ્કૂલ અનો કૉલેજોમાં રજા હોવાથી રસ્તાઓ પર ઓછો ટ્રાફિક જોવા મળ્યો હતો. નોંધનીય છે કે સોમવારે સાંજે પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

    ગુજરાત માટે હજુ બે દિવસ ભારે (Gujarat rain forecast)


    સોમવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે કે અહીં 7-7 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે.



    સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.


    રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય


    બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ સતત આગળ વધી છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં કેન્દ્રીત થયું છે. આ તરફ કચ્છ સરહદે પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. એ જ કારણ છે કે રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે હજુ બે દિવસ ગુજરાતને ધમરોળશે. રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અને હજુ પણ અવિરત હેલી યથાવત છે. પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારા વરસાદથી ગુજરાતના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક છે.


    સરદાર સરોવરની ડેમની સપાટી


    બીજી તરફ સરદાર સરોવર ડેમના 23 જેટલા દરવાજા ખોલીને પાણી નર્મદા નદીમા ઠાલવવામાં આવી રહ્યું છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, અમદાવાદ, ગુજરાત, ચોમાસુ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन