Home /News /ahmedabad /Gujarat Rain Update: અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, પાકને નુકસાન થવાની ભીતિ

Gujarat Rain Update: અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, પાકને નુકસાન થવાની ભીતિ

અમદાવાદમાં પણ મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Gujarat Rain Update: રાજ્યના કેટલાક જિલ્લામાં મોડી સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું. ત્યારે વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

વધુ જુઓ ...
    અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લામાં મોડી સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું. ત્યારે અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે વરસાદને લીધે ઊભા પાકને નુકસાન પહોંચવાની બીકને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. એકબાજુ ચોમાસું જવાની તૈયારી છે. ત્યાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

    અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો


    અમદાવાદમાં પણ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે. અમદાવાદના શાહપુર, ઘીકાંટા, દરિયાપુર, હાટકેશ્વર, મણીનગર, સોલા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય વચ્ચે ક્યાં ક્યાં પડશે વરસાદ

    વડોદરામાં સાંજે વાતાવરણ પલટાયું


    વડોદરામાં સાંજે અચાનક ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. ત્યારે વરસાદને કારણે શહેરીજનોને ઉકળાટ અને બફારાથી રાહત મળી હતી. મહત્ત્વનું છે કે, છેલ્લા ઘણાં સમયથી વરસાદ નહોતો તેથી લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા. ત્યારે વરસાદ આવતા જ શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ આ જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે

    નર્મદામાં એક કલાકથી ધોધમાર વરસાદ


    નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. નર્મદા જિલ્લાના એકતાનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક કલાકથી અહીં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


    અરવલ્લીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં


    અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ઇસરોલ, જીવનપુર, બોલુન્દ્રા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. વધુ વરસાદને લીધે મકાઈ, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોલવાણી, ખૂમાપુર, માકરોડામાં વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરીજનોને વરસાદને કારણે ભારે ઉકળાટમાંથી છુટકારો મળ્યો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat rain, Gujarat rain news, Gujarat Rain Update

    विज्ञापन
    विज्ञापन