Home /News /ahmedabad /Ahmedabad Rain: અમદાવાદમાં આભ ફાટ્યું, સૌથી વધુ પાલડીમાં 10 ઈંચ, ક્યાં કેટલો વરસાદ?

Ahmedabad Rain: અમદાવાદમાં આભ ફાટ્યું, સૌથી વધુ પાલડીમાં 10 ઈંચ, ક્યાં કેટલો વરસાદ?

અમદાવાદ જળબંબાકાર

Ahmedabad heavy rain: ધોધમાર વરસાદના પગલે અમદાવાદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રસ્તાઓ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

અમદાવાદ: ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં (Ahhmedabad rain) સૌથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદવાદા શહેરેમાં સૌથી વધુ પાલડીમાં 10 ઈંચ જેટલો ખાબક્યો હતો. અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર જાણે નદી વહી રહી હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે અમદાવાદ કમિશ્નરે તાબડતોબ બેઠક બોલાવી હતી. અમદાવાદ શહેરમાં સરેરાશ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરમાં રાતના 10 વાગ્યા સુધી વરસાદના આંકડાની વાત કરીએ તો પાલડીમાં જોધપુરમાં 7.5 ઈંચ, બોડકદેવમાં 8 ઈંચ, ઉસ્માનપુરામાં 8 ઈંચ, મકરપુરામાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાતના 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોવા માટે નીચેની પીડીએમ જુઓ


રવિવારની મજા માણવા માટે બહાર નીકળેલા અમદાવાદીઓ વરસાદમાં ભીંજાયા હતા. અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતા. શહેરમાં 3 દિવસમાં છેલ્લા 3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદ થઈ ગયો છે
First published:

Tags: Ahmedabad news, Ahmedabad rain, Gujarat rain, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો