Home /News /ahmedabad /મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ આરોગ્ય મંત્રીએ પ્રમુખસ્વામિ નગરમા માસ્ક પહેરવા અપીલ કરી
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ આરોગ્ય મંત્રીએ પ્રમુખસ્વામિ નગરમા માસ્ક પહેરવા અપીલ કરી
માસ્ક ફરજિયાત કરવા ગુજરાત સરકાર વિચારણ કરી રહી છે.
Gujarat Corona Update: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં માસ્ક ફરજિયાત કરવા માટે સમીક્ષા કરાશે સાથે જ ભીડ પર નિયંત્રણ લગાવવા માટે પણ સમીક્ષા કરાશે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન અપાયું છે જેને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી.
કોરોનાને લઇ રાજ્ય સરકાર સતર્ક બની રહી છે અન્ય દેશોમાં જે રીતે કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે દેશ સહિત રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ ન બને એ માટે તમામ સતર્કતાના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે કોરોના ખતરાને જોતા માસ્ક ફરજિયાત કરવા ગુજરાત સરકાર વિચારણ કરી રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાઈ આ અંગે નિર્ણય શકે છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કે, ગુજરાતમાં માસ્ક ફરજિયાત કરવા માટે સમીક્ષા કરાશે સાથે જ ભીડ પર નિયંત્રણ લગાવવા માટે પણ સમીક્ષા કરાશે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન અપાયું છે જેને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી. સાથે જ આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી.
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં નવા વેરિએન્ટથી કેવી રીતે બચી શકાય તેના પર ચર્ચા કરાઇ હતી. એરપોર્ટ પર રેંડમ ટેસ્ટ કરાશે, એરપોર્ટ પર થર્મલ સ્કીનિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં BF.7નો એકપણ એક્ટિવ કેસ નથી તે એક સારી બાબત છે અને ગુજરાતમાં હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટસિંગનું પાલન કરવા અપીલ કરી હતી. સાથે જ તમામ લોકોને પ્રિકોશન ડોઝ લઈ લેવા અપીલ કરાઇ હતી. જેમા તેમણે માહિતી આપી હતી કે, પ્રિકોશન ડોઝ માટે સરકાર ડ્રાઈવ શરૂ કરશે. ત્યાાં જ પ્રમુખ સ્વામીનગરમાં માસ્કના વિતરણ માટે વિનંતી કરી હતી. તમને જણાવી દઇએ કે હાલમાં અમદાવાદમાં પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવની ઉજવણી થઇ રહી છે જેમા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રમુખ સ્વામીનગરમાં માસ્ક પહેરવા અને સોસિયલ ડિસ્ટન્સના પાલન માટે પણ વિનંતી કરી હતી.