Home /News /ahmedabad /Corona Vaccine: ગુજરાતમાં પ્રિકોશન ડોઝ માટે 5 લાખનો વેક્સિનનો જથ્થો આવ્યો, સાવચેતી જરૂરીઃ ઋષિકેશ પટેલ

Corona Vaccine: ગુજરાતમાં પ્રિકોશન ડોઝ માટે 5 લાખનો વેક્સિનનો જથ્થો આવ્યો, સાવચેતી જરૂરીઃ ઋષિકેશ પટેલ

ફાઇલ તસવીર

Corona Vaccine: ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 5 લાખ વેક્સિનનો જથ્થો આવ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, કોરોનાથી ડરવા કરતા સાવચેત રહેવા અને મેળાવડાઓમાં માસ્ક પહેરવાની અપીલ પણ તેમણે કરી છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે ભારત અને ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ આ મામલે સતર્ક થઈ ગયું છે. જો કે, કોરોનાની ચિંતા વચ્ચે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે દોટ મૂકી રહ્યા છે. જેના કારણે કેટલીક જગ્યાએ વેક્સિન ખૂટી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. તેવામાં ગુજરાત યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 5 લાખ વેક્સિનનો જથ્થો આવ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, કોરોનાથી ડરવા કરતા સાવચેત રહેવા અને મેળાવડાઓમાં માસ્ક પહેરવાની અપીલ પણ તેમણે કરી છે.

પ્રિકોશન ડોઝનો નવો જથ્થો આવ્યો


કોરોનાએ ફરી એકવાર ચીન સહિત અન્ય દેશોમાં માથું ઉચક્યું છે. જેને પગલે લોકોનો બુસ્ટર ડોઝ લેવા માટે આરોગ્ય કેન્દ્રો પર ધસારો વધ્યો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક આરોગ્ય કેન્દ્ર પર પણ વેક્સિનનો પૂરતી માત્રામાં જથ્થો નહીં હોવાનું ધ્યાને આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ઉપસ્થિત રહેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, વેક્સિનનો જથ્થો આપવાનો શરુ થઈ ગયો છે. ધીમે ધીમે આપણે આપતા ગયા. થોડી ઘણી ટેકન ફોર ગ્રાન્ટેડ પણ થયું. પરંતુ હવે નવો પાંચ લાખ વેક્સિન ડોઝનો જથ્થો આપણે ત્યાં આવ્યો છે. નવા ઓર્ડર પણ કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહ્યાં છે. જેમ જેમ પ્રિકોશન ડોઝની જરુર પડશે તે પ્રમાણે અવેલેબલ થઈ જશે.’


લોકોને સાવધાની રાખવાની અપીલ


તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘હજુ આપણે ત્યાં કોરોનાના ગઈકાલે ત્રણ જ કેસ હતા. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે. ત્યારે ગુજરાત અને ભારતમાં હજુ ચિંતાજનક વધારો નથી જોવા મળ્યો પણ સાવચેતી જરુરી છે. વેક્સિનેશનના કારણે આપણી ઈમ્યુનિટી ખૂબ સારી બુસ્ટ થઈ ગઈ છે. તેમ છતાં જ્યાં પણ મેળાવડા હોય ત્યાં લોકો માસ્ક પહેરે. લોકોને મારી અપીલ છે કે, લોકો સાવધાની રાખે જેથી કરીને આવનારા દિવસોમાં આપણને કોઈ મુશ્કેલી ન પડે. આપણા પરિવારને પણ સ્વસ્થ રાખી શકીએ અને સમાજ પણ સ્વસ્થ રહે.’
Published by:Vivek Chudasma
First published:

Tags: Coronavirus

विज्ञापन
विज्ञापन