Home /News /ahmedabad /Ahmedabad: શું તમે મેમનગરના ફ્રાઈડ અને સ્ટિમ મોમોસનો ટેસ્ટ માણ્યો છે ખરી? આટલો છે ભાવ

Ahmedabad: શું તમે મેમનગરના ફ્રાઈડ અને સ્ટિમ મોમોસનો ટેસ્ટ માણ્યો છે ખરી? આટલો છે ભાવ

X
મોમોસ

મોમોસ એ લોટ અને સ્વાદિષ્ટ સ્ટફિંગથી બનેલા ડમ્પલિંગ

અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ કરીને બે મિત્રોએ સ્ટીમ મોમોસની શરૂઆત કરી છે. સ્ટીમ અને ફ્રાય મોમોસ આરોગવા માટે લોકોની લાઇન લાગે છે.

Parth Patel, Ahmedabad: અમદાવાદમાં સ્ટીમ મોમોસની શરૂઆત 2 મિત્રોએ ભેગા મળીને કરી છે. જેમાં શૈલજા ઠાકોરે C.N. વિદ્યાલય, આંબાવાડી માંથી ફાઈન આર્ટ્સ કર્યું છે. જ્યારે કોઈટિયા હર્ષલે ગર્વમેન્ટ પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરીંગ કર્યું છે. તેઓ પહેલા સી.જી. રોડ પર રેસ્ટોરેન્ટ ચલાવતા હતા. પરંતુ તેમનું રેસ્ટોરન્ટ અંદરની બાજુ હોવાથી બરોબર ચાલતું ન હતું. બાદમાં ગુરુકુલ રોડ, મેમનગર ખાતે નવું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું. જ્યાં તેમણે મોમોસનું વેચાણ શરૂ કર્યું છે.

અમદાવાદના મેમનગર વિસ્તારના સ્ટીમ અને ફ્રાય મોમોસ ખાધા છે? તમને નવાઈ લાગશે કે આ સ્ટીમ અને ફ્રાય મોમોસ કેવા હોય? તો ચાલો આજે આપણે વાત કરીએ સ્ટીમ અને ફ્રાય મોમોસની.

મોમોસ એ લોટ અને સ્વાદિષ્ટ સ્ટફિંગથી બનેલા ડમ્પલિંગ

મોમોસ એ લોટ અને સ્વાદિષ્ટ સ્ટફિંગથી બનેલા ડમ્પલિંગ હોય છે. આને સ્ટફિંગ શાકભાજી, સી ફૂડ, ચિકન અથવા પનીર સાથે બનાવી શકાય છે. મોમોસને બાફીને, બેક કરીને અથવા ડીપ ફ્રાય કરીને રાંધી શકાય છે. આ વેજ મોમોસમાં કોબી, ગાજર, ફ્રેન્ચ બીન્સ, કેપ્સિકમ અને ડુંગળીનું મિશ્રણ હોય છે. ડમ્પલિંગ માટેનો કણક ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. મોમોસને કોઈ પણ મસાલેદાર અથવા ગરમ ચટણી સાથે સર્વ કરી શકાય છે.

શરૂઆત આ રીતે થઇ

બન્ને મિત્રોએ વિચાર્યું કે ફૂડમાં હવે શું રાખીએ તો તે આગળ જતા માર્કેટમાં એક બ્રાન્ડ બની શકે અને અમદાવાદના માર્કેટમાં ધૂમ મચાવી શકાય. કારણ કે ફૂડ એક એવી વસ્તુ છે કે, જેનાથી શોખીન લોકો તેમના ફૂડના ચાહક થઈ જાય. ત્યારબાદ મોમોસ બનાવીને વેચવાના શરૂ કર્યા. શરૂઆતમાં થોડા લોકો આવતા અને ટેસ્ટ કરતા હતા. પરંતુ લોકોને તેમના સ્વાદિષ્ટ મોમોસનો ટેસ્ટ જીભે ચોંટી ગયો.

કુરકુરે, પેરી પેરી, ચીઝ કોર્ન મોમોસ તેમની આગવી ઓળખ બની ગઈ છે

ધીમે ધીમે લોકોને તેમના મોમોસનો ટેસ્ટ અનુકૂળ આવવા લાગ્યો. અને અત્યારે હાલમાં ઘણી વેરાયટીઓ તેમના ત્યાં જોવા મળે છે. આ સાથે તેમના રેસ્ટોરન્ટમાં ખીચડી, પરાઠા, દાલફ્રાય, રાઈસ, છોલે પુરી, ચાઈનીઝ, મેગી, તંદૂર વગેરે ફૂડ પણ ઉત્તમ સ્વાદ મુજબ મળી રહે છે. કોઈટિયા હર્ષલે જણાવ્યું હતું કે,

અમારી રેસ્ટોરન્ટનો હેતુ એ જ છે કે લોકોને તેમના સ્વાદ મુજબ ટેસ્ટ મળી રહે, સારી વેરાઈટી આપવાનો અને લોકોમાં લોકપ્રિય બની શકાય. ખાસ કરીને મોમોસમાં પણ ઘણી વેરાયટીઓ છે. જે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. તેમાં પણ કુરકુરે, પેરી પેરી, ચીઝ કોર્ન મોમોસ તેમની આગવી ઓળખ બની ગઈ છે.

મોમોસની વેરાયટી નક્કી કરી તેના ટેસ્ટ અને ક્વોલીટી પર ધ્યાન આપ્યું

શૈલજા ઠાકોરે જણાવ્યું હતું કે, પહેલાં તો મોમોસની વેરાયટી નક્કી કરી. ત્યારબાદ તેના ટેસ્ટ અને ક્વોલીટી પર ધ્યાન આપ્યું. એ પછી તેને કેવી રીતે વેચવું તેના માટે રિસર્ચ કર્યું. જેમાંથી સ્ટીમ મોમોસ વેચવાનું પસંદ કર્યું. સ્ટીમ મોમોસની સાથે ખીચડી, પરાઠા, ચાઈનીઝમાં પણ એટલો જ ટેસ્ટ જોવા મળે છે.

ખાસ કરીને મોમોસમાં ઓરિજીનલ વેજી, સ્પાઈસી વેજી, પનીર, ચીઝ કોર્ન, કુરકુરે, ચીલી, પેરી પેરી, પનીર પેરી પેરી વગેરે પ્રકારના મોમોસ મળી રહે છે. આમાં સૌથી લોકપ્રિય પેરી પેરી, કુરકુરે અને ચીઝ કોર્ન છે. જેનો રેટ રૂપિયા 100 થી લઈને 170 સુધીનો છે.

સરનામું : શ્રી વલ્લભ મોમોસ ફેક્ટરી, સન પેલેસ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, સ્ટર્લિંગ હોસ્પિટલ રોડ, નીલમણિ સોસાયટી, મેમનગર, અમદાવાદ.
First published:

Tags: Ahmedabad news, Fast food, Local 18

विज्ञापन