અમદાવાદમાં બંગાળનું સ્પશિયલ ફૂડ ઝાલ મુરી મળી રહ્યું છે. અમદાવાદવાદીઓ ઝાલ મુરીનાં દિવાના થઇ ગયા છે. જેમાં પફ્ડ રાઇસ, ડુંગળી, ટામેટાં અને અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે.
Parth Patel, Ahmedabad : દરેકની સ્વાદની ચોઇસ અલગ હોય અને કંઇકને કંઇક નવું જમવાની અવિરત ઇચ્છાના કારણે ભોજનની થાળીમાં આપણી સમક્ષ અવનવું આવતું જ રહે છે. ત્યારે અમદાવાદમાં મળતું બંગાળનું સ્ટ્રીટ ફૂડ જે પફ્ડ રાઇસ, ડુંગળી, ટામેટાં અને અન્ય ઘટકોનો ઉપયોગ કરીને એક વાનગી બનાવવામાં આવે છે. જેણે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જી હા અમે વાત કરીએ છીએ ઝાલ મુરી ફૂડની. આ આખો કોન્સેપ્ટ કોલકાતાથી ઇન્સ્પાયર્ડ છે કોલકાતાનું સ્ટ્રીટ સ્ટાઈલ ઝાલ મુરી એ કોલકાતાનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. જે પફ્ડ રાઇસ, ડુંગળી, ટામેટાં અને અન્ય ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સાથે કાચા સરસવનું તેલ તેને ખૂબ જ અનન્ય સ્વાદ આપે છે. ત્યારે આ પ્રકારનું ફૂડ હવે અમદાવાદમાં પ્રહલાદનગર રોડ પર એક બંગાળી મહિલા બનાવીને વેચી રહી છે.
બંગાળીમાં ઝાલનો અર્થ થાય છે મસાલેદાર અને પુરીનો અર્થ પફ્ડ રાઇસ થાય છે. ત્યારે આ ઝાલ મુરી મૂળભૂત રીતે મસાલાઓ સાથે સુગંધિત ચોખા છે. કાચા સરસવના તેલનો ઉમેરો તેને ખૂબ જ અનોખો સ્વાદ આપે છે. આ પ્રકારના ફૂડની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોલકાતાની શેરીમાં બિહારી સ્થળાંતરકારો દ્વારા સૈનિકોને વેચવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ઓરિજિનલ બંગાળી વાનગીઓ મળવી મુશ્કેલ છે
તુલી બેનર્જીએ જણાવ્યું હતું કે, ઘણાં સમયથી ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોવાથી અવનવા સંશોધન અને અવલોકન કર્યા બાદ મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદમાં દુર્ગા પૂજાના સમયગાળા દરમિયાન લોકો બંગાળી વાનગીઓ માણતા હોય છે. આ સાથે અમદાવાદમાં ઓરિજિનલ બંગાળી વાનગીઓ મળવી મુશ્કેલ હોય છે.
બીજી વાત એ છે કે હું પોતે બંગાળી હોવાને કારણે પરંપરાંગત બંગાળી વાનગીઓની ઓળખ ધરાવું છું. આથી લોકોની માંગને ધ્યાનમાં રાખીને અમે એક્ટિવીટી સેન્ટરની બહાર ખુલ્લી જગ્યામાં બંગાળી નાસ્તાઓની યાદીમાં સોંદેશ, રસગુલ્લા ચા, સિંગ્હારા (એક જાતના સમોસા), લુચી (નરમ પુરી), બંગાળ સ્પેશ્યિલ પુચકા, મુગલાઈ પરાઠા, વેજ ચોપ જેવા અનેક નાસ્તા મળે છે.
આ સાથે બંગાળી શાકાહારી નાસ્તા સાથે 40 જાતની બંગાળી મીઠાઈઓ અને કોમ્બો મીલ્સ પીરસતું કાફે પણ છે. તેની સાથે અમે ઝાલ મુરી લોન્ચ કર્યા છે. અમદાવાદમાં આ ઝાલ મુરી શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે મોટા ભાગે ગુજરાતી લોકો નાસ્તાના ભારે શોખીન છે અને દરેક ગુજરાતીને ચા સાથે નાસ્તા પ્રત્યેનો અલગ પ્રેમ છે. તેથી અમે ઝાલ મુરી વેચવાનું વિચાર્યું.
આમાં મમરા સાથે તમામ શેફ બંગાળથી લાવવામાં આવ્યા
તુલીચેન્ટ્સના ભાગીદાર અમજદ ખાન બિઝનેસની સાથે સમાજસેવા અને રાજનિતી સાથે જોડાયેલા છે. આ બિઝનેસ વિશે વિશેષ માહિતી આપતા તેઓ જણાવે છે કે, સંગીત અને નૃત્યનો શોખ જેમ શરીર અને આત્માને શુદ્ધ કરે છે. એમ અમારા કાફેમાં મળતી તમામ બંગાળી વાનગીઓ લોકોની કંઇક નવું અને શુધ્ધ બંગાળી ભોજન આરોગવાની ઇચ્છાને તૃપ્ત કરે છે. ઝાલ મુરીમાં તીખું, ખાટું, ગળપણ બેલેન્સ રાખવું એજ અમારી ખાસિયત છે. આ ઝાલ મુરી લોન્ચ કરવાથી લોકોને અમારી પ્રોડક્ટ તરફ આકર્ષણ વધ્યું છે. તેનો ટેસ્ટ કરવા લોકો દૂર દૂરથી આવે છે. મેં અહીંયા ઝાલ મુરીની મોજ પહેલીવાર માણી હતી. આ પહેલા મેં આવી કોઈ વાનગી ચાખી અને જોઈ પણ નથી.
મમરા પણ સ્પેશિયલ બંગાળથી લાવવામાં આવે
ખાસ વાત એ છે કે ઝાલ મુરીમાં મમરા પણ સ્પેશિયલ બંગાળથી લાવવામાં આવે છે. આ ફૂડની કિંમત માત્ર 40 રૂપિયા છે. આ સાથે તુલીચેન્ટ્સના તમામ શેફ બંગાળના હોવાના લીધે ઝાલ મુરીની બનાવટ એકદમ યોગ્ય છે. આ ચાટ ઓછી કેલરીવાળું અને હળવું ફૂડ છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે પણ લઈ શકો છો.
જો તમારે પણ આ ઝાલ મુરીનો ટેસ્ટ કરવો હોય તો ઝાલ મુરી, તુલી સ્વીટ એન્ડ સ્નેક્સ, સીમા હોલની પાછળ, આનંદનગર, પ્રહલાદનગર રોડ, અમદાવાદ ખાતે આવી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.