બંગાળનું ચૂરમુર હવે અમદાવાદવાદીઓનાં ડાઢે વળગ્યું છે. અમદાવાદમાં બંગાળનું સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ ચૂરમુર બનાવવામાં આવે છે. જેમાં બાફેલા બટાકા, કાળા ચણા અને અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે.
Parth Patel, Ahmedabad : દરેકની સ્વાદની ચોઇસ અલગ અલગ હોય છે. લોકોને કંઇકને કંઇક નવું જમવાની અવિરત ઇચ્છાના કારણે ભોજનની થાળીમાં આપણી સમક્ષ અવનવું આવતું જ રહે છે. ત્યારે અમદાવાદમાં મળતું બંગાળનું સ્ટ્રીટ ફૂડ જે બાફેલા બટાકા, કાળા ચણા અને અન્ય ઘટકોનો ઉપયોગ કરીને એક વાનગી બનાવવામાં આવે છે. જેણે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જી હા અમે વાત કરીએ છીએ ચૂરમુર ફૂડની.
આ આખો કોન્સેપ્ટ કોલકાતાથી ઇન્સ્પાયર્ડ છે
ચૂરમુરએ ચાટનો એક પ્રકાર છે. ચુરમુર શબ્દનો શાબ્દિક અર્થ થાય છે. સામાન્ય રીતે તમારા મોંની અંદર થતો કર્કશ અવાજ. આ સ્ટ્રીટ ફૂડનો ટેસ્ટ કરવા માટે લોકો તલપાપડ થતા હોય છે. ત્યારે આ પ્રકારનું ફૂડ હવે અમદાવાદમાં પ્રહલાદનગર રોડ પર એક બંગાળી મહિલા બનાવીને વેચી રહી છે. બંગાળનું ચૂરમુરએ ખૂબ જ લોકપ્રિય રોડ સાઈડ નાસ્તો છે. જેમાં ચાટ એ તાજા અથવા બાફેલા ફળો અને શાકભાજી મુખ્યત્વે બટાકા, રાંધેલા ચણા, કાળા ચણા, તાજા ધાણા, લીલા મરચાં, લાલ ડુંગળી અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત તેને ઠંડું દહીં સાથે પણ પીરસવામાં આવે છે.
અમદાવાદમાં ઓરિજિનલ બંગાળી વાનગીઓ મળવી મુશ્કેલ છે
તુલી બેનર્જીએ જણાવ્યું હતું કે, ઘણાં સમયથી ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોવાથી અવનવા સંશોધન અને અવલોકન કર્યા બાદ મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદમાં દુર્ગા પૂજાના સમયગાળા દરમિયાન લોકો બંગાળી વાનગીઓ માણતા હોય છે. આ સાથે અમદાવાદમાં ઓરિજિનલ બંગાળી વાનગીઓ મળવી મુશ્કેલ હોય છે. આ સાથે બંગાળી શાકાહારી નાસ્તા સાથે 40 જાતની બંગાળી મીઠાઈઓ અને કોમ્બો મીલ્સ પીરસતું કાફે પણ છે. તેની સાથે અમે ચૂરમુર લોન્ચ કર્યા છે. અમદાવાદમાં આ ચૂરમુર શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે મોટા ભાગે ગુજરાતી લોકો નાસ્તાના ભારે શોખીન છે અને દરેક ગુજરાતીને નાસ્તા પ્રત્યેનો અલગ પ્રેમ છે. તેથી અમે ચૂરમુર વેચવાનું વિચાર્યું.
લીલા મરચા તથા મમરા સાથે તમામ શેફ પણ બંગાળથી લાવવામાં આવ્યા
તુલીચેન્ટ્સના ભાગીદાર અમજદ ખાન બિઝનેસની સાથે સમાજસેવા અને રાજનિતી સાથે જોડાયેલા છે. આ બિઝનેસ વિશે જણાવ્યું હતું કે, સંગીત અને નૃત્યનો શોખ જેમ શરીર અને આત્માને શુદ્ધ કરે છે. એમ અમારા કાફેમાં મળતી તમામ બંગાળી વાનગીઓ લોકોની કંઇક નવું અને શુધ્ધ બંગાળી ભોજન આરોગવાની ઇચ્છાને તૃપ્ત કરે છે. ચૂરમુરમાં તીખું, ખાટું, ગળપણ બેલેન્સ રાખવું એજ અમારી ખાસિયત છે. આ ચૂરમુર લોન્ચ કરવાથી લોકોને અમારી પ્રોડક્ટ તરફ આકર્ષણ વધ્યું છે. તેનો ટેસ્ટ કરવા લોકો દૂર દૂરથી આવે છે. મેં અહીંયા ચૂરમુરની મોજ પહેલીવાર માણી હતી.
આ પહેલા મેં આવી કોઈ વાનગી ચાખી અને જોઈ પણ નથી. ખાસ વાત એ છે કે ચૂરમુરમાં લીલા મરચા તથા મમરા પણ સ્પેશિયલ બંગાળથી લાવવામાં આવે છે. આ ફૂડની કિંમત 50 રૂપિયા છે. આ સાથે તુલીચેન્ટ્સના તમામ શેફ બંગાળના હોવાના લીધે ચૂરમુરની બનાવટ એકદમ યોગ્ય છે. આ ચાટ ઓછી કેલરીવાળું અને હળવું ફૂડ છે. તેને નાસ્તા તરીકે પણ લઈ શકો છો.
જો તમારે પણ આ ચૂરમુરનો ટેસ્ટ કરવો હોય તો ચૂરમુર, તુલી સ્વીટ એન્ડ સ્નેક્સ, સીમા હોલની પાછળ, આનંદનગર, પ્રહલાદનગર રોડ, અમદાવાદ ખાતે આવી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.