અમદાવાદમાં બંગાળી ફૂડ મળી રહ્યાં છે. બંગાળીની સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ આલૂ કાબલીનાં લોકો દિવાના થયા છે. જેમાં બટાકા, મરચાં, ડુંગળી, ટામેટાં અને અન્ય ઘટકોનો ઉપયોગ કરીને એક વાનગી બનાવવામાં આવે છે.
Parth Patel, Ahmedabad:દરેકની સ્વાદની ચોઇસ અલગ અલગ હોય છે. આજના જમાનામાં લોકોને કંઇકને કંઇક નવું જમવાની અવિરત ઇચ્છાના કારણે ભોજનની થાળીમાં આપણી સમક્ષ અવનવું આવતું જ રહે છે. ત્યારે અમદાવાદમાં મળતું બંગાળનું સ્ટ્રીટ ફૂડ જે બટાકા, મરચાં, ડુંગળી, ટામેટાં અને અન્ય ઘટકોનો ઉપયોગ કરીને એક વાનગી બનાવવામાં આવે છે. જેણે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આ આખો કોન્સેપ્ટ કોલકાતાથી ઇન્સ્પાયર્ડ છે
કલકત્તામાં કદાચ એવી કોઈ શાળા નથી કે જેના દરવાજાની બહાર આલુ કાબલી વેચાતી ન હોય. બ્રેક સમયે અથવા શાળા છૂટ્યા પછી બાળકો તથા અન્ય લોકો આલુ કાબલીની રાહ જોતા હોય છે. ત્યારે આ પ્રકારનું ફૂડ હવે અમદાવાદમાં પ્રહલાદનગર રોડ પર એક બંગાળી મહિલા બનાવીને વેચી રહી છે.
આલૂ કાબલી બંગાળનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. જેને બાફેલા બટાકા, સમારેલી ડુંગળી, લીલા મરચાં, આલુ કાબલી મસાલા અને સંચળ, કોથમીર, આમલીનું પાણીને મિક્સ કરી તૈયાર કરવામાં આવે છે. જે એક ગરમ, મસાલેદાર અને તીખી સ્વાદિષ્ટ વાનગી છે. આ ઝડપી અને સ્ટ્રીટ ફૂડને કીટી પાર્ટી, બર્થડે તથા અન્ય નાના-મોટા પ્રસંગમાં નાસ્તા તરીકે લઈ શકો છો. આ વાનગી ટેસ્ટી અને હેલ્ધી બંને છે.
આ વાનગી બનાવવા માટે બાફેલા ચણા, બાફેલા બટેટા, કાકડી, આખા પીળા વટાણા, સમારેલી ડુંગળી વગેરે ઘટકો લઈ તેમાં લીંબુનો રસ, આમલીનો પલ્પ, ચાટ મસાલો, લીલા મરચાં તથા અન્ય મસાલો નાખી મિક્સ કરવામાં આવે છે. જેને તમે ઘરે પણ બનાવી શકો છો. તમે બંગાળી ભોજનના શોખીન છો અને કંઈક નવું ટ્રાય કરવા માંગો છો. તો આલુ કાબલી તમારા માટે યોગ્ય વિકલ્પ છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે.
અમદાવાદમાં ઓરિજિનલ બંગાળી વાનગીઓ મળવી મુશ્કેલ છે
તુલી બેનર્જીએ જણાવ્યું હતું કે, ઘણાં સમયથી ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોવાથી અવનવા સંશોધન અને અવલોકન કર્યા બાદ મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદમાં દુર્ગા પૂજાના સમયગાળા દરમિયાન લોકો બંગાળી વાનગીઓ માણતા હોય છે. આ સાથે અમદાવાદમાં ઓરિજિનલ બંગાળી વાનગીઓ મળવી મુશ્કેલ હોય છે.
આલૂ કાબલીમાં તીખું, ખાટું, ગળપણ બેલેન્સ રાખવું એજ અમારી ખાસિયત છે. આ આલૂ કાબલી લોન્ચ કરવાથી લોકોને અમારી પ્રોડક્ટ તરફ આકર્ષણ વધ્યું છે. તેનો ટેસ્ટ કરવા લોકો દૂર દૂરથી આવે છે. ખાસ વાત એ છે કે આલૂ કાબલીમાં લીલા મરચા તથા મમરા પણ સ્પેશિયલ બંગાળથી લાવવામાં આવે છે. આ ફૂડની કિંમત 50 રૂપિયા છે. આ સાથે તુલીચેન્ટ્સના તમામ શેફ બંગાળના હોવાના લીધે આલૂ કાબલીની બનાવટ એકદમ યોગ્ય છે. આ ચાટ ઓછી કેલરીવાળું અને હળવું ફૂડ છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે પણ લઈ શકો છો.
જો તમારે પણ આ આલૂ કાબલીનો ટેસ્ટ કરવો હોય તો આલૂ કાબલી, તુલી સ્વીટ એન્ડ સ્નેક્સ, સીમા હોલની પાછળ, આનંદનગર, પ્રહલાદનગર રોડ, અમદાવાદ ખાતે આવી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર