Home /News /ahmedabad /Gujarati Dog Garba Video: ગુજરાતી પરિવાર સાથે રહેતો ડોગ પણ ગુજરાતી બન્યો, ગરબે ઘૂમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Gujarati Dog Garba Video: ગુજરાતી પરિવાર સાથે રહેતો ડોગ પણ ગુજરાતી બન્યો, ગરબે ઘૂમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગુજરાતી પરિવાર સાથે રહેતા એક ડોગનો ગરબા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Gujarati Dog Garba Video: ઇન્સ્ટાગ્રામમાં thekattappa નામની આઇડીમાં શેર કરેલા એક વીડિયોને જોઈને તમે ચોંકી જશો. આ ગુજરાતી ડોગનું પોતાનું એક પર્સનલ એકાઉન્ટ છે. જેનું નામ કટપ્પા છે. તે પોતાની માલકણ સાથે ગરબા રમતો દેખાય છે આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.
અમદાવાદઃ પાલતુ જાનવરો જે પરિવાર સાથે રહેતા હોય તેવાં જ બની જતા હોય છે. તે પરિવારની દરેક હરકત પર નજર રાખતા હોય છે અને તે પ્રમાણે બહુ ઝડપથી શીખી જતા હોય છે. ગુજરાતી પરિવાર સાથે રહેતું કૂતરું પણ આવું જ કંઈક કરતું જોવા મળ્યું હતું. તે પણ ગુજરાતી પરિવાર સાથે રહીને ગુજરાતી બની ગયું હતું. તેનો ગુજ્જુભાઈવાળો અંદાજ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામમાં thekattappa નામની આઈડી પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ગોલ્ડન રિટ્રિવર ડોગ ગરબા કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ ગુજરાતી ડોગનું પોતાનું એક પર્સનલ એકાઉન્ટ છે, તેનું નામ કટપ્પા છે. તે પોતાની માલકણ સાથે ગુજરાતી અંદાજમાં ગરબા કરી રહેતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે.
ગુજરાતી રંગથી રંગાયેલો ડોગ ગરબા કરવા લાગ્યો
સોશિયલ મીડિયામાં શેર કરેલો ગોલ્ડન રિટ્રીવરનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક છોકરી સાથે તે ગરબા રમતો જોવા મળે છે. જેમ જેમ છોકરી ગરબા કરે છે તેમ તેમ ગોલ્ડન રિટ્રીવર પણ તેને ફોલો કરે છે. આમ, એકપછી એક ગીત પર ગરબા કરતો જોઈને લોકોને ખૂબ મજા આવી રહી છે. આ ગોલ્ડન રિટ્રીવર એક ગુજરાતી પરિવારનો સદસ્ય છે. નવરાત્રી નજીક આવતી હોય અને કોઈપણ ગુજરાતી પરિવાર ગરબા ના કરે તેવું કેવી રીતે બની શકે. તે જ રીતે, ગુજરાતી પરિવારમાં રહેતો આ ડોગ પણ ગુજરાતી પરિવાર સાથે ગરબામાં સામેલ થઈ ગયો છે.
ક્યારેય જોયો છે ડાન્સિંગ ‘કટપ્પા’?
ગોલ્ડન રિટ્રીવર ડોગને ગુજરાતી પરિવારે દત્તક લીધું છે. તેવામાં તે ગરબા કરે તે સ્વાભાવિક છે. વીડિયોની લીડ લાઇન પણ તે જ છે. વીડિયોમાં ડોગ છોકરી સાથે ગરબે ઘૂમતો જોવા મળી રહ્યો છે અને આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. આ ડોગનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ‘કટપ્પા’ નામથી છે. આ વીડિયોની પોસ્ટમાં લોકોએ ડોગના નામને લઈને પણ કોમેન્ટ કરી છે. આ બધી વાતોને ધ્યાને રાખીએ તો હોશિયાર અને સમજદાર પ્રાણી ગણાતા ડોગમાં વધુ એક કળા ઉમેરાઈ છે અને તે છે ‘ડાન્સિંગ’ની કળા. ત્યારે જ તો ડોગ ગુજરાતી પરિવાર સાથે ગરબે ઘૂમી રહ્યો છે. વીડિયોને 18 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યાં છે.