Home /News /ahmedabad /Ahmedabad: શું તમે ખિસ્સામાં રાખી શકાય એવો સ્ટવ જોયો છે? વીડિયોમાં જુઓ

Ahmedabad: શું તમે ખિસ્સામાં રાખી શકાય એવો સ્ટવ જોયો છે? વીડિયોમાં જુઓ

જ્વેલરી,

જ્વેલરી, શો પીસ સહિત વસ્તુઓ ડિસ્પ્લે કરવામાં આવી છે

Mobile stove: મોબાઈલ સ્ટવને ગમે તે જગ્યાએ સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય છે. સ્ટવ ફોલ્ડિંગવાળો છે, જ્યારે જરૂર હોય ત્યારે ખોલીને ઉપયોગ કરી શકાય છે. 15 મિનિટમાં જ 2 વ્યક્તિના દાળ-ભાત, ખીચડી બનાવી શકાય છે.

    Parth Patel, Ahmedabad: હસ્તકલાને પ્રમોટ કરી શકાય તે માટે વસ્ત્રાપુર ખાતે કચ્છી હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લામાંથી 125થી વધારે કલાકારોએ ભાગ લીધો છે. આ તમામ કલાકારો દ્વારા બનાવેલી વસ્તુઓ આ પ્રદર્શનમાં ડિસ્પ્લે કરી છે.

    પહેલા ઘર માટે બનાવ્યો હતો

    રોહિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પહેલા માળે મારો બેડરૂમ હતો. મારી નાની દીકરી જ્યારે દૂધ પીવું હોય ત્યારે રસોડામાંથી ગરમ કરીને લાવવું પડતું હતું. એટલા માટે મને વિચાર આવ્યો કે એક એવો સ્ટવ બનાવવો છે. જેને ગમે ત્યારે ગમે ત્યાં લઈ જઈ શકાય. એટલે મેં સ્ટવ બનાવ્યો હતો. મારા માટે સ્ટવ બનાવ્યો પછી મિત્રો અને ફેમિલી મેમ્બરોએ મને આ સ્ટવ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર પછી પણ મને અનેક લોકો ઓર્ડર આપીને આ પ્રકારનો સ્ટવ બનાવવા માટે ઓર્ડર આપતા હતા.

    મોબાઈલ સ્ટવની ખાસિયત

    6.3 ઈંચની સાઈઝ છે.

    200 ગ્રામ વજન છે. જે ડ્રાયફ્યુઅલથી ચાલે.

    તેને ફોલ્ડ કરવાથી મોબાઇલની સાઈઝનો થઈ જાય છે.

    કેરોસીન કે ગેસની જરૂર પડતી નથી.

    15 મિનિટમાં 2 વ્યક્તિના દાળ-ભાત, ખીચડી બનાવી શકાય છે

    માત્ર એક ટિકડીથી અડધો કલાક સુધી ચાલે છે અને ગમે તે જગ્યાએ સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય છે. સ્ટવ ફોલ્ડિંગવાળો છે જ્યારે જરૂર હોય ત્યારે ખોલીને ઉપયોગ કરી શકાય છે. ગાડીમાં પણ આ પ્રકારનો સ્ટવ રાખી શકાય છે. ટ્રેકિંગમાં અથવા તો ફરવા માટે જાય ત્યારે આ સ્ટવ સાથે રાખી શકાય છે. 15 મિનિટમાં જ 2 વ્યક્તિના દાળ-ભાત, ખીચડી બનાવી શકાય છે.

    આ પણ વાંચો: નવરાત્રિ પછી છિદ્રવાળા ગરબાનું તમે પણ આ રીતે કરી શકો છો સદ્દઉપયોગ

    જ્વેલરી, શો પીસ સહિત વસ્તુઓ ડિસ્પ્લે કરવામાં આવી છે

    આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે. આ પ્રદર્શનમાં લહેંગા, શો પીસ, ઘડિયાળ, જ્વેલરી, હાથ દ્વારા બનાવેલી વસ્તુ, કચ્છી એમ્બ્રોઈડરી, વાંસના રમકડા, પેચવર્ક, ઇમિટેશન, જ્વેલરી, લેધર વર્ક, અકીકમાંથી બનાવેલી વસ્તુઓ, માટીમાંથી બનાવેલા વાસણો અને ઘરેણાં ડિસપ્લે કરવામાં આવ્યા છે.

    આ હાટમાં સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓ તથા કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે. આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

    સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Art exhibitions

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन