Home /News /ahmedabad /ભાજપ શાસકો પર વિપક્ષ આકરા પાણીએ, આ કંપનીઓને બ્લેક લિસ્ટ કરવા કરવામાં આવી માંગ

ભાજપ શાસકો પર વિપક્ષ આકરા પાણીએ, આ કંપનીઓને બ્લેક લિસ્ટ કરવા કરવામાં આવી માંગ

હાટકેશ્વર બ્રિજ વિવાદ

Hatkeswar Bridge Controversy: બ્રિજની ડીઝાઇન કન્સલટન્ટ તથા બ્રિજ એક્ષપર્ટ કન્સલટન્ટ તરીકે મલ્ટી મીડીયા કન્સલટન્સીને બ્લેકલિસ્ટ કરવાના બદલે એએમસી દ્વારા શહેરમાં સૌથી મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ ખારીકટ કેનાલ અને આશ્રમ ડેવલપમેન્ટ ડિઝાઇન કન્સલટન્ટનો કોન્ટ્રાક્ટ અપાયો છે.

વધુ જુઓ ...
અમદાવાદ: મહંમદપુરા ફલાયઓવર અને હાટકેશ્વર ફલાયઓવર બ્રિજનો વિવાદ હજુ બંધ થવાનું નામ લેતો નથી. આ બન્ને બ્રિજની ડીઝાઇન કન્સલટન્ટ તથા બ્રિજ એક્ષપર્ટ કન્સલટન્ટ તરીકે મલ્ટી મીડીયા કન્સલટન્સીને બ્લેકલિસ્ટ કરવાના બદલે એએમસી દ્વારા શહેરમાં સૌથી મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ ખારીકટ કેનાલ અને આશ્રમ ડેવલપમેન્ટ ડિઝાઇન કન્સલટન્ટનો કોન્ટ્રાક્ટ અપાયો છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે ડિઝાઇન કન્સલટન્ટ તથા બ્રિજ એક્ષપર્ટ કન્સલટન્ટ તરીકે મલ્ટી મીડીયા કન્સલટન્સીને દુર કરી તાકીદે બ્લેકલીસ્ટ કરવા માંગ કરી છે.

શહેઝાદ ખાનને લગાવ્યો સરકાર પર આરોપ


એએમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ ઔડા દ્વારા મહંમદપુરા ફલાયઓવર બ્રિજ બનાવેલ તે બ્રિજ તુટી જવા પામેલ તે બ્રિજના પી.એમ.સી. તરીકે ઔડા દ્વારા મલ્ટી મીડીયા કન્સલટન્સી નામની કંપનીને કામ આપેલ હતું. તે કંપની દ્વારા પી.એમ.સી. તરીકે કરવાની થતી કામગીરી પ્રત્યે બેદરકાર રહી ગેરરીતી થવા બદલ મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે દુર કરેલ હતી. તેમ છતાં ત્યારબાદ જુલાઇ - 2022માં એએમસી દ્વારા મલ્ટી મીડીયા કન્સલટન્સીને બ્રીજ એક્ષપર્ટ કન્સલટન્સી તરીકે નિમણુંક આપેલ જે આશ્ચર્યજનક બાબત છે.

આ પણ વાંચો: મોરબીમાં શહીદ દિને 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ

વાહવાહી લૂંટવા તાકીદે કામો લાવી ખાતમુર્હતો


વધુમાં શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, એએમસીના ડ્રીમ પ્રોજેકટ તરીકે ગણાય છે તેવા ખારીકટ કેનાલ રિ ડેવલપ માટે આ કંપનીને જ કામ અપાયુ છે. ગત ચૂંટણી સમયે વાહવાહી લૂંટવા તાકીદે કામો લાવી ખાતમુર્હતો કરાયુ હતું. આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 1,200 કરોડોના માતબર ખર્ચે થનાર ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના કામમાં 1,200 કરોડના કુલ કામના 1.0 % મુજબ રૂ 1,200 કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આ કંપનીને આપવામાં આવેલ છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના કામમાં એએમસીનો હિસ્સો રૂ.235 કરોડ આવે છે, તે રૂ.235 કરોડના કામમાં કુલ કામના 0.9 % ના મુજબ રૂા. 2.12 કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે.

આ પણ વાંચો: 'હું થોડા દિવસમાં કહી દઇશ કિરણ પટેલ પાછળ કોનો હાથ છે': ફરિયાદી જગદીશ ચાવડા

ગાંધીજીના નામને પણ વટાવી ધનસંચય: વિપક્ષ


હવે પ્રશ્નએ ઉપસ્થિત થાય છે કે, જે કન્સલટન્ટ તરીકે વિવાદીત ભુતકાળ ધરાવતો હોય તેની કામગીરી સંતોષકારક ના હોય તેવા કન્સલટન્ટને વધુ કામ આપવા બાબતે કોનું હિત સચવાયેલ છે? તે તપાસ માંગી લે તેવી બાબત છે. સાથે સાથે સત્તાધારી ભાજપ ડ્રીમ પ્રોજેકટ તરીકે ગાણાં ગાય છે તે ગાંધી આશ્રમના ડેવલપમેન્ટના કામમાં ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપી ભાજપ દ્વારા ગાંધીજીના નામને પણ વટાવી ધનસંચય કર્યાની બુ આવી રહી છે.

બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ પક્ષની માંગણી


ખરેખર, તો વિવાદીત ભુતકાળ ધરાવતો હોય, કામગીરી પ્રત્યે બેદરકાર રહી ગેરરીતી કરેલ હોય તેવા કોન્ટ્રાકટર તથા કંપનીને તાકીદે બ્લેકલીસ્ટ કરવાની હોય તેની બદલે અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના શાસકો દ્વારા તેને નવાજીને વધુ કામો આપી શિરપાવ આપવામાં આવેલ છે. જેથી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ તથા ખારીકટ કેનાલનું બ્યુટીકીકેશન તથા બ્રિજના કામોમાં ગેરરીતી, ભષ્ટ્રાચાર તથા કામમાં હલકી ગુણવત્તા થવાની સંભાવનાઓ વધુ વકરતી જશે તેમાં કોઇ શકાંને સ્થાન નથી. જેથી ઉપરોક્ત કામોમાં ડીઝાઇન કન્સલટન્ટ તથા બ્રિજ એક્ષપર્ટ કન્સલટન્ટ તરીકે મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે દુર કરી વિવાદીત ભુતકાળ ધરાવતી મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, AMC latest news, AMC News