Home /News /ahmedabad /હાટકેશ્વર બ્રિજ મામલો: કોન્ટ્રાક્ટર અજય એન્જી.ઇન્ફા કંપની પર કોના ચાર હાથ? 7 નોટિસ આપી છતા કોઇ પગલા નહીં
હાટકેશ્વર બ્રિજ મામલો: કોન્ટ્રાક્ટર અજય એન્જી.ઇન્ફા કંપની પર કોના ચાર હાથ? 7 નોટિસ આપી છતા કોઇ પગલા નહીં
કોન્ટ્રાક્ટર અજય એન્જી.ઇન્ફા કંપની સામે કેમ પગલા લેવામાં આવતા નથી.
Hatkeswar Bridge Case: ન્યુઝ18 ગુજરાતી પાસે એએમસી દ્વારા આપેલી નોટિસ કોપી હાથમાં આવી હતી. કોન્ટ્રાક્ટર સાથે બ્રિજ પીએમસી એટલે બ્રિજ નિમાર્ણથી લઇ અંત સુધી બ્રિજ મોન્ટરિગ કરવાની જવાબદારી લેનાર કંપની એસ.જી.એસ ઇન્ફા.પ્રા.લી તો બ્રિજ યોગ્ય હોવાનું સર્ટિફિકેટ પણ આપી દીધુ હતું
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ મામલે ભ્રષ્ટચારા અને ગેરરીતિ મુદે એક પછી એક વધુ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. ન્યુઝ18 ગુજરાતી પાસે ફરી એકવાર ચોંકવાનરી માહિતી હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપની અજય એન્જી.ઇન્ફા.પ્રા.લીના સામે આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બ્રિજ કોન્ટ્રાક્ટર અજય કંપનીને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. બ્રિજમાં થયેલી ખામી અંગે સમયાંતરે એક બે વાર નહીં પરંતુ સાત વાર નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો હતો. પરંતુ બ્રિજ કોન્ટ્રાક્ટર અજય એન્જી.ઇન્ફા.પ્રા.લી કંપનીએ મહાનગર પાલિકાની નોટિસ મચક પણ આપી ન હતી.
શું કંપની પર કોઇ મોટા રાજકિય વગ ધરાવતા વ્યક્તિનો હાથ છે?
અમદાવાદ વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વ બ્રિજ હવે અમદાવાદ મહાનગર પાલિકા માટે એક વિવાદનો પુલ ઉભો કરી રહ્યો છે. છેલ્લા નવ મહિનાથી રાહદારીઓ માટે બ્રિજ બંધ કરાયો છે. છેલ્લા 12 મહિનામાં જ બ્રિજ પર સમયાંતરે એક બે નહીં પણ ચારથી પાંચ મોટા ગાબડાઓ પડ્યા હતા. તેમજ ઘટનાની ગંભીરતા જોઇને મહાનગર પાલિકાએ બ્રિજની ગુણવત્તા માટે તપાસ અર્થે અલગ-અલગ લેબમાં સેમ્પલ પણ મોકલ્યા હતા. જેમાં ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા હતા. બ્રિજમાં વપરાશ કોક્રિટની ગુણવતા હલકી કક્ષાની વપરાઇ હોવાનું બહાર આવ્યુ છે.
કંપની તરફથી કોઇ યોગ્ય જવાબ અપાયો નહીં
ગત 2022 વર્ષના સપ્ટેમ્બર મહિનામાં આખરે છઠ્ઠો ખાડો પડતા એએમસી દ્વારા બ્રિજ સેમ્પલ લેવાયા હતા. ત્યાર બાદ બ્રિજ કોન્ટ્રાક્ટરને સમયાંતરે બ્રિજમાં હલકી ગુણવતા વપરાશ મુદે સમયાંતરે સાત નોટિસ અપાઇ હતી. તેમજ રિમાઇન્ડ નોટિસ પણ આપી બ્રિજની ગુણવત્તા પર જવાબ માગ્યો હતો. તેમછતા બ્રિજ મુદે કંપની તરફથી કોઇ યોગ્ય જવાબ અપાયો નથી.
ન્યુઝ18 ગુજરાતી પાસે એએમસી દ્વારા આપેલી નોટિસ કોપી હાથમાં આવી હતી. કોન્ટ્રાક્ટર સાથે બ્રિજ પીએમસી એટલે બ્રિજ નિમાર્ણથી લઇ અંત સુધી બ્રિજ મોન્ટરિગ કરવાની જવાબદારી લેનાર કંપની એસ.જી.એસ ઇન્ફા.પ્રા.લી તો બ્રિજ યોગ્ય હોવાનું સર્ટિફિકેટ પણ આપી દીધુ હતું. જેના આધારે એએમસી દ્વારા કોન્ટ્રાક્ટરને બ્રિજના પુરા નાણા પણ ચુકવી દેવાયા હતા. ત્યારે બ્રિજમાં ઉભી થયેલી ગેરરીતિના પગલે એએમસી દ્વારા બ્રિજ કોન્ટ્રાક્ટર સહિત પીએમસી એટલે કે પ્રોજકેટ મેનેજમેન્ટ કન્સલસ્ટીંગ કરનાર એસ.જી.એસ. કંપનીને પણ નોટિસ આપી હતી. પરંતુ એસ.જી.એસ. કંપની દ્વારા પણ નોટિસનો કોઇ યોગ્ય જવાબ એએમસી અપાયો ન હતો. આથી આ જ ઘટના બ્રિજમાં ઉભી થયેલી ગેરરીતી વધુ મજબુત કરે છે.
નોંધનિય છે કે બ્રિજના નિર્માણ માટે 2015 કામ શરૂ કરાય હતું. તેમજ 2017 અંતરમાં બ્રિજ નિર્માણ કામ પૂર્ણ કરાયુ હતું. 2018માં એસ.જી.એસ કંપનીના ખરાઇ વાળા સર્ટિફિકેટના આધારે એ.એમ.સી દ્વારા બ્રિજ કોન્ટ્રાક્ટરને સંપૂર્ણ 35 કરોડનું પેમેન્ટ ચૂંકવી દેવાયુ હતું. હવે આખરે પાંચ વર્ષના નિર્માણ સમયમાં જ પાંચ થી છ ગાબડાઓ બ્રિજ પર પડતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. અને લેબ તપાસમાં બહાર આવ્યુ હતું કે બ્રિજમાં વપરાયલે કોક્રિટની ગણવતા ધારાધોરણો કરતા ઘણી ઓછી છે. જે બ્રિજ ઘણો જોખમ કારી સાબિર થયો છે. તેથી છેલ્લા 9 મહિનાથી બ્રિજ રાહદારીઓની અવર જવર બંધ રખાયો છે. અને બ્રિજના સમારકામ માટે અલગથી એએમસી દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી દેવાયો છે. આખરે આખો મામલો સીએમ કક્ષાએ પહોચ્યો છે. જોકે આ અંદે આખરી નિર્ણય આગામી એક સપ્તાહમાં આવી જશે.
પરંતુ આજે કોન્ટ્રાક્ટર અજય એન્જી.ઇન્ફા કંપની સામે કેમ પગલા લેવામાં આવતા નથી. તે એક સવાલ ઉભા થઇ રહ્યા છે. શું કોન્ટ્રાક્ટર પર ક્યા મોટા માથાના હાથ છે કે એએમસી કે રાજય સરકાર કાર્યવાહી કરવા હજુ પણ મન બનાવી શકી નથી.