Home /News /ahmedabad /હાટકેશ્વર બ્રિજ મુદે વિપક્ષનો મેયર ઓફિસ પર ઘેરાવ, આ મામલે કોંગ્રેસે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે

હાટકેશ્વર બ્રિજ મુદે વિપક્ષનો મેયર ઓફિસ પર ઘેરાવ, આ મામલે કોંગ્રેસે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે

હાટકેશ્વર બ્રિજ

Hatkeswar Bridge Ahmedabad: હાટકેશ્વર બ્રિજ હવે સત્તા પક્ષ અને એએસમી માટે વિવાદનું ઘર કરી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આજે પણ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર ઓફિસ બહાર ઘેરાવ કરવામાં આવ્યો હતો. પોસ્ટર બેનર સાથે કાળી પટ્ટી પહેલી કોંગ્રેસ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ હલ્લા બોલ કર્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ હવે સત્તા પક્ષ અને એએસમી માટે વિવાદનું ઘર કરી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આજે પણ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર ઓફિસ બહાર ઘેરાવ કરવામાં આવ્યો હતો. પોસ્ટર બેનર સાથે કાળી પટ્ટી પહેલી કોંગ્રેસ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ હલ્લા બોલ કર્યો હતો. એએસમી જવાબદાર કોન્ટ્રક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. જો એએસમી તંત્ર કોઇ કાર્યવાહી નહી કરે તો હાઇકોર્ટના દ્વારા ખખડાવાની તૈયારી પણ બતાવી હતી.

હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો બ્રિજ?


એએસમી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ જણાવ્યુ હતું કે, હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો બ્રિજ બન્યો છે. ભાજપ ફાયદો કરવા માટે હલકી ગુણવતા સાથે અજય એન્જી. ઇન્ફા. કંપનીએ કામ કર્યું છે. કન્સલટન્ટ કંપની રાજ્ય સરકાર બ્લેક લિસ્ટ કરાઇ હતી. તે કંપનીને ફાયદો કરવા માટે રોડ કમિટીએ કામ આપ્યું હતું. કોંગ્રેસ પક્ષની માંગ છે કે, કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ કરવા માંગ કરી હતી. તેમજ જવાબદાર અધિકારી પગલા લેવા તાકિદ કરી હતી.

આ પણ વાંચો: હાટકેશ્વર બ્રિજ મામલે કૌભાંડના એંધાણ, ભ્રષ્ટાચાર મુદ્દે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી

 વિપક્ષ આ મામલે કર્યા આક્ષેપો


મેયર કિરીટ પરમારે જણાવ્યુ હતું કે, વિપક્ષ તેમની ફોરમાલિટ મુજબ વિરોધ કરે છે. સત્તા પક્ષ કોઇ પણ વ્યક્તિ છોડવા માંગતું નથી. હજુ બ્રિજ મુદે એક રિપોર્ટ આવશે તેની રાહ જોઇ રહ્યા છીએ. ત્યાર બાદ વહિવટી અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુનેગારોને પકડવામાં રાજકોટ પોલીસ નાકામ, હવે આરોપીઓ પકડવા માટે કરી ઈનામની જાહેરાત

સમગ્ર મામલે ઉભા થતા પ્રશ્નો



  • વર્ષ 2010થી સીટી ઈજનેર તરીકે કાયમી અધિકારી નિવૃત્ત થયા બાદ આજદિન સુધી કેમ તે જગ્યા પર કાયમી નિમણુંક નથી કરાઈ

  • હાલમાં જે અધિકારી કોન્ટ્રાકટ બેઝ પર ઇન્ચાર્જ સીટી ઈજનેર તરીકે કામ કરી રહ્યા છે, તેઓનો મૂળ હોદ્દો એડિશનલ સીટી ઈજનેર તરીકેનો હતો

  • કોઈપણ ઇજનેરી પ્રોજેક્ટમાં ડે કમિશનર (ઈજનેર) મહત્વનો હોદ્દો હોવા છતાં અને amc શિડ્યુલમાં હોવા છતાં વર્ષોથી આ મહત્વની પોસ્ટ ખાલી

  • AMC સ્ટેન્ડિંગ કમિટીએ તંત્રનું પોતાનું ડિઝાઇન સેલ બનાવવા ઠરાવ કર્યો હોવા છતાં ડિઝાઇન સેલ બનાવવામાં આવ્યો નથી

  • AMCના તમામ પ્રોજેક્ટ માટે વિવિધ ખાનગી કન્સલ્ટન્ટ રોકીને ડિઝાઇન બનાવવા માટે કરોડો રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે

  • AMCનો પોતાનો ડિઝાઇન સેલ ન હોવાના કારણે amcની કોઈ જવાબદારી નક્કી નથી થતી

  • શું ડિઝાઇન સેલ ન બનાવી amc સાશકો અને અધિકારીઓ ખાનગી કન્સલ્ટન્ટ એજન્સીઓને ઈરાદાપૂર્વક ફાયદો કરાવી રહ્યા છે?

  • વર્તમાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલીય યોજનાઓનો amc અમલ કરી રહ્યા છે, કેમ સુરત કોર્પોરેશનના ડિઝાઇન સેલ માફક અહીંયા પોતાનું ડિઝાઇન સેલ નથી બનાવાઈ રહ્યું?

Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Bridge, High Court case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો