અમદાવાદઃમંદિરની અકળાયેલી હાથણીએ ગુસ્સામાં કર્મચારીને કચડ્યો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃમંદિરની અકળાયેલી હાથણીએ ગુસ્સામાં કર્મચારીને કચડ્યો
અમદાવાદઃઅમદાવાદનું સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરના હાથીખાનામાં માદા હાથીએ એક કર્મચારી પર પગ મુકી દેતા તેનું મોત નિપજયું છે.મંદિરના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે જેમાં હાથીના હુમલામાં કોઈનું મોત થયું છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃઅમદાવાદનું સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરના હાથીખાનામાં માદા હાથીએ એક કર્મચારી પર પગ મુકી દેતા તેનું મોત નિપજયું છે.મંદિરના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે જેમાં હાથીના હુમલામાં કોઈનું મોત થયું છે. અમદાવાદના જગન્નાથ મંદિર પાસે એક નહી પરંતુ દોઢ ડઝન જેટલા હાથી-હાથણીઓ છે.આ તમામને જગન્નાથ મંદિરની સામે આવેલા હાથીખાના ખાતે રાખવામાં આવે છે.ગત ગુરૂવારે બપોરે હાથીખાનમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં મંદિરના એક કર્મચારી મહેન્દ્ર પ્રસાદ પર કોઈ કારણસર ગિન્નાયેલી માદા હાથીએ પગ મુકી દેતા તેમનું સારવાર દરમિયાન ગંભીર ઈજાના કારણે મોત નિપજયું હતું.મહંત દિલીપદાસજીના જણાવ્યાનુસાર હાથણી ગરમી અને ભૂખથી અકળાઈ જતા ગુસ્સે ભરાઈ હતી.
First published: February 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर