Home /News /ahmedabad /અમરિષ ડેરનો રિબડિયા પર આરોપ, 'ભાઈને 40 કરોડની ઓફર મળી હતી'

અમરિષ ડેરનો રિબડિયા પર આરોપ, 'ભાઈને 40 કરોડની ઓફર મળી હતી'

કોંગ્રસના ધારાસભ્ય અમરિષ ડેરના ભાજપ પર આક્ષેપ

Controversy: હર્ષદ રિબડિયા ભાજપ જોડતા કોંગ્રસના ધારાસભ્ય અમરિષ ડેરે આપ્યું નિવદેન. જે પાર્ટીએ તેમને મોટા કર્યા છે, તેવી પાર્ટીને થોડીને જાય છે એટલે દુ:ખ થાય છે. તે હર્ષદ રિબડિયાએ કહ્યું કે ભાજપની સરકારે ખેડુતના હિતમાં ઘણા કામ કર્યા છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: હર્ષદ રિબડિયાના ભાજપ જોડાવવા પર કોંગ્રસ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય અમરિષ ડેરનું નિવદેન સામે આવ્યુ છે. અમરિષ ડેરે રિબડિયા પર આક્ષેપ કરતા કહ્યુ છે કે, 'જનતા માટે લડવાનો સમયે ત્યારે તેઓ પાછા પડી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીએ તેમને મોટુ પદ આપ્યું હતું, જે પાર્ટીએ તેમને મોટા કર્યા છે, તેવી પાર્ટીને છોડીને જાય છે, એટલે દુ:ખ થાય છે. તેમણે કહ્યું કે, વ્યથા અને વેદનાથી પાર્ટી ન છોડવી જોઈએ.' અમરિષ ડેરની કોંગ્રેસ છોડવા અટકળો વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે.

    નાની ઉંમરે પાર્ટીએ મને મોટુ આપ્યું: અમરિષ ડેર


    અમરિષ ડેરે કોંગ્રેસ પાર્ટીના વખાણ કરતા કહ્યુ કે, મારી નાની ઉંમરે પાર્ટીએ મને મોટુ આપ્યું છે. મે યુવા ભાજપ મોરચા તરીકે કામ કર્યું છે તે જગ જાહેર છે અને આજે જ્યા છું ત્યા સારી રીતે કામ કરુ છું. આ પાર્ટી સાથે રહીને જ કામ કરવાનો છું. અત્યારે ભાજપ પાસે પૈસા અને સત્તાનો પાવર છે એટલે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે ખુરસી સાફ કરી રહ્યા છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યુ કે, ભાજપ નેતાઓ અને કાર્યકર્તા ઉગળતો ચરુ છે.

    આ પણ વાંચો: સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડિયાની વિધિવત ભાજપમાં એન્ટ્રી

    હર્ષદ રિબડિયા પર અમરિષ ડેરના પ્રહાર


    અમરિષ ડેરે હર્ષદ રિબડિયા પર પ્રહાર કરતા કહ્યું કે, હર્ષદભાઈને 40 કરોડની ઓફર મળી હતી, અને આ માહિતી તેમણે ખુદ આપી હતી. પરંતુ હવે જ્યારે લોકોની સેવા કરવાના સમય આવ્યો છે, ત્યારે તેઓનું પાર્ટી છોડીને જવું એ સ્પષ્ટ કરે છે કે લોકોની સેવા કરવાનું ભૂલ્યા છે. રાજ્યસભામાં મને કોઈ ઓફર ન આવી હતી કદાચ હર્ષદભાઇ ઓફર મળી હશે એટલા માટે તેઓ ભાજપમાં જોડાયા છે. વ્યથા અને વેદનાથી પાર્ટી છોડવી એ સારી બાબત નથી. તેમણે પાર્ટી છોડી તો અમને અને ઘણા લોકોને દુઃખ થયું છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત

     ભાજપની સરકારે ખેડુતના હિતમાં ઘણા કામ કર્યા છે: હર્ષદ રિબડિયા


    પોતાનું નિવેદન આપતા હર્ષદ રિબડિયાએ કહ્યું કે, 'આ સરકારે હંમેશા ખેડુત માટે કામ કર્યું છે. સરકારે ખેડુતોની આટલી સેવા કરી છે. હુ સરકારના આ કાર્યથી હું પ્રભાવિત થયો છું. જે સરકાર ખેડુતો માટે કાર્ય કરે છે, તેવી પાર્ટી સાથે કામ કરવા માગુ છું. મારે કોઈ પાર્ટી સાથે કોઈ વિરોધ નથી, મે હંમેશા ખેડુતના હિતની જ વાત કરી છે. ભાજપની સરકારે ખેડુતના હિતના કામ સારી રીતે કર્યા છે, એટલે હું ભાજપમા જોડાઈ રહ્યો છું. મારા પછી પણ ઘણા નેતાઓ છે જે ટૂંક સમયમાં ભાજપમાં જોડાવાના છે.'
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Amrish der, Gujarat BJP, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ

    विज्ञापन
    विज्ञापन