અમદાવાદઃ ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક પક્ષોના દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટીને (Political Parties leader) જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દીક પટેલે પણ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાના સંકેતો આપ્યા હતા. કોંગ્રેસ લીડર (Congress leader) અને પાટીદાર નેતા એવા હાર્દિક પટેલને (Hardik patel) સુપ્રીમ કોર્ટ તરફથી (Supreme court) રાહત મળી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે વાત વાતમાં વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. તેણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને ચોક્કસ ભરોષો છે, હવે વિધાનસભા જઈ જે કરવાનું હશે તે કરીશું
વધુમાં હાર્દિક પટેલે તમામ લોકોનો આભાર માર્યો હતો જે લોકોએ આંદોલન સમયે સાથ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આંદોલન સમયે કરેલા કામ આજે લોકોના કામ આવ્યા છે. હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાના સંકેત પણ આપ્યા હતા. હાર્દિક પટેલે નરેશ પટેલ ઉપર પણ નિવેદન આપતા કહ્યું હતું કે, ગણા લોકો નરેશભાઈને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નરેશભાઈ વિશાળ વ્યક્તિત્વવાળા વ્યક્તિ છે. કોંગ્રેસમાં નરેશભાઈ કોઈ માંગ કરી નથી. કોંગ્રેસ પક્ષે નરેશભાઈ પટેલને વિશેષ કેમ કુલ્લી બોલવતી નથી પરંતુ પક્ષે કોઈ જાહેરાત કરવી જોઈએ. નરેશભાઈ પટેલને ચોક્કસ પણે રાજકારણમમાં આવવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરીને સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેને ચૂંટણી લડતા અટકાવવો એ અધિકારોનું ઉલ્લંઘન છે. પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે.
હાર્દિક પટેલના વકીલે કહ્યું કે તે ગંભીર હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.
" isDesktop="true" id="1198736" >
તમને જણાવી દઈએ કે 29 માર્ચ 2019ના રોજ હાર્દિક પટેલને વર્ષ 2015માં થયેલા રમખાણોના મામલામાં ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. હાઈકોર્ટે 2015ના મહેસાણા રમખાણ કેસમાં હાર્દિક પટેલની સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. વર્ષ 2018માં નીચલી અદાલતે પાટીદાર નેતા હાર્દિક પટેલને રમખાણો ભડકાવવા બદલ દોષિત ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.