પારણાં કર્યા બાદ હાર્દિકે કહ્યું- 'ઘોડો છું, થાકીશ નહીં'

"હું કણબીનો દીકરો છું, ખેતરમાંથી ધન અને ધાન્ય પેદા કરનારા છીએ. જીભ કળવી છે, હાથમાં કુહાડી રાખીએ છીએ એટલે મોઢામાંથી ક્યારેય સુગંધી વાતો ન આવે."

News18 Gujarati
Updated: September 12, 2018, 3:55 PM IST
પારણાં કર્યા બાદ હાર્દિકે કહ્યું- 'ઘોડો છું, થાકીશ નહીં'
હાર્દિક પટેલ
News18 Gujarati
Updated: September 12, 2018, 3:55 PM IST
અમદાવાદઃ 19 દિવસના ઉપવાસ પછી હાર્દિકે પારણા કરી લીધા છે. પારણા કર્યા બાદ મીડિયાને સંબોધતા હાર્દિકે કહ્યું કે અનામત માટેની તેની લડાઈ ચાલું જ રહેશે. આ પ્રસંગે હાર્દિકે સમાજના તમામ અગ્રણીઓનો આભાર પણ માન્યો હતો.

'આજે આપણે સમાજમાં નાના-મોટાની ખાઈ પુરવાનું કામ કર્યું'

"ઉપવાસ માટે બે મહિના પહેલા મંજુરી માંગી હતી તો પણ મંજુરી ન મળી. સમાજના વડીલોને તેના યુવાઓની ચિંતા થતી હોય છે. 18 દિવસ પછી સમાજના અગ્રણીઓની વિનંતીને માન આપીને પારણાં કર્યા છે. હું તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું. સમાજની અંદર નાના-મોટાની જે ખાઈ ઉભી થઈ હતી એ પુરી કરવાનું કામ આજે આપણે બધાએ કર્યું છે."

'તમારાથી થઈ શકે એ કામ અમારા માટે કરજો'

"ઉપવાસ આંદોલન દરમિયાન ઘણા લોકોએ ક્રાંતિકારી તો અમુક લોકોએ અંગ્રેજોની ભૂમિકા નિભાવી હતી. અમારી લડાઈ આલિશાન મકાન કે બંગલામાં રહેતા લોકો માટે નથી. અમારી લડાઈ પાંચ વિઘા જમીન પર ગુજરાન ચલાવતા લોકો માટે છે. સુરત, રાજકોટ અને અમદાવાદમાં 10 હજાર રુપિયે મજૂરી કરીને પોતાના દીકરાને માર્કેસ હોવા છતાંય એડમિશન નથી મળતું એ લોકો માટે અમે લડીએ છીએ. આ લડાઈમાં સમાજના વડીલો અમને સાથે અને સહયોગ આપે એવી નમ્ર વિનંતી છે."

'મૂંગા રહેવા કરતા દેશદ્રોહી થવું શારું'
"અમે સમાજના વડીલોના વિરોધી નથી. એમણે અમને માન, સન્માન અને સંસ્કાર આપ્યા છે. પરંતુ ઈજ્જતથી માન અને સન્માનથી જ જિંદગી જીવી શકાતી નથી. અધિકાર વગર જીવન જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો લોકો કહેશે દેશદ્રોહી છે, ચૂપ રહેશો તો કહેશે કે આ તો મૂંગો છે. મને એવું લાગે છે કે મૂંગા રહેવા કરતા દેશદ્રોહી થવું વધારે સારું છે."

'કણબીનો દીકરો છું એટલે મોઢામાંથી સુગંધી વાતો ન નીકળે'

"સમાજના વડીલો સરકાર સાથે ચર્ચા કરશે તો ગમશે, બાકી હું ઘોડો છું, થાકું એમ નથી. હું કણબીનો દીકરો છું, ખેતરમાંથી ધન અને ધાન્ય પેદા કરનારા છીએ. જીભ કળવી છે, હાથમાં કુહાડી રાખીએ છીએ એટલે મોઢામાંથી ક્યારેય સુગંધી વાતો ન આવે. હું સમાજની છ સંસ્થાઓ કે અગ્રણીઓથી ક્યારેય નારાજ નથી. મારી વાત રજુ કરવાની રીત અલગ હોઈ શકે છે."

ડીસીપી રાઠોડે કહ્યું, ભાજપ મારો બાપ છે'

"ગુજરાતમાં આપણી વસ્તી 1.5 કરોડ હોવા છતાં આપણો સમાજ ઘણો લાચાર છે. ગઈકાલે અમે ડીસીપી જયપાલસિંહ રાઠોડને કહ્યું કે આવતીકાલે અમે પારણા કરીશું તો લોકોને મારા ઘરે પ્રવેશ કરવા દેવો. મંગળવારે રમેશભાઈ ગયાં ત્યારે ડીસીપીએ અમને કહ્યું કે રમેશભાઈ મારો બાપ નથી, મારો બાપ ભાજપવાળો છે, એ કહે એમ મારે કરવું પડે. તમે જો આવું ચલાવી લેશો તો અમારી અને તમારી વચ્ચે ખાઈ રહેવાની જ."
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...