Home /News /ahmedabad /Hardik Patel : 'કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ યુવાનોનો રસ્તો રોક્યો', હાર્દિક પટેલે કહ્યું- 'આશા છે કે રાહુલ ગાંધી મદદ કરશે'
Hardik Patel : 'કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ યુવાનોનો રસ્તો રોક્યો', હાર્દિક પટેલે કહ્યું- 'આશા છે કે રાહુલ ગાંધી મદદ કરશે'
ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ
Gujarat Congress : હાર્દિક પટેલે (Hardik Patel) કહ્યું કે તેઓ ઈચ્છે છે કે પાર્ટી તેમની ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટ કરે, ઘણા રાજ્યોમાં એવી સ્થિતિ છે કે, જ્યાં ટોચ પરના વરિષ્ઠ નેતાઓ કામ કરી શકતા નથી અને કામ કરવા ઇચ્છુક યુવા નેતાઓને તક મળી રહી નથી.
નવી દિલ્હી: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (Hardik Patel) છેલ્લા કેટલાક દિવસોમાં સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી અને તેમની વચ્ચે બધુ બરાબર નથી. જો કે દરેક વખતે તેમણે ભાજપ (BJP Join) માં જોડાવાની અટકળોને ફગાવી દીધી છે. શુક્રવારે સીએનએન-ન્યૂઝ 18 (CNN-NEWS 18) સાથે વાત કરતા હાર્દિકે કહ્યું હતું કે, તે કેટલીક પૂર્વ નિર્ધારિત જવાબદારીઓ પૂરી કર્યા બાદ ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં જઈ રહ્યો છે.
હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથેના સંબંધોના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત (Rahul Gandhi Gujarat Visit) દરમિયાન તેમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હતું તેથી અમે મળી શક્યા નહીં, પરંતુ તેમને આશા છે કે, ચિંતન શિબિર થતાંની સાથે જ તેઓ તેમની સાથે ચૂંટણી રાજ્યના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
#CongressParty | Congress Chintan Shivir: Party promises ‘big changes.’
Hardik Patel, Congress President- Gujarat (@HardikPatel_) shares his views in an exclusive interview with CNN News18.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ કોંગ્રેસ પાસેથી શું ઈચ્છે છે, તો હાર્દિક પટેલે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે પાર્ટી તેમની ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટ કરે. તેમણે એમ પણ કહ્યું કે, તેમને મુખ્યમંત્રી પદ મળવાનું નથી. દેશના ઘણા ભાગોમાં કોંગ્રેસના એકમોમાં ચાલી રહેલા વિવાદ પર બોલતા, હાર્દિકે કહ્યું, "ઘણા રાજ્યોમાં એવી સ્થિતિ છે કે, જ્યાં ટોચ પરના વરિષ્ઠ નેતાઓ કામ કરી શકતા નથી અને કામ કરવા ઇચ્છુક યુવા નેતાઓને તક મળી રહી નથી. "
#Exclusive#CongressParty | Is the internal conflict between Congress Party members the reason for the party's failure?
Hardik Patel, Congress President- Gujarat (@HardikPatel_) shares his views in an exclusive interview with CNN News18.
તેમણે કહ્યું કે, પાર્ટીમાં જૂથબંધી રોકવાની જરૂર છે અને ગુજરાત જેવા રાજ્યોમાં યુવા અને વૃદ્ધ નેતાઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે જેથી કોંગ્રેસ પોતાને મજબૂત કરી શકે.
તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે તેમની ચિંતાઓ શેર કરી છે, તેમણે કહ્યું, “મેં ક્યારેય સોનિયા ગાંધીજી (Sonia Gandhi) સાથે વાત કરવા માટે સમય માંગ્યો નથી. અમે રાહુલ જી અને પ્રિયંકાજીને દરેક વાત વિશે જણાવીએ છીએ અને અમને આશા છે કે તેઓ અમારી સુરક્ષા કરશે અને અમારી મદદ કરશે.