'જીવીશું તો લડીશું...લડીશું તો જીવીશું,' સરકાર સામે નથી ઝૂક્યોઃ હાર્દિક

છેલ્લા ઘણા દિવસથી જે પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે બીજી પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હાર્દિકે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

News18 Gujarati
Updated: September 13, 2018, 8:48 AM IST
'જીવીશું તો લડીશું...લડીશું તો જીવીશું,' સરકાર સામે નથી ઝૂક્યોઃ હાર્દિક
છેલ્લા ઘણા દિવસથી જે પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે બીજી પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હાર્દિકે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
News18 Gujarati
Updated: September 13, 2018, 8:48 AM IST
પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે બીજી પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હાર્દિકે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે જણાવ્યું કે મેં સમાજના આગેવાનોના હાથે પારણાં કર્યા છે, હું સમાજ સામે ઝૂક્યો છું, સરકાર સામે નહીં, વધુમાં હાર્દિકે 19 દિવસના ઉપવાસ આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓનો ચિતાર આપ્યો હતો. જેમાં સરકારથી લઇને સમાજના સમર્થનની વાત કરી હતી.

પત્રકાર પરિષદમાં હાર્દિકે જણાવ્યું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે, હવે ખેડૂતો લોકક્રાંતિના નારા સાથે બહાર નીકળે. મારા ઘર બહાર વાઘા બોર્ડર જેવો માહોલ હતો. ભાજપે એકપણ વચન પુરૂ નથી કર્યું, ભાજપને માત્ર સત્તા જોઈએ છે, આ આંદોલન ગરીબ પાટીદારો માટેની લડાઈ છે. હાર્દિકે જણાવ્યું કે ઉપવાસ દરમિયાન 3489 ગામડાઓમાં રામધૂન કરાઈ હતી.

હાર્દિકે વધુમાં જણાવ્યું કે મને ફસાવવાનું કાવતરું રચાયું છે, હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી લેવા સોદેબાજી પણ કરાઇ છે. તો પોલીસ સાથે ઘર્ષણ મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે બંધારણનો દૂરઉપયોગ કરાયો છે. સરકાર લોકોની લાગણીઓ સાથે રમત રમી રહી છે, ભાજપની તાનાશાહ સરકારને શરમ આવવી જોઇએ. સરકાર પોતાની જવાબદારીમાંછી છટકવાનો પ્રયાસ કરી રહી છે. 19 દિવસમાં સરકારે સાબિત કર્યું કે તેઓને યુવાનના મોતથી ફરક પડતો નથી. સરકારે ખેડૂતોના દેવા માફીની ચિંતા નથી. અંતમાં હાર્દિકે કહ્યું કે જીવીશું તો લડીશું..લડીશું તો જીવીશું.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...