Home /News /ahmedabad /

Hardik Patel Resigns: હાર્દિક પટેલનું કૉંગ્રેસ સાથે 'બ્રેકઅપ,' રાજીનામાં અંગે નીતિન પટેલે આપી પ્રતિક્રિયા

Hardik Patel Resigns: હાર્દિક પટેલનું કૉંગ્રેસ સાથે 'બ્રેકઅપ,' રાજીનામાં અંગે નીતિન પટેલે આપી પ્રતિક્રિયા

Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા પર નીતિન પટેલની પ્રતિક્રિયા

Hardik Patel Resigns From congress: કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel)એ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે જ કૉંગ્રેસ પાર્ટીને પણ હાર્દિક આવજો કહી દીધું છે.  Hardik Patel Resigns From congress: ગુજરાતનું રાજકારણ (Gujarat Politics) જે દિવસની રાહ જોઈ રહ્યુ હતું એ દિવસ આવી ગયો. કૉંગ્રેસથી (Gujarat congress) ખફા થયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે (Hardik Patel) પાર્ટીને આડે હાથે લેતા એક વિસ્ફોટક પત્ર લખી રાજીનામું આપ્યું. હાર્દિક પટેલે કૉંગ્રેસ પાર્ટીમાં (Gujarat Congress) પોતાના પદ અને પાર્ટીના સદસ્ય તરીકે પણ રાજીનામું ધરી દીધું. ગુજરાત કૉંગ્રેસના નેતાઓના કથિત સેટિંગ અને કૉંગ્રેસમાં નેતૃત્વનો અભાવ અને અણદેખી સહિતના હજારો કારણો મૂકી હાર્દિક કૉંગ્રેસનું બ્રેકઅપ થઈ ગયું છે. હાર્દિકના રાજીનામાં બાદ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પૂર્વ નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે.

  નીતિન પટેલે કહ્યું, 'કૉંગ્રેસમાં જોડાયા એ એમનો અંગત નિર્ણય હતો. કૉંગ્રેસમાં ન ફાવ્યું અને રાજીનામું આપી દીધું એ પણ એમનો અંગત નિર્ણ છે. એટલે અત્યારે આપણે જે કઈ પણ જોઈએ છીએ એ હાર્દિક પટેલનો અંગત નિર્ણય છે.'

  Hardik Patel Resigns: 'પાટીદાર આંદોલન વખતે જાહેર કરેલું રાજકીય પક્ષમાં નહીં જોડાઉ'

  નીતિન પટેલે ઉમેર્યુ કે, 'હાર્દિક ભાઈએ પાટીદાર આંદોલન વખતે જાહેર કર્યુ હતું કે હું કોઈ પક્ષમાં નહીં જોડાઉ, છતાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા. એ પણ એમનો અંગત નિર્ણય હતો. આજે છોડી રહ્યા છે એ પણ એમનો અંગત નિર્ણય છે.

  આ પણ વાંચો : હાર્દિક પટેલનો સ્ફોટક પત્ર: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાતીઓ પ્રત્યે નફરત,' જાણો રાજીનામાના પત્રમાં શું લખ્યું?  Hardik Patel Resigns: શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે?

  નીતિન પટેલને ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલ કર્યો કે શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે, શું હાર્દિક કેસરિયા કરશે? આ અંગે નીતિન પટેલે જણાવ્યું કે જુઓ હાલ તો આ અંગે મીડિયામાં અહેવાલો ચાલી રહ્યા છે તે તથ્ય વગરના છે. જોકે, કોઈ પણ વ્યક્તિના પક્ષમાં પ્રવેશનો નિર્ણય તો ટોચનું નેતૃત્વ જ કરતું હોય છે. આ અંગે હાલ કઈ પણ અટકળો કરવી યોગ્ય નથી.

  આ પણ વાંચો :  હાર્દિક પટેલનો સ્ફોટક પત્ર: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાતીઓ પ્રત્યે નફરત,' જાણો રાજીનામાના પત્રમાં શું લખ્યું?

  Hardik Patel Resigns: શું ભાજપ આંદોલન ભૂલીને હાર્દિક સ્વાગત કરશે?

  હાર્દિક પટેલના રાજીનામા બાદ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલનું અનામત આંદોલન ભૂલી અને તેનું પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરશે? હાર્દિકના આંદોલનના કારણે વર્ષ 2015-20217 સુધી ભાજપ પારવાર નુકસાન ભોગવ્યું હતું. આનંદી બેન પટેલની સરકાર પણ બદલી પડી હતી. આમ આ રાજકીય ગતીવિધીઓ રસપ્રદ બની રહેશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: ગુજરાત કૉંગ્રેસ, ગુજરાતી સમાચાર, હાર્દિક પટેલ

  આગામી સમાચાર