Home /News /ahmedabad /

Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા અંગે પ્રતિક્રિયા, 'હાર્દિક તેમને સોંપાયેલી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા'

Hardik Patel Resigns: હાર્દિક પટેલના રાજીનામા અંગે પ્રતિક્રિયા, 'હાર્દિક તેમને સોંપાયેલી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા'

હાર્દિક પટેલ

Gujarat Latest News: વરૂણ પટેલે આ અંગે જણાવ્યુ છે કે, 'ગુજરાત ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો, ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી'

  Gujarat Politics: અમદાવાદ: ગુજરાતની આગામી ચૂંટણી પહેલા રાજકારણમાં (Gujarat Politics) ભારે ઉથલપાથલ થઇ રહી છે. ત્યારે કોંગ્રેસથી (Congress) છેલ્લા ઘણાં સમયથી નારાજ દેખાઇ રહેલા હાર્દિક પટેલે આખરે રાજીનામું (Hardik Patel resign from Congress) આપી દીધું છે. આ સાથે હાર્દિક પટેલે કોંગ્રેસ હાઇકમાન્ડ સોનિયા ગાંધીને (Sonia Gandhi) એક પત્ર પણ લખ્યો છે. 'આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.' આ સાથે પત્રમાં કોંગ્રેસ પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. જે બાદ કોંગ્રેસ અને ભાજપના મોટા નેતાઓની પ્રતિક્રિયા (reaction for Hardik Patel resign) સામે આવી રહી છે.

  'ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી'

  હાર્દિક પટેલના પહેલાના સાથી વરૂણ પટેલે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ગુજરાત ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો, ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!

  વરુણ પટેલની ટ્વિટ


  આ પણ વાંચો: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતી પ્રત્યે નફરત,' કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલનું રાજીનામું

  'હાર્દિકને અપાયેલી જવાબદારીમાં તે નિષ્ફળ રહ્યા છે'

  આ અંગે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, ગુજરાત કોંગ્રેસમાં જે નેતાઓ છે તે પક્ષ પ્રત્યે ઇમાનદાર છે. જે જઇ રહ્યા છે તે અંગે અમને દુખ છે. જ્યારે પણ હાર્દિક પટેલ સાથે વાત થાય ત્યારે હાર્દિક પટેલ પાસે પત્રમાં કોંગ્રેસ પર કરેલા આક્ષેપોના પુરાવા અને નામ માંગજો. આ રીતે હવામાં ગોળીબાર કરીને કોઇપણ વ્યક્તિ આક્ષેપો કરી શકે. જો હાર્દિક પટેલને આ અંગે કોઇ ફરિયાદ હતી તો તેમણે પક્ષના ફોરમમાં કેમ આ અંગેની ફરિયાદ ન કરી.  આ સાથે તેમણે જણાવ્યુ કે, હાર્દિક પટેલને ચૂંટણીમાં રાજકોટમાં જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તેઓ એકપણ સીટ જીતી નથી શક્યા. હાર્દિક પટેલને જવાબદારી આપી હતી પરંતુ તે નિભાવવામાં નિષ્ફળ ગયા હતા.  'કોંગ્રેસે હાર્દિકને ઘણું આપ્યું છે'

  ધોરાજી કોંગ્રેસના એમએલએ, લલિત વસોયાએ આ અંગે જણાવ્યુ કે, હાર્દિક પટેલ લોકો સામે કોંગ્રેસથી નારાજ હોવાની વાત કરતા હતા. લોકશાહીમાં લોકો પોતાનો નિર્ણય જાતે કરી શકે છે. એટલે હાર્દિક પટેલે વિચારીને નિર્ણય લીધો હશે એવું હું માનું છુ. કોંગ્રેસે હાર્દિક પટેલને ઘણું બધું આપ્યું છે. છતાંપણ હાર્દિક પટેલ નારાજગી વ્યક્ત કરે તે આશચર્યની વાત છે.  પાસ આગેવાન, અલ્પેશ કથરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેમાં મારું માનવું છે કે, કોંગ્રેસ પક્ષ અને હાર્દિક પટેલ વચ્ચે સંકલનમાં ઘણી ખામીઓ સર્જાઇ છે. ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Politics, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર