Home /News /ahmedabad /Hardik Patel: રાહુલજી ગુજરાત આવે તો નેતાઓને ચિંતા હોય કે કઇ ચિકન સેન્ડવીચ આપવી, અહીંની સમસ્યાઓની વાત ન કરે: હાર્દિક પટેલ
Hardik Patel: રાહુલજી ગુજરાત આવે તો નેતાઓને ચિંતા હોય કે કઇ ચિકન સેન્ડવીચ આપવી, અહીંની સમસ્યાઓની વાત ન કરે: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર ઘણાં પ્રહાર કર્યા છે
Hardik Patel Press Conference : '2015માં ખૂબ ઇમાનદારીથી ખૂબ નિષ્ઠાથી લોકો માટે આંદોલન કર્યુ હતુ. ત્યારે લોકો માટે અને સરકારની સામે અસંખ્ય યુવાનો માટે કામ કર્યુ છે.'
અમદાવાદ : કોંગ્રેસમાંથી રાજીનામું (Hardik Patel press conference after resign) આપ્યા બાદ હાર્દિક પટેલ (Hardik Patel) આજે અમદાવાદમાં (Ahmedabad) પ્રેસ કોન્ફરન્સ કરી છે. હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસને આખરે અલવિદા કહી દીધું છે. રાજીનામા બાદની આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે. ચર્ચાઓ તો જોરશોરથી ચાલી રહી હતી કે, હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ કે આપનો ઝાડુ પકડી શકે છે. પરંતુ હાર્દિકે આ અંગે કોઇ વાત કરી નથી.
'ખૂબ ઇમાનદારીથી ખૂબ નિષ્ઠાથી લોકો માટે આંદોલન કર્યુ હતુ'
સંબોધનની શરૂઆત કરતા હાર્દિક પટેલે જણાવ્યું કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પહેલીવાર મીડિયા સામે આવ્યો છું. 2015માં ખૂબ ઇમાનદારીથી ખૂબ નિષ્ઠાથી લોકો માટે આંદોલન કર્યુ હતુ. ત્યારે લોકો માટે અને સરકારની સામે અસંખ્ય યુવાનો માટે કામ કર્યુ છે.
હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી પર કર્યા આકરા આક્ષેપ
કોંગ્રેસમાં જોડાયો ત્યારે મને હતુ કે, જે સપના સાથે હું આવ્યો છું તે લોકની વાત સારી રીતે કરી શકીશ. 2017 અને 2015માં મારા જેવા અનેક યુવાઓએ સાથે મળીને વિપક્ષ હોય તો કાંઇ થઇ શકે તેવા વિશ્વાસ સાથે અમે કોંગ્રેસ માટે કામ કર્યુ હતુ.
હાર્દિકે વધુમાં જણાવ્યુ કે, ' યુથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ ઉઘરાવે છે. મેં રાજીનામું આપ્યું છે, લીધું નથી. દુ:ખ સાથે નહી હિંમ્મત સાથે નિર્ણય કર્યો છે. કોંગ્રેસ ગુજરાતનું સારુ નથી ઈચ્છતી"
જ્યારે મેં પહેલો આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ મને કામ નથી આપતી ત્યારથી લઇને ગઇકાલ સુધી, નેતાઓ નહતા ઇચ્છતા કે, હું અહીં રહુ. કારણ કે ખબર હતી કે, જમીન ખાઇ જશે. અમે મહેનત કરીને કામ કરીએ છીએ એસીમાં નથી બેસતા. ગુજરાતના પાટીદાર સમાજને ન્યાય અપાવ્યો છે.
હાર્દિકે વધુમાં જણાવ્યુ કે, 'મેં કોંગ્રેસમાં રહીને ત્રણ વર્ષ બગાડ્યા છે. મારે એ લોકો પાસે માફી માંગવી છે જેમની પાસે જઇને મેં કહ્યું હતુ કે, કોંગ્રેસને વોટ આપો. હું જ્યારે કોંગ્રેસમાં જોડાવવાનો હતો ત્યારે મને ઘણા લોકોએ કહ્યુ હતુ કે ન જોડાઇશ, મારે તેમની પાસે પણ માફી માંગવી છે'
હાર્દિક પટેલે રાજીનામું આપતાની સાથે સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યાં છે. હાર્દિક પટેલે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત છે. સાથે જ હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને પણ આડેહાથ લીધા છે. હાર્દિકે પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે, ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પતાના સ્વાર્થ માટે વેચાયા છે. એક પ્રસંગે હાર્દિકે એવું પણ લખ્યું છે કે, પ્રદેશ નેતાઓને લોકોના પ્રશ્નો કે ગુજરાતની કોઈ ચિંતા નથી પરંતુ દિલ્હીથી આવતા લોકને ચિકન સેન્ડવિચ મળી કે નહીં તે જોવામાં તેઓ વ્યસ્ત રહે છે.