Home /News /ahmedabad /Hardik Patel Political Journey : એક બેરોજગારે રાતો-રાત કેવી રીતે સર્જ્યો રાજકીય ભૂકંપ? જાણો હાર્દિક પટેલની રાજકીય યાત્રા

Hardik Patel Political Journey : એક બેરોજગારે રાતો-રાત કેવી રીતે સર્જ્યો રાજકીય ભૂકંપ? જાણો હાર્દિક પટેલની રાજકીય યાત્રા

હાર્દિક પટેલ રાજકીય સફર

Hardik Patel Political Journey : હાર્દિક પટેલે (Hardik Patel) પાટિદાર અનામત આંદોલન (patidar anamat andolan) ની રચના કરી અને સવાળ ઉઠાવ્યો કે સરકારી લાભો પાટીદારોને કેમ મળતા નથી? તેણે પાટીદારોને પણ અનામત વર્ગમાં સામેલ કરવાની વાત સામે મૂકી હતી

વધુ જુઓ ...
Hardik Patel Political Journey : મજબૂત બાંધાના સામાન્ય દેખાતા હાર્દિક પટેલ (Hardik Patel)ના ચહેરા પર તેનો જબરદસ્ત આત્મવિશ્વાસ છલકાય છે. થોડાં વર્ષો પહેલાં તેણે ગુજરાતમાં જે કંઈ કર્યું તે સ્વપ્ન કરતાં ઓછું ન હતું. વર્ષ 2015માં ગુજરાતમાં જે રીતે પાટીદાર આંદોલન સમગ્ર રાજ્યને ફેલાઈ ગયું હતું તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. આ આંદોલનથી કેન્દ્ર સરકાર પણ હચમચી ગઈ હતી. તેનો એવો રૂતબો જોવા મળ્યો કે એક અવાજ પર અનેક પાટીદારો તેમની સાથે ઉભા થઈ જતા હતા.

આજે આ જ હાર્દિક પટેલ કોંગ્રેસ (Gujarat Congress) થી નારાજ છે. તેમણે કોંગ્રેસ (Congress) ને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમના માટે વાસ્તવિક ભૂમિકા નક્કી કરવામાં આવે અને તેમને આગળ લાવવામા આવે અથવા તો તે હવે કોઈ બીજો રસ્તો કાઢશે. વર્ષ 2017માં ગુજરાત વિદાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરનાર હાર્દિક પટેલ હવે આ ચૂંટણી પહેલા કંઈક પરિણામની આશા રાખીને બેઠા છે.

સામાન્ય પરિવારથી આવે છે હાર્દિક

હાર્દિકનો જન્મ 20 જુલાઈ 1993ના રોજ ગુજરાતના વિરમગામમાં થયો હતો. રાજકીય પરિપક્વતામાં તેમનો કોઈ જવાબ નથી. ટૂંકા ગાળામાં તેણે રાષ્ટ્રીય સ્તરે એક મોટી ઓળખ બનાવી છે. તેમનુ કુટુંબ સામાન્ય આવક ધરાવતું હતું. તેમના પિતા પણ કોંગ્રેસના કાર્યકર હતા.

કોલેજથી થઈ શરૂઆત
અભ્યાસમાં તે સામાન્ય વિદ્યાર્થી હતો. તેને ક્રિકેટ પ્રત્યે ઘણો પ્રેમ હતો. તે જુસ્સાદાર પણ હતો. તેણે જે વિચાર્યું તે કર્યું છે. તેના નેતા બનવાની શરૂઆત 2010માં થઈ હતી. અહીં તે કોલેજમાં જનરલ સેક્રેટરીના પદ માટે બિનહરિફ ચૂંટાઈ આવ્યો હતો. આ બાદ તેમણે સરદાર પટેલ ગ્રુપ જોઈન કર્યું પણ ગ્રુપના પ્રમુખ સાથેના મતભેદો બાદ તેને આ ગ્રુપ છોડવાની ફરજ પડી હતી.

અહીંથી મળી હાર્દિકને ઓળખ
વર્ષ 2015માં સારા માર્ક્સ છતા પણ તેની બહેનને એડમિશન ન મળતા આરક્ષણને કારણે સામાન્ય વર્ગના લોકોને કેટલો અન્યાય થાય છે તેની ખબર પડી હતી. આ બાદ તેણે ગુજરાતમાં ઈતિહાસનુ સૌથી મોટુ આંદોલન કર્યું હતું.

પાટીદાર અનામત આંદોલન
તેણે પાટિદાર અનામત આંદોલનની રચના કરી અને સવાળ ઉઠાવ્યો કે સરકારી લાભો પાટીદારોને કેમ મળતા નથી? તેણે પાટીદારોને પણ અનામત વર્ગમાં સામેલ કરવાની વાત સામે મૂકી હતી. તેના આંદોલનની ચર્ચા આસપાસના ગામોમાં પણ થવા લાગી અને આંદોલન વેગવંતુ બન્યું હતું. શરૂઆતમાં સરકારે આંદોલનને ગંભીરતાથી લીધુ નહી પણ સમય જતા પાટિદારોના જુસ્સા સામે સરકારનો વહેમ તૂટી ગયો હતો. 25 ઓગસ્ટ 2015માં તેણે અમદાવાદના જીએમડીસી મેદાનમાં જે રેલી કરી તે અભૂતપૂર્વ રહી હતી. અહીં એટલી મોટી સંખ્યામાં પાટીદારો પહોંચ્યા જેની કોઈને આશા પણ નહોતી.

કેસ દાખલ થવા છતા રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય

ગુજરાતમાં આ રેલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે તોડફોડ અને હિંસક બનાવો પણ સામે આવ્યા. આ હિંસા એટલી વધી કે કર્ફ્યુ જાહેર કરાયો હતો અને સેનાને બોલાવવી પડી હતી. આ બાદ હાર્દિક પર દેશદ્રોહનો કેસ લાગૂ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આના કારણે તે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો હતો.

હાઈકોર્ટે ફટકારી સજા

25 જુલાઈ 2018ના રોજ ગુજરાત હાઈકોર્ટે તેને રમખાણો, મિલકતને નુકસાન પહોંચાડવા માટે દોષિત ઠેરવ્યો અને 50,000 રૂપિયાના દંડ સાથે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે તે અત્યાર સુધી ચૂંટણી લડી શક્યો નથી. આ દરમિયાન 12 એપ્રિલ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી છે.

કોંગ્રેસથી કેમ છે નારાજગી
2017માં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં તેની ભૂમિકા મુખ્ય રહી છે. તે ગુજરાત કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, છતા પણ તેનુ કહેવું છે કે હાલ પણ કોંગ્રેસમાં કોઈ મહત્વપૂર્ણ બેઠક કે નિર્ણયોમાં તેને સામેલ કરવામાં આવતો નથી.

આ પણ વાંચોGujarat Politics : હાર્દિક પટેલમાં AAPને દેખાઈ તક, ખુલ્લી ઓફર કરી કહ્યું- કોંગ્રેસમાં સમય ન બગાડો

કોંગ્રસથી નારાજગી કેમ આવી સામે

સમગ્ર મામલો કોંગ્રેસમાં પોતની પકડ મજબૂત કરવાનો છે અને આ વર્ષના અંતમાં ગુજરાતની ચૂંટણી પહેલા પોતાને મુખ્ય ભૂમિકામાં જોવાનો છે. તે ખુદ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માંગતો હતો. નરેશ કોંગ્રેસનો સીએમ ચહેરો પણ બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાત હાર્દિકને વિચલિત કરી રહી છે. જેના કારણે હવે તે ખૂલીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે.
First published:

Tags: Congress Gujarat, Gujarat Politics, Hardik Patel Patidar, Paas, PAAS Core Committee, Patidar anamat andolan samiti, Patidar Leader Hardik Patel, હાર્દિક પટેલ

विज्ञापन