નટુ બુટાણીની આંખોમાં જોવા મળ્યો હાર્દિક પટેલનો ખોફ,PASS પર લગાવ્યો અપહરણનો આરોપ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
નટુ બુટાણીની આંખોમાં જોવા મળ્યો હાર્દિક પટેલનો ખોફ,PASS પર લગાવ્યો અપહરણનો આરોપ
જેતપુરઃજેતપુરમાં ગત 21 તારીખના પાટીદાર નેતા હાર્દિક પટેલની સભાના વિરોધ કરનાર નટુ ગાંડા બુટાણી આજે પોલીસ સ્ટેશન અચાનક હાજર થયો હતો જો કે મોટી ડંફાસ મારતો નટુ આજે થથરી ઉઠેલો જોવા મળ્યો હતો તેની આંખોમાં હાર્દિકનો ખોફ જોવા મળતો હતો. પોલીસ સ્ટેશન પહોચી તેને હાર્દિક સહિત પાસના 6 અગ્રણીઓએ અપહરણ કર્યાનો આરોપ લગાવ્યો હતો.વાછડા ગામની ખૂંટની વાડીમાં રાખ્યો હોવાનો આરોપ લગાવ્યા બાદ જેતપુર પોલીસે તપાસ શરૂ કરી છે.નટુ ગાંડા હાર્દિક પટેલના માણસોની ચુંગાલ માંથી છુટ્ટી પોલિસ સ્ટેશનમાં હાજર થયો છે. અપહરણકર્તા માંથી 5 આરોપીના નામ આપ્યા છે.બ્રિજેશ પટેલ, હેમાંગ પટેલ, દીલીપ છાંટબાર, કેતન પટેલ અને મહેશ કોંટના નામ આપતા પોલીસ ધમધમાટ શરૂ થયો છે.

જેતપુરમાં હાર્દિક પટેલના માણસો અપહરણ કરી ગયેલ નટુ ગાંડા બુટાણી અચાનક પોલીસ સમક્ષ હાજર થતા વાતવરણમાં ગરમાવા સાથે પાસના પાંચ કન્વીનરો ઉપાડી ગયાની ફરિયાદ કરતા નટુ ગાંડાએ જણાવ્યું હતું કે ગત 21 તારીખના રોજ હાર્દિક સમાજને ગેરમાર્ગે દોરવણી સામે પોતાનો વિરોધ કરવા આવેલ હતો ત્યારે હાર્દિકના માણસો ધોકા, પાઇપ છરા જેવા ધાતક હથિયાર લઇ તેને મારવા માટે આવ્યા હતા. જેથી પોતાનો જીવ બચાવાયા તે ભાગ્યો હતો. પોતાની ગાડીમાં બેસવા જતો હતો ત્યારે પાછળથી પાંચ લોકો તેમનું અપહરણ કરી લઇ ગયાએ જેમાં આરોપી તરીકે પાસના આગેવાનો જેમાં બ્રિજેશ પટેલ હેમાંગ પટેલ દિલીપ પટેલ કેતન પટેલ મહેશ ખુંટ તેમનું અપહરણ કરી બે દિવસ જંગલ વિસ્તારમાં લઇ ગયા હતા.
ત્યાર બાદ ગોંડલના વાછરા ગામને મહેશ ખુંટ જે પાસનો ગોંડલનો કન્વીનર છે તેમની વાડીએ ગોંધી રાખ્યાનો આરોપ લગાવ્યો છે. અને રોજ જમવામાં ઘેન ની દવા નાખીદેતા જેથી તેઓ અર્ધ બેભાન હાલાતમાં રહેતો હતો. જે ગત રાત્રે મહેશ ખુંટના માણસોની ચુંગાલમાંથી છૂટી આજે પોતે જેતપુર પોલીસમાં હાજર થયાનો દાવો તેણે કર્યો હતો. અને તેમના અપહરણ કરનારની સામે ફરિયાદ કરેલ હતી. આ મામલે જેતપુરના પાટીદાર સમાજમાં વાતવરણ ગરમાયુ છે અને જેતપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.
 
First published: March 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर