Home /News /ahmedabad /

જો ગુજરાતીઓ 30 વર્ષથી BJPને ચૂંટતા હોય તો તે પાર્ટીએ કંઈક તો યોગ્ય કર્યું જ હશે: હાર્દિક પટેલ

જો ગુજરાતીઓ 30 વર્ષથી BJPને ચૂંટતા હોય તો તે પાર્ટીએ કંઈક તો યોગ્ય કર્યું જ હશે: હાર્દિક પટેલ

Hardik Patel : હાર્દિક પટેલ

Gujarat Politics: “જો હું પાર્ટીને જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર જેવા યુવા નેતાઓને લાવવા માટે સમજાવી શકું તો શું મને 55 વર્ષના વ્યક્તિથી ખતરો લાગવો જોઈએ? કોણ જોડાય તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યારે તમે 28 વર્ષના વ્યક્તિને કામ કરવા દેતા નથી, તો તમે 55 વર્ષના વ્યક્તિને કેવી રીતે પરફોર્મ કરવા દેશે?"

વધુ જુઓ ...
  ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)માં જોડાવું કે નહીં તે અંગે હાર્દિક પટેલે હજી સુધી પોતાનું મન બનાવ્યું ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલે (Hardik Patel) કહ્યું છે કે. જો રાજ્યના લોકો છેલ્લા 30 વર્ષથી કોઈ એક "ખાસ પક્ષ" પસંદ કરતા હોય, તો તેઓ તેમાં કંઈક સારું જોયું હશે.

  ન્યૂઝ18. કોમ (News18.com) સાથે થયેલી ખાસ વાતચીત દરમ્યાન 28 વર્ષીય હાર્દિક, જેણે વિશાળ અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપ છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ચૂંટણી જીતવામાં સફળ રહી છે. 'આપણે વાસ્તવિકતા સ્વીકારવી પડશે. પાર્ટીએ કંઈક યોગ્ય કર્યું હોવું જોઈએ કે તેને વારંવાર પસંદ કરવામાં આવી રહી છે.

  રાજ્યમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના પ્રવેશ અંગે તાજેતરમાં કોંગ્રેસ છોડનારા પાટીદાર નેતા હાર્દિકે જણાવ્યું હતું કહ્યું કે, દરેક પક્ષને તેને ઈચ્છા હોય ત્યાંથી ચૂંટણી લડવાનો લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ આખરે લોકો નક્કી કરશે કે તેમના માટે શું સારું છે. “દરેક પક્ષની એક યોજના, એક વિઝન હોય છે. પરંતુ, આખરે તે લોકો જ નક્કી કરશે."

  વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં તેઓ રિલવન્ટ રહેશે તેવો સંકેત આપતા યુવા નેતાએ કહ્યું કે તેઓ લોકો સુધી પહોંચવા માટે રાજ્યભરમાં જોરશોરથી પ્રવાસ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું, “મેં હાલના સમયમાં 4,000 ગામડાઓમાં પ્રવાસ કર્યો છે અને હું આમ કરવાનું ચાલુ રાખીશ. અનામત આંદોલન પછી અમે અમારો હક મેળવવામાં સફળ થયા અને હું રાજ્યના યુવાનો માટે અથાક કામ કરવાનું ચાલુ રાખીશ."

  કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાએ કહ્યું કે, ચૂંટણી પ્રચાર યુવાનોની આસપાસ ફરશે. તે વાત કરતા જણાવે છે કે, "હું હંમેશા યુવાનો માટે લડ્યો છું અને મને આશા છે કે અમે યુવાનોના મનમાં જગ્યા બનાવીશું".

  અયોધ્યા રામ મંદિર પરના તેમના તાજેતરના નિવેદનો વિશે પૂછવામાં આવતા, જે ભાજપ તરફ પોતાના ઝુકાવનો સંકેત આપે છે. હાર્દિકે ટિપ્પણી કરી કે, “હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ રામ મંદિરની તરફેણમાં બોલ્યો હતો. જ્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં કલમ 370 નાબૂદ કરવાનું સમર્થન કર્યું હતું. આવતીકાલે જો હું અન્ય કોઈ પક્ષમાં જોડાઈશ, તો પણ હું એક મજબૂત નેતા તરીકે ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરીશ. હું મારા અભિપ્રાયને છુપાવતો નથી કે બદલતો નથી."

  આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં થયેલા ગોઝારા અકસ્મમાતમાં સુરતના ટુર સંચાલકનું મોત, બે બાળકો બન્યા નિરાધાર

  સૌરાષ્ટ્રના અગ્રણી પાટીદાર પ્રતિનિધિ નરેશ પટેલને કોર્ટમાં રજૂ કરવાનો પ્રયાસ કરતા પક્ષથી નારાજ થઈને તેણે કોંગ્રેસ છોડી દીધી હોવાના અહેવાલોને ફગાવતા હાર્દિક પટેલે કહ્યું કે માત્ર નબળા નેતાઓ જ જોખમ અનુભવે છે. તેણે વધુમાં રહ્યું કે, “જો હું પાર્ટીને જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર જેવા યુવા નેતાઓને લાવવા માટે સમજાવી શકું તો શું મને 55 વર્ષના વ્યક્તિથી ખતરો લાગવો જોઈએ? કોણ જોડાય તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જ્યારે તમે 28 વર્ષના વ્યક્તિને કામ કરવા દેતા નથી, તો તમે 55 વર્ષના વ્યક્તિને કેવી રીતે પરફોર્મ કરવા દેશે?"  પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરવાનુ યથાવત રાખ્યું અને દાવો કર્યો કે પાર્ટી વર્ચ્યુઅલ રીતે નિષ્ક્રિય થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, “મેં ક્યારેય પાર્ટીમાં કોઈ પદ માંગ્યું નથી. મેં જે માંગ્યું હતું તે કામ હતું. દેશની આ એકમાત્ર પાર્ટી હશે જ્યાં તમે કામ માંગો છો પણ નેતાઓ તેવું કરવાની તમને ના પાડે છે. કોંગ્રેસમાં વિચારો અને બિનકાર્યક્ષમતાને કારણે એક પ્રકારે સંપૂર્ણ નાદારી પર જ છે".
  First published:

  Tags: Gujarat Politics, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી 2022, હાર્દિક પટેલ

  આગામી સમાચાર