Home /News /ahmedabad /Hardik patel exclusive interview: કોંગ્રેેસે અત્યાર સુધી મારો ઉપયોગ કર્યો, હવે નરેશ પટેલનો કરશે

Hardik patel exclusive interview: કોંગ્રેેસે અત્યાર સુધી મારો ઉપયોગ કર્યો, હવે નરેશ પટેલનો કરશે

હાર્દિક પટેલ સાથે ન્યુઝ18 ગુજરાતીનું સ્ફોટક ઈન્ટરવ્યૂ

Hardik patel exclusive interview: હાર્દિક પટેલે (Hardik Patel) કહ્યું, કોંગ્રેસ (Congress) પાર્ટી મારી ઉપર વિદ્રોહની વાત કરે છે. મારી ઉપર 32 કેસ હતા કયા કોંગ્રેસના નેતાએ મને કેસમાં મદદ કરી કે વકિલ આપ્યો? કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી ફક્ત મારો ઉપયોગ જ કર્યો છે. હવે નરેશ પટેલ (Naresh Patel) ને લાવીને તેમનો ઉપયોગ કરશે

વધુ જુઓ ...
Hardik patel exclusive interview: હાર્દિક પટેલે (Hardik Patel) ન્યુઝ18 ગુજરાતી (News18 Gujarati) સાથે સ્પેશ્યલ વાતચીતમાં કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરી કોંગ્રેસ છોડવા પાછળના અનેક કારણો જણાવ્યા, તેમણે કોંગ્રેસ પાર્ટીમાં કેવી રીતે તેની અવગણના કરવામાં આવી તેના પણ જવાબ આપ્યા. હાર્દિક પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓના કારણે આટલી પણચાલી રહી છે, જે દિવસે કાર્યકર્તાઓ વિફર્યા તે દિવસે બધુ પતી જશે.

કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલનો સ્ફોટક ઈન્ટરવ્યૂ, હાર્દિકે ખૂદ જણાવ્યું કે કેમ કોંગ્રેસમાંથી રાજીમાનું આપ્યું







આટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી કેમ સત્તામાં નથી આવતી? પાટીદાર અનામત આંદોલનનો લાભ કોંગ્રેસને મળ્યો અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસ પાર્ટી 80 સીટની ઉપર પહોંચી હતી.





હાર્દિંકે કહ્યું કે, મારા પિતાના મૃત્યુના સમયે કોંગ્રેસ પાર્ટીનો એકપણ મોટો નેતા મને આશ્વાસન આપવા ઘરે આવ્યો ન હતો, તો પછી કેવી રીતના માની શકાય કે કોંગ્રેસ પાર્ટીને મારા પ્રત્યે પ્રેમ હતો? 





જે નેતાઓ પાર્ટીઓ સાથે ગદ્દારી કરે છે તો તેમને જાહેરમાં મારવા જોઈએ આવું ટ્વીટ કરનાર હાર્દિક પટેલનો જવાબ



મેં સામે ચાલીને કયારેય કાર્યકારી અધ્યક્ષનું પદ ન હતું માંગ્યુ





હાર્દિક પટેલે કહ્યું કે, રાજસ્થાનમાં આ વખતે 15 સીટ પણ આવે તેવી સ્થિતિ નથી, હાર્દિક આપણને આ વખતે ગમે તેમ કરીને 85 સીટ ગુજરાતમાં લાવવી છે જેથી મારું પરફોર્મન્સ સારું દેખાય આવું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા કહેતા હતા.







હાર્દિકે જણાવ્યું, કોંગ્રેસ પાર્ટી મારી ઉપર વિદ્રોહની વાત કરે છે. મારી ઉપર 32 કેસ હતા કયા કોંગ્રેસના નેતાએ મને કેસમાં મદદ કરી કે વકિલ આપ્યો? કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી ફક્ત મારો ઉપયોગ જ કર્યો છે. હવે નરેશ પટેલને લાવીને તેમનો ઉપયોગ કરશે.



હાર્દિક પટેલે કહ્યું,  હું ધારાસભ્ય કે મંત્રી બની ચૂક્યો હોઉ અને પછી રાજીનામું આપુ તો જરુર તમે મારી ઉપર આરોપ મુકી શકો છો પરંતુ મેં કયાકેય કંઈ લીધું જ નથી

First published:

Tags: Hardik Patel Patidar, Patidar Leader Hardik Patel, કોંગ્રેસ, કોંગ્રેસ નેતા, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસમાં વિવાદ, ગુજરાત કોંગ્રેસ, હાર્દિક પટેલ

विज्ञापन