Jignesh Mevani on Hardik Patel resignation: "તમને કૉંગ્રેસ પક્ષ સામે કોઈ વાંધો પડે તો આખા કૉંગ્રેસ પક્ષને દેશ અને ગુજરાત વિરોધી ચિતરવાનો પ્રયાસ યોગ્ય નથી. ચિકન સેન્ડવિચને વચ્ચે લાવવાની શું જરૂર હતી? આ કોઈ દલીલનો મુદ્દો નથી."
અમદાવાદ: કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી હાર્દિક પટેલે રાજીનામું (Hardik Patel resignation) ધરી દીધું છે. રાજીનામું આપતી વખતે હાર્દિક પટેલે એક પત્ર લખ્યો હતો, જેમાં કૉંગ્રેસ પાર્ટી, પ્રદેશ કૉંગ્રેસ અને કૉંગ્રેસના શીર્ષ નેતૃવ્ય (Congress party top leadership) વિરુદ્ધ હાર્દિકે અનેક આક્ષેપ કર્યાં છે. કૉંગ્રેસના તમામ મોટા નેતાઓએ હાર્દિકના આક્ષેપોનો જવાબ આપ્યો છે. આજે (શુક્રવારે) વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (Jignesh Mevani)એ પત્રકાર પરિષદ સંબંધોની હાર્દિકના આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે, જે લોકોએ પ્રેમ આપ્યો તેને જ હાર્દિકે ગાળો આપી છે. હાર્દિક પટેલે ગરીમા સાથે કૉંગ્રેસ છોડવાની જરૂર હતી.
જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?
પત્રકાર પરિષદ સંબોધતા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, "હું કૉંગ્રેસ સાથે છું અને રહીશ. ગુજરાત અને દેશમાં લાખો યુવાનોને હું અને કૉંગ્રેસ પાર્ટી સાથે મળીને જોડીશું. હાર્દિક પટેલ આંદોલનના સંઘર્ષના સાથી હતા. બીજા પણ મિત્રોએ કૉંગ્રેસ પાર્ટી છોડી છે.
કૉંગ્રેસ પાર્ટી છોડતી વખતે તમે તમારો વૈચારિક વાંધો રજૂ કરી શકો. તેમણે બીલો ધ બેલ્ટ જવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રકારની ગરીમા જાળવવી જોઈએ તે જાળવી નથી, તેના બદલે જે પ્રકારની ભાષાન પ્રયોગ કર્યો તે યોગ્ય નથી. કૉંગ્રેસ પાર્ટીને ગમે ગુજરાત વિરોધી પાર્ટી કેવી રીતે કહી શકો. ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટી 27 વર્ષથી સત્તામ ન હોવા છતાં તેના એક એક કાર્યકરોએ પાર્ટીને બેઠી કરવા અને જીવતી રાખવા માટે મહેનત કરી છે."
જિગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે, "તમને કૉંગ્રેસ પક્ષ સામે કોઈ વાંધો પડે તો આખા કૉંગ્રેસ પક્ષને દેશ અને ગુજરાત વિરોધી ચિતરવાનો પ્રયાસ યોગ્ય નથી. ચિકન સેન્ડવિચને વચ્ચે લાવવાની શું જરૂર હતી? આ કોઈ દલીલનો મુદ્દો નથી. જે માણસે તમને પ્રેમ આપ્યો તેમને ટાર્ગેટ કર્યાં. તમે રાહુલ ગાંધી સાથે સીધી વાત કરી શકતા હતા. પાર્ટીના અનેક મોટો નેતાઓને પણ આવો એક્સેસ નથી."
અપક્ષ ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, "હાર્દિક પટેલ પાસે પાર્ટીની ટોચની લીડરશીપનો એક્સેસ હતો. 26-27 વર્ષ તેમને પાર્ટીએ કાર્યકાર પ્રમુખ બનાવ્યા હતા. તમને પંપાળ્યા હતા અને મહત્ત્વ આપ્યું હતું.
રાજસ્થાનમાં આ વખતે 15 સીટ પણ આવે તેવી સ્થિતિ નથી હાર્દિક આપણને આ વખતે ગમે તેમ કરીને 85 સીટ ગુજરાતમાં લાવવી છે જેથી મારું પરફોર્મન્સ સારું દેખાય આવું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા કહેતા હતા. : @HardikPatel_#હાર્દિકપટેલ#HARDIKPATELpic.twitter.com/alY8lyPvA3
તમને મોટા સ્ટેજ આપ્યા. સ્ટાર કેમ્પેનર બનાવ્યા, હેલિકોપ્ટન અને ચોપર આપ્યા. આ બધુ છતાં તમારી એકાદ નાની માંગણી ન સંતોષાય હોય અને તેનાથી તમારે પાર્ટી છોડવી હોય તો પ્રેમથી છોડવી જોઈએ. અલ્પેશ ઠાકોરે પણ કૉંગ્રેસ પાર્ટી છોડી હતી. અલ્પેશ ઠાકોરે ગરીમા જાય તેવું કોઈ જ નિવેદન આપ્યું ન હતું."
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા હાર્દિક પટેલે બે દિવસ પહેલા લાંબા સમયની નારાજગી બાદ રાજીનામું ધરી દીધું હતું. રાજીનામું આપતી વખતે હાર્દિકે કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કર્યાં હતાં.