Home /News /ahmedabad /દહેજના દાનવોનો પરિણીતાને ત્રાસ, પતિએ કહ્યુ - ‘તારા ભિખારી બાપને કહેજે 20 લાખ આપે!’

દહેજના દાનવોનો પરિણીતાને ત્રાસ, પતિએ કહ્યુ - ‘તારા ભિખારી બાપને કહેજે 20 લાખ આપે!’

ઘરેલું હિંસાના બનાવોમાં સતત વધારો

Ahmedabad domestic violence: અમદાવાદમાં દિવસે દિવસે ઘરેલું હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં જ્યાં સુધી દહેજ પેટે રૂપિયા 20 લાખ નહીં આવે ત્યાં સુધી અમે તને સંભળાવીશું, તેમ કહી પરણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ થઈ છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદમાં દિવસે દિવસે ઘરેલું હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. વારંવાર પરિણીતાને ત્રાસ આપવામાં બનાવો બની રહ્યા છે. ત્યારે ફરી એક ઘરેલું હિંસાનો બનાવ સામે આવ્યો છે. ‘અમે તો બહેરીનથી આવેલા જેથી અમને એવી આશા હતી કે, તારો બાપ કરિયાવરમાં ઘણું બધું આપશે પરંતુ તારા ભિખારી બાપે કરિયાવરમાં બીજા આપે તેટલું પણ આપેલ નથી’ તેમ કહીને પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં જ્યાં સુધી દહેજ પેટે રૂપિયા 20 લાખ નહીં આવે ત્યાં સુધી અમે તને સંભળાવી શું તેમ કહી પરણીતાને ત્રાસ આપતા આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

લગ્નના છ સાત મહિના પછી પરિણીતાને ત્રાસ આપ્યો


અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2019માં થલતેજમાં રહેતા એક યુવક સાથે થયા હતા. ફરિયાદ પ્રમાણે લગ્ન સમયે તેના પિતાએ તેને દાગીના તેમ જ ઘરવખરીનો સામાન મળી કુલ 9 લાખનો કરિયાવર આપ્યા હતો. જો કે લગ્નના છ સાત મહિના બાદ તેના સાસરિયાઓ તેની વારંવાર કહેતા હતા કે, અમે તો બહેરીનથી આવેલા જેથી અમને એવી આશા હતી કે તારો બાપ કરિયાવરમાં ઘણું બધું આપશે પરંતુ તારા ભિખારી બાપે કરિયાવરમાં બીજા આપે તેટલું પણ આપેલ નથી. તેમ કહી તેને ગંદી ગાળો બોલતા હતા.

આ પણ વાંચો: અંબાજીમાં ઘન કચરાના નિકાલનો પ્રશ્ન માથાના દુ:ખાવા સમાન, લોકોએ કર્યો વિરોધ

પતિ પણ તેની સાથે બોલાચાલી ઝઘડો કરતો


ઉલ્લેખનીય છે કે, પરિણીતાએ ગાળો બોલવાનું ના પાડતા તેના સાસુએ તેને માર પણ માર્યો હતો. જો કે પરિણીતાનો ઘર સંસાર બગડે નહીં તે માટે આ બાબતની જાણ તેણે કોઈને કરી ન હતી. તે બાદ તેનો પતિ પણ તેની સાથે બોલાચાલી ઝઘડો કરતો હતો. જ્યારે તેના સસરાએ કહ્યું હતું કે, તારો ભિખારી બાપ તને સોને મઢી દેવાનું કહેતો હતો તો પણ લગ્ન વખતે તો કંઈ આપ્યું જ નથી. જ્યારે કાકા સસરા અને નણંદ કહેતા હતા કે, તારો બાપ ભિખારી છે તેમ કીધું એમાં ખોટું શું છે? જ્યારે તેના પતિએ તેને કહ્યું કે, તારા બાપના ઘરેથી રૂપિયા 20 લાખ નહીં લાવે ત્યાં સુધી અમે તેને સંભળાવીશું.

પતિ પરિણિતાને રસોડામાં લઈ જઈ મારઝુડ કરાતો


પરિણીતા પર શારીરિક ત્રાસ આપતા તેના પતિ કહ્યુ હતુ કે, મને ખબર છે તારા બાપ પાસે કેટલી મિલકત છે. આટલુ કહીને પરિણિતાને રસોડામાં લઈ જઈ મારઝુડ કરી હતી. આથી પરિણીતાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી. જ્યારે કોરોનામાં લોકડાઉનમાં ફરી પૈસાની તંગી આવતા ફરીથી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. દહેજની માગણી કરી પતિ તેમજ સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી પણ મુકી હતી. આમ, અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા અંતે કંટાળીને પરણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Domestic Violance, ગુજરાત, ઘરેલું હિંસા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन