Home /News /ahmedabad /Har Ghar Tiranga: જાણો પોસ્ટમાંથી ઓનલાઈન અને ઓફલાઇન રાષ્ટ્ર ધ્વજ કેવી રીતે મળશે? શુ હશે કિંમત
Har Ghar Tiranga: જાણો પોસ્ટમાંથી ઓનલાઈન અને ઓફલાઇન રાષ્ટ્ર ધ્વજ કેવી રીતે મળશે? શુ હશે કિંમત
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે ભારતીય ટપાલ વિભાગ પણ સજ્જ છે.
પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્ર ધ્વજ મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 25 રૂપિયામાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ મળશે. 20x30 ઈંચમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા હર ઘર તિરંગા (National Flag) લહેરાવવા માટે અહવાન કર્યું છે. હર ઘર તિરંગો (Har Ghar tiranga) લહેરાવીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્ ધ્વજ લોકો પોતાના ઘર ઉપર કે ઓફિસમાં કે વ્યવસાય સ્થળે લગાવી શકશે. જે માટે સામાન્ય લોકોને 25 રૂપિયાના દરે તિરંગો મળી રહે એ માટે પોસ્ટલ વિભાગ તરફથી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
પોસ્ટ વિભાગ મુજબ અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં 30,000 તિરંગાનું વેચાણ અને ઓર્ડર મળી ચૂક્યો છે. તિરંગો ખરીદવો હશે તો પોસ્ટ ઓફિસમાં પણ જઈને લોકો તેની ખરીદી કરી શકશે, સાથે જ ઓનલાઇન ઓર્ડર કરીને પોસ્ટમેન મારફતે પણ ઝંડો પોતાના ઘરે લોકો મંગાવી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ રેલવે મેઈલ સર્વિસ સુપરિટેનડેન્ટ અલ્પેશ શાહે જણાવ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે ભારતીય ટપાલ વિભાગ પણ સજ્જ છે. પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્ર ધ્વજ મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 25 રૂપિયામાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ મળશે. 20x30 ઈંચમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ ધ્વજને ખરીદવા માટે તેમની નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરી 'તિરંગા' ને તેમના ઘરે લાવી અને તેને ફરકાવીને ભારતના આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરી શકે છે.
હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવાના છો. અને તમારા ઘર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાના છો તો રાષ્ટ્ર ધ્વજ તમારી નજીકની પોસ્ટ ઓફિસમાંથી મળી જશે. એક અથવા તો એક કરતાં વધારે લેવા માંગો છો તો પણ મળી જશે. અને કચેરી પર જવું નથી તો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકશો. ભારતીય પોસ્ટ વિભાગની વેબસાઈટ www.indiapost.gov.in/ અથવા ઈ - પોસ્ટ ઓફીસની વેબસાઈટ www.epostoffice.gov.in નો સંપર્ક દ્વારા પણ ધ્વજની ખરીદી ઈ - પોસ્ટ ઓફીસ પોર્ટલ પર સીધી ચુકવણી કરીને કરી શકો છો.