Home /News /ahmedabad /હોલ ટિકિટ સાથે રાખજો નહીં તો પરીક્ષા ખંડમાં પ્રવેશ નહિ મળે, શિક્ષણ બોર્ડે કરી સ્પષ્ટતા

હોલ ટિકિટ સાથે રાખજો નહીં તો પરીક્ષા ખંડમાં પ્રવેશ નહિ મળે, શિક્ષણ બોર્ડે કરી સ્પષ્ટતા

શિક્ષણ બોર્ડે કરી સ્પષ્ટતા

Gujarat Education Board: હોલ ટિકિટ જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થવાનો મુખ્ય આધારભુત દસ્તાવેજ છે. હોલ ટિકિટ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ આપી શકાય નહિ. ધોરણ 10ની હોલ ટિકિટ સાથેની સૂચનાઓમાં ટાંકવામાં આવી છે. જેમાં સુચના નંબર 2માં પરીક્ષાર્થીને હોલ ટિકિટ પરીક્ષા સમયે પોતાની પાસે રાખવું અને પરીક્ષા સમયે તે બતાવવું. પ્રવેશ પત્ર વિના પરીક્ષાખંડમાં હાજરી આપી શકાશે નહિ.

વધુ જુઓ ...
અમદાવાદ: હોલ ટિકિટ નહિ હોય તો પણ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવા મામલામાં હવે આખરે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. હોલ ટિકિટ વગર વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે પ્રવેશ માટેનો આધારભૂત દસ્તાવેજ હોલ ટિકિટ છે. જેથી વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે રાખવી પડશે તે વિગત સ્પષ્ટ કરી દેવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ મહત્વની સ્પષ્ટતા


ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરુ થઈ રહી છે. જેની તૈયારીઓ શિક્ષણ બોર્ડ દ્વારા કરી લેવામાં આવી છે. પરંતુ થોડા દિવસ પહેલા સ્થળ સંચાલકોની સાથેની બેઠકમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્થળ સંચાલકોને સુચના આપવામાં આવી હતી કે જો કોઈ વિદ્યાર્થી હોલ ટિકિટ ઘરે ભુલી ગયો હોય તો પણ તેને પેપર લખવા દેવું સાથે જ તેના વાલીને જાણ કરી હોલ ટિકિટ મંગાવી લેવી. જેથી વિદ્યાર્થીનો પરીક્ષાનો સમય ન બગડે. પરંતુ હવે આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં સુચના આપી છે કે ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ 2023માં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ લઈને ફરજીયાત પરીક્ષા સમયે ઉપસ્થિત થવાનું રહેશે.

આ પણ વાંચો: જમીન વિવાદ મામલે મોટી બેનના દીકરાએ કર્યો નાની બહેન ઉપર હુમલો

પ્રવેશ પત્ર વિના પરીક્ષાખંડમાં પ્રેવેશ નહીં મળે


હોલ ટિકિટ જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થવાનો મુખ્ય આધારભુત દસ્તાવેજ છે. હોલ ટિકિટ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ આપી શકાય નહિ. ધોરણ 10ની હોલ ટિકિટ સાથેની સૂચનાઓમાં ટાંકવામાં આવી છે. જેમાં સુચના નંબર 2માં પરીક્ષાર્થીને હોલ ટિકિટ પરીક્ષા સમયે પોતાની પાસે રાખવું અને પરીક્ષા સમયે તે બતાવવું. પ્રવેશ પત્ર વિના પરીક્ષાખંડમાં હાજરી આપી શકાશે નહિ. ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની હોલ ટિકિટ સાથેની સુચનાઓમાં નંબર 1માં પણ હોલટીકીટ હશે તો જ પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે તેવું સ્પષ્ટ જણાવાયું છે.

આ પણ વાંચો: હોળી-ધુળેટીમાં રહેજો સાવધાન, કોરોનાએ ફરી માથું ઉચક્યું, એક જ સપ્તાહમાં 46 કેસ નોંધાયા

હોલ ટિકિટ સાથે રાખવી અનિવાર્ય


ઉલ્લેખનીય છે કે, આ બાબતે ગંભીરતા પૂર્વક નોંધ લઈ શાળાના આચાર્યોને પરીક્ષા આપનાર ઉમેદવારોને જાણ થાય તે માટે અને કોઈ પણ ઉમેદવાર હોલ ટિકિટ વગર પરીક્ષા સ્થળ પર ન જાય તેવી સુચનાઓ આપવા જણાવવામાં આવ્યું છે. પરીક્ષા આપવા આવતા દરેક વિદ્યાર્થીઓએ પોતાની પાસે પોતાની હોલ ટિકિટ રાખવી અનિવાર્ય છે. જો તેમની પાસે હોલ ટિકિટ નહીં હોય તો તેને પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં નહીં આવે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Board exam, GSEB, Gujarat Education

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો