Home /News /ahmedabad /Dhanteras: અમદાવાદમાં સોના-ચાંદીનું અધધ વેચાણ, આંકડો જાણીને રહી જશો દંગ
Dhanteras: અમદાવાદમાં સોના-ચાંદીનું અધધ વેચાણ, આંકડો જાણીને રહી જશો દંગ
રેકોર્ડ બ્રેક સોના-ચાંદીનું વેચાણ
Dhanteras: ધનતેરસ નિમિતે શહેરની જ્વેલર્સના શો-રૂમ ગ્રાહકોથી ભરેલા જોવા મળી રહ્યા છે. આ વર્ષે 1500 કિલો ચાંદી અને 150 કિલો સોનાની ખરીદી માત્ર અમદાવાદમાંથી જ થઈ છે. જેને લઈને આ વખતે વેપારીઓની ધનતેરસમાં ચાંદી જ ચાંદી જોવા મળી રહી છે.
અમદાવાદ: ધનતેરસ નિમિતે શહેરની જ્વેલર્સના શો-રૂમ ગ્રાહકોથી ભરેલા જોવા મળી રહ્યા છે. દિવાળી નિમિતે સુવર્ણ અને ચાંદી લક્ષ્મીજી સ્વરૂપ ગણાતું હોવાથી લોકો તેની ધૂમ ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે 1500 કિલો ચાંદી અને 150 કિલો સોનાની ખરીદી માત્ર અમદાવાદમાંથી જ થઈ છે. જેને લઈને આ વખતે વેપારીઓની ધનતેરસમાં ચાંદી જ ચાંદી જોવા મળી રહી છે. ધનતેરસના અવસરે અમદાવાદમાં સૌથી વધુ સોના ચાંદીનું વેચાણ થયું છે.
અગાઉ કરેલાં અનુમાન મુજબ ભાવમાં વધારો થયો
ઉલ્લેખનીય છે કે, ન્યુઝ18 ગુજરાતીએ અગાઉ નિષ્ણાતોનાં મત પ્રમાણે સોના ચાંદીના ભાવ ધનતરેસનાં દિવસે વધશે એવાં સમાચાર આપ્યા હતા. ત્યારે ધનતેરસનાં દિવસે ખરેખર સોનાના ભાવમાં 1200 રુપિયા અને ચાંદીમાં 1500 રુપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. આજે સોનાનો ભાવ 52,400 જ્યારે ચાંદીમાં 60,500નો ભાવ જોવા મળ્યો હતો. જેથી અગાઉ કરેલાં અનુમાન મુજબ ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે ચાંદી અને સોનાની ખરીદી માટે કરેલાં પ્રિ-બુકિંગનો ફાયદો પણ લોકોને થયો છે. જ્વેલર્સના માલિક નિશાંત ધોળકિયાએ જણાવ્યું હતું કે, સોના અને ચાંદીમાં ભાવ જે વધારો જોવા મળ્યો છે તે બ્રિટનમાં થયેલી અસરનું પરિણામ છે.
અમદાવાદમાં આ વર્ષે સૌથી વધુ સોનું ખરીદાયુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. આ અંગે અમદાવાદ જવેલર્સ એસોસિએશનનાં પ્રમુખ જીગર સોનીના જણાવ્યુ હતુ કે, સોના ચાંદીમાં આ વર્ષે સૌથી વધુ વેચાણ થયું જેની પાછળનું કારણ કોરોના છે. કોરોનાને કારણે લોકને પૈસા કરતાં સોના ચાંદી કામમાં આવ્યા છે. જેને કારણે આ વર્ષે શહેરમાં સૌથી વધુ સોનું ખરીદાયું છે. બીજી તરફ લગ્નની સિઝનને કારણે પણ સોના ચાંદીની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે.
27 વર્ષ બાદ બે દિવસ સુધી ધનતેરસનું માન રહેશે
આજે ધનતેરસની સાથે જ પાંચ દિવસીય દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ધનતેરસ બે દિવસ છે જેના માટે માર્કેટ પણ તૈયાર છે. ધાતુનો સામાન કે વાસણ ખરીદવાની પરંપરાના કારણે વાસણ અને સોના ચાંદીની દુકાનો પર ખરીદીની ભીડ જોવા મળી રહી છે. 27 વર્ષ બાદ ધનતેરસનું માન બે દિવસ સુધી રહેશે. અમદાવાદના જ્વેલર્સમાં આજે ધનતેરસ માટે ભારે ભીડ ઉમટી છે. તહેવારને લઈને સૌથી વધારે ખરીદી આજે થઈ રહી છે. જેમાં લોકો શુકનવંતી ધનતેરસમાં સોના ચાંદીની ખરીદી કરતા સૌથી વધારે જોવા મળી રહ્યા છે.