પાકિસ્તાને હાફિઝ સઈદને માન્યો આતંકી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
પાકિસ્તાને હાફિઝ સઈદને માન્યો આતંકી
પાકિસ્તાનની પંજાબ સરકારે મુંબઇ આતંકી હુમલાનો ષડયંત્રકાર અને જમાત ઉદ દાવાનો પ્રમુખ હાફિઝ સઇદને આતંકવાદ નિરોધક કાયદાના દાયરામાં લાવી આતંકવાદ સાથે સંબંધ છે તેવી મૌન સ્વીકૃતિ આપી દીધી છે.ડોન ન્યૂઝના હવાલેથી ખબર આવી છે કે પાકિસ્તાને હાફિઝ સઈદને આતંકી માન્યો છે.પાક એન્ટી ટેરેરિઝમ એક્ટની યાદીમાં હાફિઝ સઈદનું નામ છે. હાફિઝના અન્ય ચાર સાથીઓના નામ પણ ATAની યાદીમાં સામેલ કરાયા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
પાકિસ્તાનની પંજાબ સરકારે મુંબઇ આતંકી હુમલાનો ષડયંત્રકાર અને જમાત ઉદ દાવાનો પ્રમુખ હાફિઝ સઇદને આતંકવાદ નિરોધક કાયદાના દાયરામાં લાવી આતંકવાદ સાથે સંબંધ છે તેવી મૌન સ્વીકૃતિ આપી દીધી છે.ડોન ન્યૂઝના હવાલેથી ખબર આવી છે કે પાકિસ્તાને હાફિઝ સઈદને આતંકી માન્યો છે.પાક એન્ટી ટેરેરિઝમ એક્ટની યાદીમાં હાફિઝ સઈદનું નામ છે. હાફિઝના અન્ય ચાર સાથીઓના નામ પણ ATAની યાદીમાં સામેલ કરાયા છે. અંગ્રેજી વેબસાઇટ ડોન ન્યૂઝના અહેવાલ મુજબ ત્યાની બંજાબ સરકારે સઇદ અને તેના નજીકના ચાર સહયોગી કાઝી કાશિફને એટીએની ચોથી યાદીમાં સામેલ કરી દીધા છે. આ યાદીમાં અબ્દુલ્લા ઓબદ, જફર ઇકબાલ, અબ્દુર રહેમાન આબિદનું નામ પણ સામેલ કરાયું છે. સઇદ સહિત ચાર જણાને તેમની પાર્ટી અને રાજનીતિક સહયોગીઓના વિરોધ અને હંગામા વચ્ચે 30 જાન્યુઆરીએ નજરબંધ કરાયા હતા. સઇદને 2008માં મુંબઇમાં કરાયેલા આતંકી હુમલા પછી પણ નજરબંધ કરાયો હતો. પરંતુ 2009માં તેને છોડી મુકાયો હતો. જાણવા મળ્યા મુજબ ગૃહ મંત્રાલયે આ પાંચની ઓળખ જમાત ઉદ દાવા અને ફલાહ-એ ઇસાનિયતના સક્રિય સભ્યોના રૂપમાં કરી છે. મંત્રાલયે આતંકવાદ નિરોધક વિભાગને આ લોકો સામે જરૂરી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. ફાઇલ તસવીર
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर