Home /News /ahmedabad /Gyanvapi Masjid Shivlig: જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર AIMIM નેતા દાનિશ કુરેશીની અટકાયત

Gyanvapi Masjid Shivlig: જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર AIMIM નેતા દાનિશ કુરેશીની અટકાયત

Gujarat Latest News: અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ સોશિયલ મીડિયા પર જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા ભગવાન શિવ અંગે સોશિયલ મીડિયામાં અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરી છે. જેના કારણે હિંદુ સંગઠનોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.

Gujarat Latest News: અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ સોશિયલ મીડિયા પર જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા ભગવાન શિવ અંગે સોશિયલ મીડિયામાં અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરી છે. જેના કારણે હિંદુ સંગઠનોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ (Gyanvapi Masjid Shivlig) લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ત્યારે અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ (Danish Qureshi) સોશિયલ મીડિયા પર જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા ભગવાન શિવ અંગે સોશિયલ મીડિયામાં અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરી છે.જેના કારણે હિંદુ સંગઠનોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અમદાવાદમાં અરજી પણ થઇ છે. જે બાદ સાયબર ક્રાઇમ પોલીસે દાનિશ કુરેશીની અટકાયત કરી છે. સાયબર ક્રાઇમ દાનિશ કુરેશીની આ વિવાદીત પોસ્ટ અંગે પૂછપરછ થઇ શકે છે.

પોસ્ટ ડિલિટ કરવાની થઇ રહી છે માંગ

અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ જ્ઞાનવાપી મસ્જિદના કેસના આદેશ બાદ વિવાદીત પોસ્ટના કારણે સોશિયલ મીડિયા સહિત આખા દેશમાં ખળભળાટ મચી ગઇ છે. હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડતી આ પોસ્ટ લોકો ડિલિટ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે દાનિશ કુરેશી આ અંગે માફી માંગે અને તેની ધરપકડ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ત્યારે મહામંડલેશ્વર અખિલેશદાસજી પોલીસ ફરિયાદ નોંધાવશે. તેમણે જણાવ્યુ છે કે, આ અંગે કાયદાકીય સલાહ લઇને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.

આ પણ વાંચો- IMIMના નેતાની શિવલિંગ અંગેની અભદ્ર ટિપ્પણીનો આખો મામલો



અમદાવાદમાં પોલીસ અરજી થઇ

નોંધનીય છે કે, અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા જયદીપસિંહ વાઘેલાએ દાનિશ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જયદીપસિંહ વાઘેલાએ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમદાવાદના જયદીપસિંહ વાઘેલાએ વાસણા પોલીસમાં એક અરજી કરી છે. જેમાં તેમણે લખ્યુ છે કે, આ અભદ્ર ટ્વિટથી મારી તથા હિંદુ સમાજની લાગણી દુભાયેલી છે. આ હિંદુ સમાજ સામે એક ષડયંત્ર છે. જેથી મારી માંગણી છે કે, આ વ્યક્તિ સામે ફોજદારી રાહે જે પણ પગલા લેવાના થતા હોય તે લેવા મારી માંગણી છે. દેશ અને ગુજરાતમાં જ્યારે શાંતિ પ્રવર્તી છે ત્યારે દેશમાં અરાજકતા ઉભી કરવાના આ પ્રયત્ન છે. જેથી આ સામે પગલા લેવા વિનંતી છે. (આ અંગેની વધુ માહિતી અહીં વાંચો)
First published:

Tags: Gyanvapi Mosque, અમદાવાદ, ગુજરાત, વિવાદ