Home /News /ahmedabad /

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: 1551 ફૂટ લાંંબા તિરંગા સાથે નીકળી જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલની તિરંગા યાત્રા

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: 1551 ફૂટ લાંંબા તિરંગા સાથે નીકળી જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલની તિરંગા યાત્રા

આ

આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં 1551 સ્ટુડન્ટ ભાગ લેશે

આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ઊજવી રહ્યો છે. ત્યારે અમદાવાદની જ્ઞાન્દા ગર્લ્સ હાઈસ્કૂલ (Gyanda Girls High School) દ્વારા 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

વધુ જુઓ ...
    Parth patel, Ahmedabad:સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ઊજવી રહ્યો છે. ત્યારે અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ (Gyanda Girls High School) દ્વારા 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.યાત્રામાં 1551 વિદ્યાર્થીઓ જોડાયા હતા.જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી (CM)  ભુપેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા શિક્ષણ અધિકારી આર. આર. વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

    અમદાવાદમાં સૌપ્રથમવાર 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રા

    ભારત (India) દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી ગુજરાતની અલગ અલગ સ્કૂલો, કોલેજો તથા અન્ય સંસ્થાઓ દ્વારા જુદી જુદી રીતે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી જ્ઞાન્દા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા આ મહોત્સવના ભાગરૂપે તથા વિશેષમાં હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાનમાં સહભાગી થવા માટે 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે.

    આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં 1551 સ્ટુડન્ટ જોડાયા

    સમગ્ર દેશ જ્યારે આ અમૃત મહોત્સવ (Mahotsav) ઉજવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશની જનતામાં એક અલગ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રધ્વજની (National Flag) કુલ લંબાઈ 1551 ફૂટ રહેશે. આટલા લાંબા રાષ્ટ્રધ્વજને લઈ જવા માટે જ્ઞાન્દા ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ના 1551 સ્ટુડન્ટ આ કાર્યક્રમમાં ભાગ લીધો. આ પ્રકારનું આયોજન અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌપ્રથમવાર યોજાયું. જેમાં 1551 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.

    આ પણ વાંચો : અહી 51,000 પંચમુખી રુદ્રાક્ષમાંથી બનાવામાં આવ્યું છે મહા શિવલિંગ; દર્શન માત્રથી જ થાય છે દૂ:ખ દૂર

    વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમભાવ ખીલી ઊઠે તે હેતુ

    જ્ઞાન્દા ગર્લ્સ હાઈ સ્કૂલના (School) આચાર્ય જાગૃતિબેન પટેલ સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ તિરંગા યાત્રા બાળકો દ્વારા યોજવામાં આવી છે. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા શિક્ષણ અધિકારી આર. આર. વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ બાળકો પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવે અને વિદ્યાર્થીઓમાં (Student) રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમભાવ ખીલી ઊઠે.

    આ ઉપરાંત સમગ્ર સૃષ્ટિની અંદર પર્યાવરણનું (Environment) જતન થાય અને સ્વચ્છતા અભિયાનની જાગૃતિ ફેલાય તથા પ્રકૃતિના તત્વોનું સંરક્ષણ થાય તે પણ જરૂરી છે. આ તિરંગા (Tiranga) યાત્રાની શરૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી . આ યાત્રા ઉમિયા હોલથી લઈને પ્રભાત ચોક સુધીના આશરે 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ લઈને નિકળ્યા હતા.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 75th Independence Day, Chief Ministers, Gujrat, School student, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन