Home /News /ahmedabad /મોરબી બ્રીજ દુર્ઘટના મામલે હાઈકોર્ટની સરકારને ટકોર,"50 હજાર કાંઈ જ નથી, વળતર વધારો"

મોરબી બ્રીજ દુર્ઘટના મામલે હાઈકોર્ટની સરકારને ટકોર,"50 હજાર કાંઈ જ નથી, વળતર વધારો"

મોરબી બ્રીજ દુર્ઘટના મામલે હાઈકોર્ટની સરકારને ટકોર

Morbi bridge collapse: હાઈકોર્ટે ગુજરાત સરકારને પીડિતોને યોગ્ય વળતર આપવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે, આ તબક્કે ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર પણ ઓછું છે. વચગાળાના રિપોર્ટમાં ઇજાઓ, હોસ્પિટલમાં દાખલ, સારવારની વિગતો બહાર આવી નથી.

  અમદાવાદ: ગુજરાતના મોરબીમાં ભયાનક પુલ ધરાશાયી (Morbi bridge collapse) થયા બાદ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) ભૂપેન્દ્ર સરકારને રાજ્યના તમામ પુલનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, કેટલા બ્રિજ યોગ્ય સ્થિતિમાં છે? હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી માંગી છે, તેમાંથી કેટલાની હાલત સારી છે. સબમિટ કરેલ રિપોર્ટ પ્રમાણિત હોવો જરૂરી છે અને તેને હાઈકોર્ટ સમક્ષ મુકવાની જરૂર છે. જણાવી દઈએ કે, હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, આ બ્રીજનો રિપોર્ટ 10 દિવસમાં રજૂ કરવામાં આવે.

  મોરબી અકસ્માતના વળતરમાં વધારો કરો: HC

  ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આ કેસના અહેવાલને જોયા બાદ અમારું માનવું છે કે, મૃતકો અને ઈજાગ્રસ્તોના સંબંધીઓને આપવામાં આવતા વળતરમાં વધારો થવો જોઈએ. કોર્ટે અવલોકન કર્યું કે, આ તબક્કે મૃતકોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને વળતર તરીકે રૂપિયા 50,000 પણ નજીવું છે. આ બાબતે કોર્ટે કહ્યું કે, મૃતકોના પરિવારને 10 લાખનું વળતર મળવું જોઈએ. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે, વચગાળાના રિપોર્ટમાં ઇજાઓ, હોસ્પિટલમાં દાખલ, સારવારની વિગતો બહાર આવી નથી.

  આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટના: સુપ્રીમ કોર્ટે CBI તપાસ અને વધારે વળતરની માગ ફગાવી, હાઈકોર્ટમાં જવા કહ્યું

  30 ઓક્ટોબરે બની હતી ઘટના

  ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો બ્રિટિશ જમાનાનો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 47 બાળકો સહિત 140થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં તેના બે સંબંધીઓને ગુમાવનાર વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી, જેમાં CBI તપાસ, તેમના પરિવારના સભ્યોને ગુમાવનારાઓને સન્માનજનક વળતર અને મ્યુનિસિપલ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.  અગાઉ પણ સુપ્રીમ કોર્ટે કરી હતી ટકોર

  સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, હાઈકોર્ટ સ્વતંત્ર તપાસ, તપાસ અને કાર્યવાહીમાં તેથી તથા યોગ્ય વળતરના પાસા પર ધ્યાન આપે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પાસે આગ્રહ રાખ્યો છે કે, તે નિયમિત અંતરે સુનાવણી કરતા રહે જેથી તમામ પાસા પર સુનાવણી થઈ શકે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે, જો તેમને ફરીથી આગળ જતાં સુપ્રીમ કોર્ટને દખલગીરી કરવી જોઈએ તેવું લાગે તો, તેઓ ફરી સુપ્રીમ કોર્ટ આવી શકે છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને એ મુદ્દા પર ધ્યાન આપવા કહ્યું કે, જેમાં અરજીકર્તાઓ તરફથી માગ રાખવામાં આવી છે, તેના પર નિર્દેશ જાહેર કરવાની વાત પણ કહી છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Morbi Accident, Morbi bridge collapse

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन