Home /News /ahmedabad /ગુજકેટની તારીખ જાહેર: પરીક્ષા પહેલા આ કાળજી રાખવી ખૂબ જ જરૂરી, બાકી...
ગુજકેટની તારીખ જાહેર: પરીક્ષા પહેલા આ કાળજી રાખવી ખૂબ જ જરૂરી, બાકી...
ગુજકેટની તારીખ જાહેર
રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ પરીક્ષા બાબતે વિધાર્થીઓએ કેટલીક જાણકારી રાખવી જરૂરી છે. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીના એડમિશન માટે લેવાતી ગુજકેટ આગામી 3 એપ્રિલએ લેવામાં આવશે.
અમદાવાદ: ગુજકેટની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખની જાહેરાત કરાઈ છે. જણાવી દઈએ કે, આગામી 3 એપ્રિલ 2023ના રોજ આ પરીક્ષા લેવામાં આવશે. ઉલ્લ્ખનીય છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(ગુજકેટ) લેવાય છે.
રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ પરીક્ષા બાબતે વિધાર્થીઓએ કેટલીક જાણકારી રાખવી જરૂરી છે. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીના એડમિશન માટે લેવાતી ગુજકેટ આગામી 3 એપ્રિલએ લેવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગત વર્ષ 2017થી ગુજકેટ ફરજીયાત કરવામાં આવી છે. રાજ્યભરમાં સવારે 10 થી સાંજના 4 વાગે સુધી આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રઓ ખાતે યોજાશે.
શૈક્ષણિક વર્ષ જૂન-2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલો છે. NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-2023 ની પરીક્ષા માટે રહેશે. ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે, એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે.
OMR આન્સર સીટ પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. આ સાથે જ, જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR આન્સર સીટ પણ અલગ આપવામાં આવશે, એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. મહત્વનુ છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અંદાજે સવા લાખથી વધુ વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. આ પરીક્ષા માટે હોલ ટીકીટની માહિતી પણ પરીક્ષા નજીક આવતા જાહેર કરવામાં આવશે.