Home /News /ahmedabad /વિપુલ ચૌધરી વિસનગરથી આપના નેજા હેઠળ ચૂંટણી લડે તેવા સંકેત, 15મીએ અર્બુદા સેનાનું સંમેલન

વિપુલ ચૌધરી વિસનગરથી આપના નેજા હેઠળ ચૂંટણી લડે તેવા સંકેત, 15મીએ અર્બુદા સેનાનું સંમેલન

આગામી 15મી નવેમ્બરે ગાંધીનગરના ચરાડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે.

Gujarat Election 2022: ગુજરાતમાં આપ અને અર્બુદા સેનાનું ગઠબંધન થાય તેવા સંકેત મળી રહ્યા છે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

અમદાવાદ: ગઇકાલે કેટલીક સીટો માટે એનસીપી અને કોંગેસના ગઠબંધનની જાહેરાત થઇ હતી. એવી જ રીતે અન્ય એક ચૂંટણી ગઠબંધનના અણસાર પણ જણાય રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વહેતી ગંગામાં હાથ ધોઈને સૌ કોઇ પોતાનું હિત સાધી લેવામાં લાગી ગયા છે. ગુજરાતમાં આપ અને અર્બુદા સેનાનું ગઠબંધન થાય તેવા સંકેત મળી રહ્યા છે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેના લીધે મહેસાણાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી 15મી નવેમ્બરે ગાંધીનગરના ચરાડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા અર્બુદા સેના સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે અને વિપુલ ચૌધરી પણ એ જ સમયે વિધિવત રીતે આપમાં જોડાશે.

15 નવેમ્બરે અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આપમાં જોડાશે

અર્બુદા સેનાના મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ નિવેદન આપ્યું છે કે, આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે. જેમાં અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે. જોકે, આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: બીજેપીની બીજી યાદી જાહેર, છ બેઠક પર નામ જાહેર

વિપુલ ચૌધરી આપમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે

વિસનગર વિધાનસભા સીટ પર ભાજપે ઋષિકેશ પટેલને ટિકિટ આપતા વિપુલ ચૌધરી આપમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે. વિસનગર વિધાનસભા સીટ પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. વર્ષ 1995થી લઇને 2017 સુધી વિસનગર સીટ પર ભાજપનો વિજય થયો છે. વર્ષ 2007, 2012, 2017માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિજેતા બન્યા હતા. 2022માં અહીંથી ઋષિકેશ પટેલને પણ ટિકિટ મળી છે. ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી અને તેમનું જૂથ સતત આરોપ મૂકી રહ્યું છે કે, વિપુલ ચૌધરીના જેલ ગમન પાછળના કારણોમાં ઋષિકેશ પટેલનો હાથ છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन