Home /News /ahmedabad /Ahmedabad: કાલીબારી મંદિરમાં થાય છે સિંદૂર ખેલા; બંગાળી સમાજમાં સિંદૂર ખેલાની આવી છે માન્યતા

Ahmedabad: કાલીબારી મંદિરમાં થાય છે સિંદૂર ખેલા; બંગાળી સમાજમાં સિંદૂર ખેલાની આવી છે માન્યતા

કોઈપણ

કોઈપણ પ્રકારના રસાયણ અને કેમિકલ વગર ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ મૂકવામાં આવશે

પશ્ચિમ બંગાળ સહિતના પ્રદેશમાં દૂર્ગા પૂજાની ભવ્ય ઉજવણી થતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ ઘણા સ્થળોએ દર વર્ષે દૂર્ગા પૂજાના મંડપોમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરીને પૂજન-અર્ચન કરવામાં આવે છે.



    Parth Patel, Ahmedabad :નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે અને સાથે દૂર્ગા પૂજા ઉત્સવનો પણ આરંભ થયો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ સહિતના પ્રદેશમાં દૂર્ગા પૂજાની ભવ્ય ઉજવણી થતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ ઘણા સ્થળોએ દર વર્ષે દૂર્ગા પૂજાના મંડપોમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરીને પૂજન-અર્ચન કરવામાં આવે છે.

    બંગાળ કલ્ચરલ એસોસિયેશન દ્વારા આયોજિત પૂજામાં 60 હજાર બંગાળી પરિવાર જોડાશે

    આ વર્ષે પણ આ અનન્ય ધાર્મિક પરંપરા ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉજવાઇ રહી છે. દૂર્ગાપૂજા, સિંદૂર ખેલા વગેરે જેવી ધાર્મિક પરંપરાનું અનેરુ મહાત્મ્ય હોય છે. બંગાળ કલ્ચરલ એસોસિએશન (BCA) દ્વારા પ્રથમ વખત કાલીબારી મંદિરમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 60,000 થી વધારે બંગાળી પરિવારો જોડાશે. આ ઉત્સવ ભૂતકાળમાં વિવિધ સ્થળોએ યોજાયો હતો.

    શહેરમાં બંગાળીઓની વધતી જતી વસ્તી સાથે એસોસિએશનને લાગ્યું કે ઉજવણીને વધુ ભવ્ય રીતે યોજવાની જરૂર છે. જેથી તે બધા માટે વધુ સારો અનુભવ થાય. આ ઉપરાંત પુજો શહેરના બિન-બંગાળીઓમાં પણ લોકપ્રિય છે. જેઓ દર વર્ષે તેની આતુરતાપૂર્વક રાહ જુએ છે. છેલ્લા 11 વર્ષથી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (AES) મેદાનમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવે છે.

    કોઈપણ પ્રકારના રસાયણ અને કેમિકલ વગર ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ મૂકવામાં આવશે

    અનલ મુખર્જી અને પ્રિયંકા રોયે જણાવ્યું કે આ પૂજામાં કોઈપણ પ્રકારના રસાયણ અને કેમિકલ વગર ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ મૂકવામાં આવશે. જેમાં વાંસ, સ્ટ્રો અને માટીનો ઉપયોગ કરીને મૂર્તિ તૈયાર કરવામાં આવશે. આ પંડાલને પણ જ્યુટ કાપડ, માટી, અલ્પોના વર્ક અને પશ્ચિમ બંગાળના જાણીતા કલાકારોના ચિત્રોનો ઉપયોગ કરીને શણગારવામાં આવશે.વધુમાં જણાવતા કહ્યું કે બાજુના પ્લોટમાં પૂજા થતી હોવાથી કાલીબારી મંદિરની મુલાકાત લેતા લોકોની સંખ્યામાં વધારો થશે. બંગાળી લોકો હવે તહેવારનો આનંદ માણી શકશે. સંધ્યા આરતી બાદ કોલકાતાના સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

    આ તહેવારમાં એકબીજા સાથે મળીને પ્રાર્થના, ભક્તિ અને બંગાળી ભોજન પર મિજબાની કરે છે

    આ તહેવાર સમુદાયને સાથે મળીને પ્રાર્થના કરવા, એકબીજા સાથે ભળવા, ભોગ માણવા, ભક્તિમાં વ્યસ્ત રહેવા અને અધિકૃત બંગાળી ભોજન પર મિજબાની કરવા માટે પણ પ્રદાન કરે છે. બે વર્ષ પછી દુર્ગા પૂજા થતી હોવાના કારણે અનેક નવીનતા અને ફેસિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ માટે કોલકાતાના શીલંકારો દ્વારા જુદા જુદા શિલ્પો તૈયાર કરવામાં આવશે. સિનિયર સિટીજન માટે ઇલેક્ટ્રિક ગાડીઓ મૂકવામાં આવશે. જેથી તેમને પંડાલથી બીજે ક્યાંય જવા માટે તકલીફનો સામનો ન કરવો પડે. બંગાળની વિવિધ વાનગીઓ અને સ્થાનિક તેમજ આપણા દેશના જુદા જુદા ભાગોની વાનગીઓ લોકોને માણવા મળશે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन