Home /News /ahmedabad /ગુજરાતીઓએ પ્રવાસ માટે જોવી પડશે રાહ, ભારતના કેટલાક લોકેશન SOLD OUT
ગુજરાતીઓએ પ્રવાસ માટે જોવી પડશે રાહ, ભારતના કેટલાક લોકેશન SOLD OUT
ભારતના કેટલાક લોકેશન SOLD OUT
Some Location Sold Out: છેલ્લા બે વર્ષ સુધી કોરોના કાળમાં લોકો પ્રવાસ કરી શક્યા ન હતા. જેથી લોકો હવે મોટી સંખ્યામાં ફરવા નીકળવા લાગ્યા છે. દિવાળીના વેકેશનમાં પણ લાખો લોકો પ્રવાસમાં નીકળશે. જેથી આ સમયે વિમાની ભાડામાં તોતીંગ વધારો થઈ શકે છે. દાર્જીલીંગના ગેટ-વે બાગડોગરાના વિમાની ભાડામાં 331 ટકાના વધારો થયો.
Some Location Sold Out: છેલ્લા બે વર્ષ સુધી કોરોના કાળમાં લોકો પ્રવાસ કરી શક્યા ન હતા. જેથી લોકો હવે મોટી સંખ્યામાં ફરવા નીકળવા લાગ્યા છે. દિવાળીના વેકેશનમાં પણ લાખો લોકો પ્રવાસમાં નીકળશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે, તેવા સમયે વિમાની ભાડામાં તોતીંગ વધારો છે. પ્રવાસન સ્થળોના ગેટ-વે ગણાતા સ્થળોના વિમાની ભાડા ધરખમ ઉંચા થઈ ગયા છે. અમદાવાદમાં દરેક ટુર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીમાં દિવાળી પહેલા દિવાળી જોવા મળી રહી છે. આ વર્ષે ગુજરાત સાથે ગુજરાત બહાર હિમાચલ, કાશ્મીર, ગોવા અને કેરાલા સહિત અનેક રાજ્યોમાં બુકિંગ થઈ રહ્યા છે.
આ વખતે સૌથી વધારે એર ફેર ચૂકવવો પડશે
આ સાથે ઈન્ટરનેશનલ ટુર માટે લોકો વિયેતનામ, બાલી, દુબઈ, અબુધાબી, શ્રીલકા અને રસલખાઈ ફેવરિટ બન્યા છે. જોકે, આ વખતે લોકોને સૌથી વધારે એર ફેર ચૂકવવાનો વારો આવ્યો છે. કેરળનું ગેટ-વે કોચ્ચી હોવાથી 22થી 31 ઓક્ટોબરના દિવાળીની રજાના સમયગાળાની ટિકિટ આજે બૂક કરાવવામાં આવે તો રીટર્ન ટિકિટના 70, 464 રૂપિયા છે. જે સામાન્ય દિવસો કરતાં 683 ટકા ઉંચા છે. આજ રીતે દાર્જીલીંગના ગેટ-વે બાગડોગરાનું વિમાની ભાડુ 38,774 જે 331 ટકા વધુ છે.
ઉતરાખંડના પ્રવેશદ્વાર દહેરાદૂન, હિમાચલના ગેટ-વે ચંદીગઢ જેવા સેન્ટરોના વિમાની ભાડા પણ ઘણા ઉંચા છે. પ્રવાસન સ્થળો ઉપરાંત મેટ્રો શહેરોના વિમાની ભાડામાં પણ મોટો વધારો છે. આ વખતે દિવાળી સોમવારે છે એટલે શનિ-રવિની સળંગ રજાનો પણ લાભ મળવાનો છે. શકિત ટ્રાવેલ્સના મહેશ ધંધુકિયાના કહેવા પ્રમાણે આ વર્ષે ગુજરાત બહાર અને દેશ બહાર જનાર ગુજરાતીઓની સંખ્યા વધી છે. આ વર્ષે 5,000 લોકો ગુજરાત બહાર જઈ રહ્યા છે. જેમના વિઝા અપ્રુવ થઈ ગયા છે, જ્યારે ભારત બહાર પણ લોકો બુકિંગ કરી રહ્યા છે જો કે હાલ હવે કેટલીક જગ્યાઓ sold out થઈ ગઈ છે, જેને લઇને પ્રવાસ માટે બુકિંગમાં વેઈટીગ ચાલે છે.
એડવાન્સમાં જ હજારો-લાખો ટિકિટ બૂક થવા લાગી
જન્માષ્ટમી અને સ્વતંત્ર પર્વ પર પણ સળંગ રજાઓ આવી હતી અને ત્યારે પણ વિમાની ભાડા ઉંચા ગયા હતા. દિવાળીમાં પણ હવાઈ ભાડા ધરખમ ઉંચા રહેવાની આશંકાથી સંખ્યાબંધ પ્રવાસીઓ તથા ટ્રાવેલ એજન્ટોએ એડવાન્સમાં જ હજારો-લાખો ટિકિટ બૂક કરાવી લીધી હોવાના સંકેત છે. અત્યાર સુધીમાં ટિકિટ બૂક કરાવી ન હોય તેવા પ્રવાસીઓને હવે ઉંચા ભાડા ચૂકવવા પડશે અથવા પ્રવાસ માટે વૈકલ્પીક માર્ગ અપનાવવો પડશે. ઈન્ટરનેશનલ ટ્રીપમાં વિઝાને કારણે ઈસ્યુ થઈ રહ્યો છે જેમાં યુરોપિયન કન્ટ્રીઝમાં હજી વિઝા પ્રોસેસ ડીલે છે.
વિમાની ટિકિટોની જેમ હોટલ બુકીંગમાં ધરખમ વઘારો
જીગર ધંધુકિયાના કહેવા પ્રમાણે આ વર્ષે લોકોને વિદેશ જવું વદારે પસંદ પડે છે. જેમાં હાલ પૂરતું સૌથી મોઘું એર ટિકિટ અને એકોમોડેશન છે. વિઝા પ્રોસેસ પણ જલદી નથી થઈ રહી જેને કારણે વિદેશ જવા માટે બુકિંગ કરાવવા લોકોને નવેમ્બર મહિનામાં બુકિંગ કરવું પડશે. અમારી પાસે જે ક્લાયન્ટ છે તેમને નવરાત્રિ પહેલાથી બુકિંગ કરાવી લીધું હતું. જેથી અત્યારે અમારે બીજા ગ્રાહકોને ના પાડવી પડે છે. ટૂર ઓપરેટરોના કહેવા પ્રમાણે 22થી 31 ઓક્ટોબરની રજા રહે તેમ છે અને તેને કારણે હવાઈ સફર મોંઘી છે. વિમાની ટિકિટોની જેમ હોટલ બુકીંગમાં પણ વધારે થયો છે. ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, કેરળ અને પૂર્વોતર ક્ષેત્રના પ્રવાસન સ્થળો ભરચક્ક બનશે.