આજે કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી અરૂણ જેટલીના 12 વગાડશે!

H
Updated: January 1, 1970, 5:30 AM IST
આજે કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી અરૂણ જેટલીના 12 વગાડશે!
સીબીઆઇએ દિલ્હી સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર સામે તપાસ હાથ ધરતાં રાજકીય વિવાદ ખડો થયો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાણે કે સામસામે આવી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે બપોરે 12 વાગે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં નાણામંત્રી અરૂણ જેટલી અંગે મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો છે.

  • Share this:
નવી દિલ્હી # સીબીઆઇએ દિલ્હી સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર સામે તપાસ હાથ ધરતાં રાજકીય વિવાદ ખડો થયો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાણે કે સામસામે આવી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે બપોરે 12 વાગે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં નાણામંત્રી અરૂણ જેટલી અંગે મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. પૂર્વ ક્રિકેટર અને સાંસદ કિર્તી આઝાદના આધારે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, તેમણે જ ડીડીસીએમાં ભ્રષ્ટાચારનો મામલો ઉઠાવ્યો હતો. પાર્ટીનો આરોપ છે કે અરૂણ જેટલીએ જ ડીડીએમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ તપાસ અટકાવી દેવાની માટે સીબીઆઇનો ડંડો ચલાવ્યો હતો. તો બીજી તરફ નાણામંત્રી અરૂણ જેટલીએ આ તમામ આરોપોને તથ્યો વગરના કહી અવગણ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આવા બેબુનિયાદી આરોપો અંગે જવાબ આપવા માંગતા નથી. એમના મતે જે રાજ્ય સરકાર અને પાર્ટી સામે ભ્રષ્ટાચારના સંગીન આરોપ હોય એમના તથ્યહીન આરોપો અંગે જવાબ આપવાનો કોઇ અર્થ નથી.
First published: December 17, 2015
વધુ વાંચો
अगली ख़बर