Home /News /ahmedabad /

ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રાસ ગરબાની રમઝટ બોલાવી

ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રાસ ગરબાની રમઝટ બોલાવી

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતના કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

ગુજરાતના કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવતા મોટી સંખ્યામાં ગુજરાતી અને વિદેશીઓએ પણ ભવ્ય રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. કલાકારોએ વિદેશની ધરતી પર ભારતીય સાથોસાથ શ્રીનાયજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત (Gujarati Singar)ના ઉભરાટ કલાકારોની યાદી તપાસીએ તો તેમાં એક નામ દિવ્યા ચૌધરી (Divya Chaudhary)નું આવે અને આ જ ઉભરતા કલાકારે એવા તો સુર રેલાવ્યા કે ઓસ્ટ્રેલિયા (Australia)નાં સિડનીના દરેક સ્થળ પર દિવ્યા ચૌધરીના આજે દિવાના જોવા મળી રહ્યા છે. જી હા જુલાઈ મહિનામાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રાસ ગરબાની રમઝટ જામી હતી, જેમાં ગુજરાતી ગરબા અને સંગીતને ઉજાગર કરતા ઓસ્ટ્રેલિયાના ઇવેન્ટના ઓનર દિપેશ પરીખ દ્વારા સીડની શહેરમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ખ્યાત નામ કલાકાર દિવ્યા ચૌધરી, હેમંત જોશી અને કિરણ ગજેરા જેવા અનેક કલાકારો દ્વારા રાસ સંસ્કૃતિ ઉજાગર કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતના કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવતા મોટી સંખ્યામાં ગુજરાતી અને વિદેશીઓએ પણ ભવ્ય રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. કલાકારોએ વિદેશની ધરતી પર ભારતીય સાથોસાથ શ્રીનાયજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ તકે વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી અને ભારતીય પરિવારોએ રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. બ્રિસબેન અને કેનબેરા સીટી ઓસ્ટેલિયા માં ગુજરાતીઓ દિવ્યા ચૌધરીના ગરબામાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આટલા મોટા પાયાની ઘટના પહેલીવાર બની રહી છે. દરેક વ્યક્તિ સંસ્કૃતિની એકરૂપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે ત્યારે ગરબા એક એવો તહેવાર છે જે સંગીત અને નૃત્ય સમનવય થાય છે.



ભારતીય કલાને ઉજાગર કરવા અનેક કલાકારોને વિદેશમાં પોતાની માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરવા બદલ સ્ટેજ મળતું હોય છે ત્યારે દિવ્યા ચૌધરી જેવા કલાકાર વિદેશની ધરતી પણ ભારતીય અને ગુજરાતી હોવાનું ગૌરવ વધાર્યું છે. જેને લઇને તમામ કલાકારો પણ વિદેશ ની ધરતી પર ગુજરાતી અને ભારતીય હોવાનું ગર્વ અનુભવે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Australia, Gujarati Folk Singer, Gujarati news, Gujarati singer

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन