સાણંદ: ટાટા નેનોને તાળાબંધી કરવા પહોંચેલા અલ્પેશ ઠાકોરની અટકાયત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સાણંદ: ટાટા નેનોને તાળાબંધી કરવા પહોંચેલા અલ્પેશ ઠાકોરની અટકાયત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગુજરાત સરકારે આદ્યોગિક જુથોને મોટી મદદ કરી હોવા છતાં ઉદ્યોગો દ્વારા ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં આવતી ન હોવાને લઇને અલ્પેશ ઠાકોર દ્વારા આજે સાણંદ સ્થિત ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવાની હાકલ કરી છે. અલ્પેશ ઠાકોર સમર્થકો સાથે સાણંદ પહોંચી ચૂક્યા છે અને તાળાબંધી કરવા મક્કમ છે. જ્યારે આવો કોઇ કાર્યક્રમ ન થાય એ માટે પોલીસને ગોઠવી દેવાઇ છે. જોકે તાળાબંધી કરાય એ પહેલા અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
સાણંદ #ગુજરાત સરકારે આદ્યોગિક જુથોને મોટી મદદ કરી હોવા છતાં ઉદ્યોગો દ્વારા ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં આવતી ન હોવાને લઇને અલ્પેશ ઠાકોર દ્વારા આજે સાણંદ સ્થિત ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવાની હાકલ કરી છે. અલ્પેશ ઠાકોર સમર્થકો સાથે સાણંદ પહોંચી ચૂક્યા છે અને તાળાબંધી કરવા મક્કમ છે. જ્યારે આવો કોઇ કાર્યક્રમ ન થાય એ માટે પોલીસને ગોઠવી દેવાઇ છે. જોકે તાળાબંધી કરાય એ પહેલા અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે. વાંચો : ગુજરાત વિધાનસભામાં મારામારી, બે ધારાસભ્યો સસ્પેન્ડ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર દ્વારા સાણંદ ખાતે ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવાની હાકલ કરવામાં આવી હતી. જેને પગલે સમર્થકો વહેલી સવારથી જ સાણંદ આવવા શરૂ થઇ ગયા હતા. પરંતુ પ્લાન્ટના રસ્તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમજ સમર્થકોને પ્લાન્ટ નજીક અટકાવાઇ રહ્યા છે. આ સંજોગોમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર હાલમાં સાણંદ પહોંચી ગયા છે અને પ્લાન્ટથી થોડે દુર અટકી ગયા છે. અહીં તેમણે કહ્યું કે, સરકારે પાણીની જેમ ઔદ્યોગિક ગૃહોને મદદ કરી છે, ખેડૂતોના ભોગે આવા જુથોને જમીનો આપી દેવાઇ છે. આમ છતાં ગુજરાતના યુવાનો બેરોજગાર છે. જ્યાં સુધી યુવાનોને રોજગારી નહીં મળે ત્યાં સુધી આવા એકમોને તાળાબંધી કરાશે. ટાટા નેનો પ્લાન્ટની તાળાબંધી કરવા જાય એ પૂર્વે જ પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે. હજારો બેરોજગાર યુવાનો અહીં આવી પહોંચ્યા હતા. આ સંજોગોમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर