આનંદો : 15 ટકા સુધી વધી શકે છે કર્મચારીઓનો પગાર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
આનંદો : 15 ટકા સુધી વધી શકે છે કર્મચારીઓનો પગાર
નવા વર્ષે કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. સાતમા પગાર પંચ અંગે નાણામંત્રી અરૂણ જેટલીને આજે પોતાનો રિપોર્ટ આપશે. સુત્રોના જણાવ્યા અનુસાર આયોગે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 15 ટકા વધારાની ભલામણ કરી છે.

  • Share this:
નવી દિલ્હી # નવા વર્ષે કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. સાતમા પગાર પંચ અંગે નાણામંત્રી અરૂણ જેટલીને આજે પોતાનો રિપોર્ટ આપશે. સુત્રોના જણાવ્યા અનુસાર આયોગે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 15 ટકા વધારાની ભલામણ કરી છે. મોદી સરકારના કાર્યકાળમાં સરકારી કર્મચારીઓના સારા દિવસો આવવા જઇ રહ્યા છે. કેન્દ્ર સરકાર 1લી જાન્યુઆરી 2016થી સાતમું પગાર પંચ અમલ કરવા જઇ રહી છે. પગાર પંચની ભલામણોનો અમલ થતાં કેન્દ્ર સરકારના અંદાજે 50 લાખ જેટલા કર્મચારીઓને આનો ફાયદો થશે અને અંદાજે 56 લાખ પેન્શનધારકોને પણ લાભ થશે. એવું માનવામાં આવે છે કે સાતમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 15 ટકાનો વધારો થવાનો અંદાજો છે. સુત્રોના જણાવ્યા અનુસાર 900 પાનાના રિપોર્ટમાં ગ્રુપ-એમાં આવનારી તમામ પ્રકારની સેવાઓને સમાન કરવા પણ ભલામણ કરવામાં આવી છે. સાતમું પગાર પંચ ફેબ્રુઆરી 2014માં બેઠું હતું અને 18 મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવાનો હતો. જોકે ઓગસ્ટમાં સરકારે વધુ ચાર મહિના આપતાં ડિસેમ્બર સુધી રિપોર્ટ આપવા કહ્યું હતું.
First published: November 19, 2015
વધુ વાંચો
अगली ख़बर