સાણંદમાં સરકાર સામે સુત્રોચ્ચાર, ઠાકોર સેના ઉતરી આવી રસ્તા પર

Haresh Suthar | News18 Gujarati
Updated: February 15, 2017, 10:23 AM IST
સાણંદમાં સરકાર સામે સુત્રોચ્ચાર, ઠાકોર સેના ઉતરી આવી રસ્તા પર
સિંચાઇ માટે પાણીની માંગણી કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના પર પોલીસ દ્વારા કરાયેલા અત્યાચારના વિરોધમાં ઓબીસી એકતા મંચ દ્વારા આજે સાણંદ બંધનું એલાન અપાયું છે. અલ્પેશ ઠાકોરના એલાનના પગલે ઠાકોર સેના રસ્તા પર ઉતરી આવી છે અને સરકાર વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરાઇ રહ્યા છે તો બીજી તરફ ભાજપના નેતાઓ દુકાનો ખોલાવવા માટે વેપારી પર દબાણ કરી રહ્યા હોવાનો અલ્પેશ ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 15, 2017, 10:23 AM IST
સાણંદ #સિંચાઇ માટે પાણીની માંગણી કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના પર પોલીસ દ્વારા કરાયેલા અત્યાચારના વિરોધમાં ઓબીસી એકતા મંચ દ્વારા આજે સાણંદ બંધનું એલાન અપાયું છે. અલ્પેશ ઠાકોરના એલાનના પગલે ઠાકોર સેના રસ્તા પર ઉતરી આવી છે અને સરકાર વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરાઇ રહ્યા છે તો બીજી તરફ ભાજપના નેતાઓ દુકાનો ખોલાવવા માટે વેપારી પર દબાણ કરી રહ્યા હોવાનો અલ્પેશ ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો છે.

સાણંદ આસપાસના વિસ્તારના ગામડામાં સિંચાઇ માટે પાણી મળતું ન હોવાથી ખેડૂતો દ્વારા પાણીની માંગ માટે સોમવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો દ્વારા કરાયેલા આ વિરોધ પ્રદર્શન વખતે મામલો બિચકાતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેને પગલે મામલો ઉગ્ર બન્યો હતો.

ખેડૂતો પર થયેલા અત્યાચારને પગલે ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા મંગળવારે સાણંદ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના એલાનને પગલે સવારથી જ સાણંદ બજારમાં સન્નાટો છવાયો છે. બંધને સફળ બનાવવા માટે ઠાકોર સેના રસ્તા પર ઉતરી આવી છે. ઠાકોર સેના દ્વારા સરકાર વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા હતા.

આ સંજોગોમાં અલ્પેશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કરતું નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ખેડૂતો પર થયેલા અત્યાચારના વિરોધમાં વેપારીએ સમર્થન આપી બંધને સફળ બનાવી રહ્યા છે તો ભાજપના નેતાઓ બજાર ખોલાવવા નીકળ્યા છે. તેમની સામે સરકાર અને પોલીસ કાર્યવાહી કરે. ખેડૂત કે વેપારીને કોઇ હેરાન કરવાની કોશિષ ન કરે, અલ્પેશ ઠાકોર ખેડૂતોની સાથે છે.
First published: February 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर