આ બહેનોએ ભણેલાઓનો ભ્રમ ભાંગ્યો છે, ગામનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
આ બહેનોએ ભણેલાઓનો ભ્રમ ભાંગ્યો છે, ગામનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અહીંના મહાત્મા મંદિર ખાતે સ્વચ્છ શક્તિ 2017 સમારોહમાં દેશમાંથી આવેલ મહિલા સરપંચોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારૂ સૌભાગ્ય છે કે વિશ્વ મહિલા દિવસે આજે મને આપને મળવાનો મોકો મળ્યો. મને અહીં આવવામાં મોડુ થયું એનું કારણ એક એ પણ છે કે અહીંનું પ્રદર્શન જોવામાં સમય ગયો. સરપંચની જવાબદારી તમે નિભાવી રહ્યા છો ત્યારે આ ઘણું ઉપયોગી સાબિત થશે. આ મારો વિશ્વાસ છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #અહીંના મહાત્મા મંદિર ખાતે સ્વચ્છ શક્તિ 2017 સમારોહમાં દેશમાંથી આવેલ મહિલા સરપંચોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારૂ સૌભાગ્ય છે કે વિશ્વ મહિલા દિવસે આજે મને આપને મળવાનો મોકો મળ્યો. મને અહીં આવવામાં મોડુ થયું એનું કારણ એક એ પણ છે કે અહીંનું પ્રદર્શન જોવામાં સમય ગયો. સરપંચની જવાબદારી તમે નિભાવી રહ્યા છો ત્યારે આ ઘણું ઉપયોગી સાબિત થશે. આ મારો વિશ્વાસ છે. અહીં આવેલી બહેનોએ ભણેલાઓનો ભ્રમ ભાંગ્યો છે. ભલે આ બહેનો વધુ ભણેલી નહીં હોય પરંતુ એમણે સ્વચ્છતા મામલે ઘણું કામ કરી બતાવ્યું છે. સ્વચ્છ શક્તિનો સમારોહ છે. ગાંધીની જન્મ ભૂમિ ગુજરાતમાં છે. ગાંધીના નામથી બનેલા એ શહેરમાં છે અને જેને મહાત્મા કહેતા હતા એ મંદિરમાં છે તો તમે સમજી શકો છો કે એનું કેટલું મહત્વ હશે. દાંડી કુટીર અહીં બનેલી છે એને પણ તમે જરૂર જોવો. બાપુના જીવનને આપણે સમજીશું તો પરિણામ માટેના આપણા પ્રયાસ ક્યારેય બેકાર નહીં જાય. 2019માં મહાત્મા ગાંધીને 150 વર્ષ થાય છે. પૂજ્ય બાપુ કહેતા હતા કે, હિન્દુસ્તાન ગામડાઓમાં વસેલું છે. બીજી વાત તેઓ કહેતા હતા કે મને આઝાદી અને સ્વચ્છતા બંનેમાંથી કોઇ પસંદ કરવાનું થાય તો હું સ્વચ્છતા પસંદ કરૂ. ગાંધીજીના જીવનમાં સ્વચ્છતાનું કેટલું મહત્વ છે એ આના પરથી સમજાય છે. ગાંધી 150 આપણે ઉજવીશું ત્યાં સુધી સ્વચ્છતાના વિષયમાં દરેકે આ વિષયમાં કંઇ કર્યું છે, પરંતુ હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે આ કરવાનું છે. તો એ આપણો હિસ્સો બનશે, રાષ્ટ્રીય ઓળખ બનશે, આ સ્થિતિ આપણે પેદા કરવા ઇચ્છીએ છીએ. આ એ બહેનો સરપંચ છે જેમણે કરી બતાવ્યું છે. ખુલ્લામાં શૌચ જવામાં એમણે સંઘર્ષ કર્યો છે. એજ રીતે સ્વચ્છતાનો સંદેશો એમણે પ્રસરાવ્યો છે. જે ગતિ આવી છે એને જો સમયબધ્ધ રીતે બારીકાઇથી લાગુ કરવાનો પ્રયાસ કરીશું તો ગાંધી 150 થતાં ઘણું કરી શકીશું. જીવનમાં શું કરવાનું છે એ જેણે ખબર નથી એ માત્ર જીવન પસાર કરે છે. પરંતુ જેને ખબર છે એ રોકાયા વગર પોતાના લક્ષ્યની પૂર્તિ માટે સંઘર્ષ કરવો પડે તો પણ મુકાબલો કરીને મકસદને પૂર્ણ કરે છે. પુરૂષ સરપંચની સરખામણીએ મહિલા સરપંચ કામ પ્રત્યે વધુ સજાગ હોય છે. પુરૂષ સરપંચ અન્ય કામોમાં વિચારતો રહે છે પરંતુ મહિલાઓ જે સમયે જે કામ મળ્યું એને પુરી લગનથી કામ કરવામાં વ્યસ્ત કરે છે. એક સંસ્થાએ રસપ્રદ સર્વે કર્યો છે. જેમાં મહત્વની વાત સામે આવી છે. પ્રોફેશનલ મહિલાઓનો સર્વે કર્યો જેમાં સામે આવ્યું કે, નવી વસ્તુ શીખવાની વાત મહિલાઓમાં વધુ છે. કામ પુરૂ ના થાય તો એ ચેનથી બેસતી નથી. આપણા દેશની 50 ટકા માતૃશક્તિ જો દેશના કલ્યાણમાં જોડાય તો દેશ ક્યાંયનો ક્યાંય જઇ શકે એમ છે. બેટી બચાવો બેટી ભણાવો. જે ગામમાં મહિલા સરપંચ હોય ત્યાં તો ભ્રુણ હત્યા ક્યારેય ન થવી જોઇએ. એ જાગૃતિનું કામ સરપંચ મહિલાએ કરવું જોઇએ. વહુ સામે દબાણ થાય તો સરપંચે ઉભા રહેવું જોઇએ. સમાજમાં બેટીઓનું અસંતુલન આવ્યું છે. આ પાપ છે. એની વિરૂધ્ધ સમાજની જવાબદારી છે કે સરપંચ મહિલાઓ એમાં વધુ સફળ થઇ શકે એમ છે. સમાજની જે માનસિકતા છે એ બદલવી જ પડશે. મેં એવી પણ પુત્રીઓ જોઇ છે કે માતા પિતા માટે એમણે લગ્ન ન કર્યા હોય અને એના પરિવાર પણ જોયા છે કે જેમાં ચાર ચાર પુત્રો હોય પરંતુ માતા પિતા વૃધ્ધાશ્રમમાં હોય. સમાજમાં આપણે બદલાવ લાવવો જ પડશે. જ્યાં સુધી ગંગા હિમાલય છે, સીતાની ગાથા છે ત્યાં સુધી બાલિકા તુમ જીતી રહો...આ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. બેટી બચાવો બેટી ભણાવો, સરપંચોને મારો આગ્રહ છે કે બેટીઓને ભણાવો. ગામમાં સ્કૂલ છે, તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે કયો પરિવાર બેટીઓને સ્કૂલ મોકલતો નથી. મહિનામાં એકાદવાર શિક્ષકોને ઘરે ચા પીવા બોલાવો, સ્કૂલ અંગે વાત કરો. પરંતુ શિક્ષકને લાગશે કે સરપંચ જાગૃત છે અને એ શિક્ષણ માટે વધુ સજાગ બનશે. પરંતુ મોટા ભાગના સરપંચ ના કરવાના ઘણા કામ કરે છે. વર્લ્ડ બેંકનો સર્વે કહે છે કે, ગરીબ લોકો બિમાર પડે છે એમાં સૌથી મોટો રોલ ગંદકીનો છે. જો સરપંચો નક્કી કરે અને સ્વચ્છતા પર ભાર મુકે તો લોકોનું આરોગ્ય પણ સુધરી શકે એમ છે. રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, ગામ મહિલાઓની જેમ હોય છે. એમના અસ્તિત્વમાં સમસ્ત માનવકલ્યાણ છે. શહેરોની સરખામણીએ ગામ પ્રકૃતિની સમીપ છે અને જીવનધારા સાથે જોડાયેલ હોય છે. એમાં પ્રાકૃતિક રીતે હિલિંગ પાવર હોય છે. મહિલાઓની જેમ ગામો પણ મનુષ્યોને ભોજન, ખુશી જેવી પાયાની જરૂરીયાતો પૂર્તિ કરે છે. ગામડાને જીંવત રાખવા આપી સલાહ : ગામડાઓને જીવંત રાખવા પીએમ મોદીએ સરપંચોને સુચન કરતાં કહ્યું કે, તમે ગામની સરકાર છો. સરપંચ થવું નાની વાત નથી. સરકારનો પગાર લેતા કર્મચારીઓની બેઠક બોલાવી ગામના વિકાસ માટે ચર્ચા કરી શકો છે. ગામના જન્મ દિવસની ઉજવણી કરી ગામલોકોને એમાં જોડી શકાય છે. જો ગામનો જન્મદિવસ ક્યારે છે એ ખબર ના હોય તો ચીઠ્ઠી ઉછાળીને પણ તારીખ નક્કી કરી શકાય.              
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर